<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

એકલવાયુ જીવન જીવતાં ત્રણ બહેનના એક જ ભાઇ રિક્ષાચાલક નિલેષભાઇનો આપઘાત

બાલાજી હોલ પાસે સાગર ચોક આવાસ ક્‍વાર્ટરમાં બનાવ : ૨૬મીએ પિત્રાઇ ભાઇએ ફોન કર્યા બાદ સતત ફોન બંધ હતોઃ આજે તપાસ કરતાં ગળાફાંસો ખાઇ લીધાની ખબર પડીઃ તાલુકા પોલીસના હેડકોન્‍સ. યશપાલસિંહ ગોહિલે કાર્યવાહી કરી

 

રાજકોટ તા. ૩૦: દોઢસો ફુટ રીંગ રોડ બાલાજી હોલ નજીક સાગર ચોકમાં આવેલા આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતાં રિક્ષાચાલક યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ સાગર ચોક આવાસ ક્‍વાર્ટરમાં એક યુવાને ગળાફાંસો ખાઇ લેતાં મૃત્‍યુ થયાની જાણ ૧૦૮ના ઇએમટી દિવ્‍યાબેન બારડે કરતાં તાલુકા પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. યશપાલસિંહ ગોહિલ સહિતે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ આપઘાત કરનાર યુવાન નિલેષભાઇ લાલજીભાઇ પરમાર (ઉ.વ.૪૨)ને ત્રણ બહેન છે. પોતે અપરિણીત હતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. ત્રણ બહેનના એક જ નાના ભાઇ હતાં. ૨૬મીએ તેના કાકાના દિકરા નરેન્‍દ્રભાઇએ તેને કપડાની જોડી સીવડાવવા બાબતે ફોન કર્યો હતો. એ પછી સતત તેનો ફોન બંધ આવતો હતો. આજે તપાસ કરતાં ઘરમાં તે લટકતી હાલતમાં મળતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. અહિ એકલા જ રહેતાં હતાં. એકલવાયા જીવનથી કંટાળીને પગલુ ભર્યુ કે અન્‍ય કારણોસર? તેની તપાસ યથાવત રાખવામાં આવી છે.

(2:51 PM IST)