<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

શહેર ભાજપ લઘુમતી મોરચાની ટીમ જાહેર

 

રાજકોટ : પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી તેમજ પ્રદેશ મહામંત્રી અને શહેર ભાજપ સંગઠનના પ્રભારી અનિરૂધ્‍ધભાઈ દવે, પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ  નાહિન અબ્‍દુલહફીઝ કાઝી સાથે વિચાર વિર્મશ કર્યા બાદ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી વલ્‍લ્‍ભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્‍દ્રસીંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લઘુમતી મોરચાના પ્રમુખ ઈબ્રાહીમભાઈ સોની, મહામંત્રી ફિરોઝભાઈ ડેલા, અમીનભાઈ શમાએ શહેર લઘુમતી ભાજપ મોરચા અને લઘુમતી કારોબારીના તમામ હોદ્દેદારોની જાહેરાત કરેલ છે. આ ટીમને આવકારતા ડો. માધવ દવેએ જણાવેલ કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે તમામ સમાજના નાગરીકો જોડાઈ રહ્યા છે અને વધુને વધુ પાર્ટીને સુદ્‌ઢ અને મજબુત કરવા માટે દરેક સમાજને પાર્ટીમાં જોડવામાં આવી રહ્યા છે. નવનિયુકત લઘુમતી મોરચાના હોદ્દેદારોમાં શહેર ઉપપ્રમુખ તરીકે સમીરભાઈ  જસરાયા, શાહનવાઝભાઈ સીદીકી, યુસુફભાઈ કટાર, સુલતાનભાઈ સુમરા, યાસીનભાઈ હેરંજા, શહેર મંત્રી તરીકે આસીફભાઈ મલેક, ફારૂકભાઈ કટારીયા, સૈયદ અર્શબાપુ બુખારી, અનવરભાઈ દલ, સમીરભાઈ પઠાણ, કોષાધ્‍યક્ષમાં અલતાફભાઈ સુરાણી, કાર્યાલયમંત્રીમાં અમીરરૂલ્લા દલ, કાર્યાલયમંત્રી હુસેનભાઈ હેરંજા, આઈ.ટી. ઈન્‍ચાર્જ તરીકે  રસીદ મુશાદીયા, સોશીયલ મીડિયાના ઈન્‍ચાર્જ હુસેનભાઈ અંસારી, મીડિયા ઈન્‍ચાર્જ તરીકે યુસુફભાઈ ભારમલની નિયુકતિ કરવામાં આવેલ. આ તમામ હોદ્દેદારોના સનમાનનો કાર્યક્રમ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે યોજવામાં આવેલ હતો. આ તકે શહેર લઘુમતી ભાજપ મોરચા અને લઘુમતી કારોબારીના તમામ હોદ્દેદારોની આ નવનિયુકત ટીમ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પ્રદેશ મહામંત્રી અને શહેર સંગઠન પ્રભારી અનિરૂધ્‍ધભાઈ દવે, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, રાજકોટ લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂપાલા, રાજયસભા સાંસદ રામભાઇ મોકરીયા, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્‍ય ઉદય કાનગડ, ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્‍દ્રસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, કમલેશ મિરાણી સહીતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્‍છા પાઠવેલ હતી.

(3:51 PM IST)