તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th March 2026
શહેરમાંથી મચ્છરજન્ય રોગ ગાયબઃ શરદી તાવ- ઉધરસ- ઝાડા- ઉલ્ટીના ૧૪૩૬ કેસ
મનપા દ્વારા ૧૨૧૫૩ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૩૭૧ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્છર ઉત્પતિ સબબ ૧૨૨ને નોટીસ

રાજકોટ, તા.૩૦: શહેરમાં ગરમી વચ્ચે રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્યો છે. મનપાના આરોગ્ય વિભાગમાં આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના ૧૪૩૬ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્છરજન્ય રોગના કેસ નોંધાયા નથી. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૨૩થી ૨૯ માર્ચ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
શરદી તાવના ૧૪૩૬ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ૬૪૫ તેમજ સામાન્ય તાવના ૫૭૧અને ઝાડા ઉલ્ટીના કેસ ૨૧૮ તથા ટાઇફોઇડ તથા કમળાના ૧-૧ સહિત કુલ ૧૪૩૬ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૧૦૬૬ તેમજ સામાન્ય તાવના ૮૭૮૪ અને ઝાડા ઉલ્ટીના કેસ ૨૫૫૮ તથા ટાઇફોઇડના ૪ તેમજ કમળાના ૧૩ કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ સબબ ૧૨૨ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનીષ્ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૨૧૫૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા૩૭૧ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૧૨૪ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૧૨૨ લોકોને નોટીસ આપવામાં આવી હતી.
(2:52 PM IST)










