તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
News of Monday, 30th March 2026
ખાદ્યતેલોમાં તેજી યથાવતઃ કપાસીયા તેલમાં ર૦-સીંગતેલમાં ૧૦ રૂા. વધ્યા
છેલ્લા એક માસમાં કપાસીયા-સીંગતેલમાં રરપ રૂા.નો ઉછાળો

રાજકોટ, તા., ૩૦: નવા સપ્તાહના પ્રારંભે ખાદ્યતેલોમાં તેજીનો દોર યથાવત રહયો છે. આજે કપાસીયા તેલમાં વધુ ર૦ અને સીંગતેલમાં ૧૦ રૂા.નો ભાવવધારો થયો છે.
માર્ચ એન્ડીંગના કારણે સૌરાષ્ટ્રના યાર્ડો બંધ હોય કાચા માલની અછતના અહેવાલે આજે કપાસીયા તેલમાં વધુ ર૦ રૂા.નો ઉછાળો થયો હતો. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૪૪૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧૪૬૦ રૂા. બોલાયા હતા. જયારે કપાસીયા ટીનના ભાવ ર૪૯૦ થી રપર૦ રૂા. હતા. તે વધીને રપ૧૦ થી રપ૪૦ રૂા. થયા હતા. સીંગતેલમાં ૧૦ રૂા.ના ભાવવધારા સાથે સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ૧૭પ૦ રૂા. અને સીંગતેલ નવા ટીનના ભાવ ર૯૬પ થી ૩૦૧પ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
છેલ્લા એક માસમાં કપાસીયા તેલ અને સીંગતેલ ડબ્બે રરપ રૂા.નો નોંધપાત્ર ભાવવધારો થયો છે.
(2:49 PM IST)










