<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

આજીડેમ ચોકડીએ ભિક્ષાવૃતિ કરવા બેઠેલા વૃધ્‍ધાનું આઇસરની ઠોકરે મોત

પખવાડીયા પહેલા પગ પર વ્‍હીલ ફરી જતાં ગંભીર ઇજા થતાં સારવારમાં હતાં: આજે મૃત્‍યુઃ મુળ બાબરાના ચરખા ગામના વતની

 

રાજકોટ તા. ૩૦: આજીડેમ ચોકડીએ રેન બસેરામાં રહેતાં વૃધ્‍ધાનું આઇસરના ચાલકે પગ પર તેનું વાહન ચડાવી દેતાં ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ આજીડેમ ચોકડીએ રેન બસેરામાં રહેતાં મુળ બાબરાના ચરખા ગામના અંબાબેન સોંડાભાઇ ઉધરેજીયા (ઉ.વ.૭૦) પંદરેક દિવસ પહેલા આજીડેમ ચોકડીએ ભીક્ષાવૃતિ કરવા બેઠા હતાં ત્‍યારે એક આઇસરના વ્‍હીલ તેમના પગ પર ફરી વળતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. સારવાર દરમિયાન આજે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં એક દિકરો છે. તે ઘણા સમયથી રાજકોટ રહી ભિક્ષાવૃતિ કરી ગુજરાન ચલાવતાં હતાં. પોલીસે આઇસર ચાલક વિરૂધ્‍ધ કાર્યવાહી કરવા તજવીજ કરી હતી.

(2:50 PM IST)