<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

રાજકોટ IMA પ્રમુખ ડો. તેજસ કરમટા, સેક્રેટરી પદે ડો. બિરજુ મોરીનું પદગ્રહણ

૫૦૦ અનાથ બાળકીને દતક લઈ વેકસીનેશન કરાવવા ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના નવ નિયુકત પ્રમુખ ડૉ. તેજસ કરમટાની ટીમ સજજઃ સેક્રેટરી ડૉ. બિરજુ મોરી સહિતની ટીમ અકસ્‍માત નિવારણ અને ‘સ્‍વચ્‍છ નાગરિક સ્‍વસ્‍થ નાગરીક - સશક્‍ત સમાજ'ના ધ્‍યેય સાથે સમાજને જાગૃત કરશે

ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન - રાજકોટની નવા વર્ષની ટીમની શપથવિધિ પ્રસંગની તસવીરી ઝલક. ઈન્‍સેટ તસવીરમાં પ્રમુખ ડો. તેજસ કરમટા, સેક્રેટરી ડો. બિરજુ મોરી, ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશનના રાષ્‍ટ્રીય પ્રમુખ ડો. અનિલકુમાર નાયક અને ગુજરાતના પ્રમુખ ડો. અનિલ પટેલ નજરે પડે છે . : રાજકોટઃ અકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે આઇ.એમ.એ.ના પ્રમુખ ડો. તેજસ કરમટા, સેક્રેટરી ડો. બીરજુ મોરી, ડો. મયંક ઠક્કર, ડો. યજ્ઞેશ પોપટ, ડો. ચેતન લાલચેતા, ડો. કાર્તિક સુતરીયા, ડો. પારેશ શાહ, ડો. જયેશ ડોબરીયા, ડો. કૃપાલ પુજારા, ડો. કાત જોગાણી, અકિલાના ઉદય વેગડા, ઉમિશ વૈષ્‍ણવ નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) 

રાજકોટ તા. ૩૦: ૫૦૦ જેટલી અનાથ બાળકીઓને દતક લઈ સર્વાઈકલ કેન્‍સર સામે રક્ષણ આપતી વેક્‍સીનેશન અપાવવી, વધતા જતા વાહન અકસ્‍માતના કારણે થતી માનવ જીંદગીની હાની સામે લોકોને જાગળત કરવા અને ખાસ ઁસ્‍વચ્‍છ નાગરિક, સ્‍વસ્‍થ નાગરીક, સશક્‍ત સમાજઁનો ધ્‍યેય સાકાર કરવા ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ દ્વારા પ્રયાસો કરવામાં આવશે એમ ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના નવ નિયુક્‍ત પ્રમુખ ડૉ. તેજસ કરમટા અને સેક્રેટરી ડૉ. બિરજુ મોરીની એક સંયુકત યાદીમાં જણાવાયું છે. અંગદાન વિશે લોક જાગળત્તિ સાથે સ્‍વચ્‍છતા હશે ત્‍યાં તંદુરસ્‍તી આપોઆપ વધશે એ લોકોએ ખાસ ધ્‍યાનમાં રાખવી જેવુ છે અને તંદુરસ્‍ત સમાજની રચના માટે અમો કટીબધ્‍ધ છીએ, વર્ષ દરમિયાન અનેક લોક જાગળત્તિના કાર્યક્રમો કરી લોકોમાં સ્‍વચ્‍છતા બાબતે જાગળત્તિ લાવવા પ્રયાસો કરવામાં આવશે. લોકો માંદા જ ન પડે અને સ્‍વસ્‍થ - તંદુરસ્‍ત સમાજની રચના થાય એવા ઉમદા હેતુ સાથે અમારી ટીમ સતત કાર્યરત રહેશે અને સાથે સાથે કોઈ રોગમાં સપડાશે તો તેમના માટે ઉત્તમ સારવાર કરવાની અમારી ફરજ પણ બજાવીશું. તંદુરસ્‍તી એ જ આપણી સંપતિ છે એવું લોકો સમજે એ જરૂરી છે. ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશનના રાષ્‍ટ્રીય હોદેદારોની ઉપસ્‍થિતિમાં તાજેતરમાં યોજાયેલ સમારંભમાં ડૉ. તેજસ કરમટા, ડૉ. બિરજુ મોરી તથા તેમની ટીમની શપથવિધિ કરવામાં આવી હતી.

 પ્રમુખ તેજસ કરમટાએ જણાવ્‍યું છે કે, ભારત સરકાર દ્વારા સર્વાઈકલ કેન્‍સર સામે વેક્‍સીનેશનની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેમાં ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન રાષ્‍ટ્રીય કક્ષાએ સામેલ છે. અમારી ટીમ દ્વારા આ વરસે રાજકોટની ૫૦૦ જેટલી અનાથ, ગરીબ બાળકીઓને દતક લઈ તેને સર્વાઈકલ કેન્‍સર સામેની વેકસીન આપવામાં આવશે. વેકસીનેશન વિશે સમાજને પણ જાગળત કરી વધુને વધુ બાળકીઓ વેકસીન લઈ કેન્‍સર સામે રક્ષણ મેળવે એવા અમારા પ્રયાસો રહેશે. તેમણે વધુમાં કહ્યું કે દિવસે દિવસે વાહનની સંખ્‍યા વધતી જાય છે સાથે સાથે રોડ અકસ્‍માતોનું પ્રમાણ પણ ખૂબ વધ્‍યુ છે. એક અભ્‍યાસ પ્રમાણે દર ત્રણ મિનિટે અકસ્‍માતમાં એક માનવ જીવ ગુમાવે છે જે ગંભીર બાબત ગણી શકાય. અમારી ટીમ દ્વારા વર્ષ દરમિયાન રોડ સેફટીને લગતા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. પોલીસ, અલગ અલગ સામાજીક સંસ્‍થાઓ, વેપારી સંગઠનો, શાળા-કોલેજો સહિત સમગ્ર સમાજના સાથ સહકારથી લોકોમાં ટ્રાફીક બાબતે જાગળત્તિ આવે અને અકસ્‍માતો ઘટે એ માટે અમો સતત પ્રયાસો કરવાના છીએ. મેં મારી તબીબી પ્રેકટીસ દરમિયાન એવા અનેક ટ્રોમાના કેસ જોયા છે કે સામાન્‍ય ભુલમાં માણસ અકસ્‍માતનો ભોગ બન્‍યા હોય. વર્તમાન સમયમાં વાહન એ જીવન જરૂરીયાતની વસ્‍તુ બની ગઈ છે. ઘરમાં મેમ્‍બર દીઠ એકટુ વ્‍હીલર અને કપલ દીઠ એક ફોર વ્‍હીલર જોવા મળે છે. આટલા બધા વાહનો સામે આપણા રોડ રસ્‍તા અને વાહન ચલાવવાની સાવચેતી બહુ ખરાબ જોવા મળે છે. લોકોએ ખૂબ સાવધાની સાથે કાયદાની મર્યાદામાં રહી વાહન ચલાવવા જોઈએ અને પોતાની સાથે સામેવાળાની જીંદગી બચે એનું ધ્‍યાન રાખવું જોઈએ પણ કમનસીબે સેકન્‍ડમાં થયેલી ભુલ કોઈના મોતનું કારણ બનતી હોવાનું અમારા ધ્‍યાનમાં આવ્‍યુ છે. એક અભ્‍યાસ પ્રમાણે દર સેકન્‍ડે કયાકને કયાંક અકસ્‍માત થતા હોય છે અને દર ત્રીજી સેકન્‍ડે એક મહામુલી માનવ જીંદગી આવા અકસ્‍માતમાં મોતના ખપ્‍પરમાં હોમાતી હોય છે ત્‍યારે ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન દ્વારા આ બાબતની ગંભીરતા સમજી લોકોનો જાગળત કરવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ બાબતે લોકોને યોગ્‍ય માર્ગદર્શન મળી રહે એ માટે અમો પોલીસ સહિત સમગ્ર તંત્ર સાથે સંકલન કરી વિવિધ જાગળત્તિના કાર્યક્રમો હાથ ધરશુ.

 તેમણે વધુમાં જણાવ્‍યુ છે કે, સ્‍વચ્‍છતા હશે ત્‍યાં આરોગ્‍યની સમસ્‍યા ઘટી જશે એટલે તંદુરસ્‍ત સમાજની રચના માટે સ્‍વચ્‍છ વ્‍યક્‍તિ - સ્‍વસ્‍થ નાગરીક -સશક્‍ત સમાજઁના ધ્‍યેય સાથે અમો લોકોમાં સ્‍વચ્‍છતાનું મહત્‍વ વધે એવા અનેક જાહેર કાર્યક્રમો કરવાના છીએ. અમારો હેતુ ઘર, સોસાયટી, ગલી, મહોલ્લા, શહેર, રાજ્‍ય, દેશ એમ દરેક તબક્કે સ્‍વચ્‍છતા માટે લોકો ખુદ જાગળત બને, ખુદ સ્‍વચ્‍છ રહે અને આસપાસના લોકોને સમજાવી વાતાવરણ શુધ્‍ધ રહે એ બાબત સમાજને જાગળત કરવામાં આવશે.

ડૉ. કરમટા અને ડૉ. મોરીએ સંયુક્‍ત રીતે જણાવ્‍યુ હતું કે, ભારતમાં આજે કિડની, લીવર, હ્રદયના અનેક દર્દી જીવન-મરણ વચ્‍ચે ઝોલા ખાઈ રહ્યા છે અને અનેક દર્દીને દ્રષ્ટીહીન દશામાં જીવી રહ્યા છે ત્‍યારે લોકોએ જાગળત બની અંગદાન ક્ષેત્રે આગળ આવવુ પડશે. ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ દ્વારા ઁઓર્ગન ડોનેશનઁ અંગદાન વિશે લોકોને જાગળત કરી સમાજના અનેક દુઃખીયારા લોકોના જીવનમાં નવા રંગ પુરવા, નવજીવન બક્ષવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે તબીબો સતત આ બાબતે પ્રયત્‍નશીલ રહેશે. નિષ્‍ણાત તબીબોની ટીમ દ્વારા ઓર્ગન ડોનેશન વિશે સમાજમાં જાગળત્તિ લાવવા વિવિધ સામાજીક સંસ્‍થાઓ, કોલેજોના સહયોગથી ખાસ સેમીનારોનું આયોજન કરવામાં આવશે. ઓર્ગન ડોનેશન વિશેનું ખાસ પ્રેઝન્‍ટેશન બનાવી કોલેજો તથા સામાજીક સંસ્‍થાઓના આગેવાનો અને સમાજના લોકોને સરળ ભાષામાં સમજી શકે એ રીતે માર્ગદર્શન આપવામાં આવશે. કોણ ઓર્ગન ડોનેટ કરી શકે, કઈ રીતે ડોનેટ થાય અને ખાસ તો ઓર્ગન ડોનેશન શા માટે જરૂરી છે એ વિશે નિષ્‍ણાત તબીબોની ટીમ માર્ગદર્શન આપશે. ઓર્ગન ડોનેશન સાથે જે તે અંગનું જરૂરીયાતવાળા દર્દીમાં પ્રત્‍યારોપણ કરવા સુધીની તમામ વ્‍યવસ્‍થા પણ ગોઠવી આપવામાં આવશે. આઈ.એમ.એ. દ્વારા તબીબો માટે વિવિધ એકેડેમીક કાર્યક્રમો, સેમીનાર સહિત દર વર્ષે થતી તમામ પ્રવળત્તિ કરવામાં આવશે.

 ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટની નવનિયુક્‍ત ટીમનો શપથવિધિ સમારોહ રાષ્‍ટ્રીય પ્રમુખ ડૉ. અનિલ નાયક, ગુજરાતના પ્રમુખ ડૉ. અનિલ પટેલ સહિત તબીબી આગેવાનો અને શહેરના તબીબોની ઉપસ્‍થિતિમાં ગઈકાલે પ્રમુખસ્‍વામી ઓડીટોરીયમમાં યોજાયો હતો.

ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશનના રાષ્‍ટ્રીય પ્રમુખ ડૉ. અનિલ નાયકે આ પ્રસંગે જણાવ્‍યુ હતું કે, જયારે તમારે સલાહની જરૂર હશે ત્‍યારે બધા તમને મદદ કરશે પણ જયારે મદદની જરૂર હશે ત્‍યારે બધા તમને સલાહ જ આપશે. તેમણે તબીબો અને સમાજને તંદુરસ્‍તી જાળવવા માટે સલાહ આપતાં કહ્યું કે ચાલીસ વર્ષની ઉંમર પછી જો તું ચાલીશ નહી તો કયાંય ચાલીશ નહી એટલે માણસે રોજ ચાલીસ મીનીટ ચાલવુ જોઈએ. અંતમાં તેમણે દરેક માનવીએ ચિંતા મુકત રહી આનંદમાં રહેવુ જોઈએ એ વાત પર ભાર મુકયો હતો.

આ પ્રસંગે ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતના પ્રમુખ ડૉ. અનિલ પટેલે જણાવ્‍યું હતું કે, નવા વિચારો, નવી ક્ષમતા અને નવા ઉત્‍સાહ સાથે આજે શપથ લઈ રહેલ ટીમનું સ્‍વાગત કરૂ છુ. તેમણે કહ્યું કે પરિવર્તન એ જ સાતત્‍ય છે એટલે આનણે જુનાનું સન્‍માન કરવા સાથે વર્તમાનની ઉજવણી કરવી જોઈએ.

સેક્રેટરી ડૉ. બિરજુ મોરીએ જણાવ્‍યુ છે કે, એક અભ્‍યાસ મુજબ સરેરાશ માનવી કરતા તબીબોની સરેરાશ ઉંમર ઓછી જોવા મળી છે, તબીબો સતત સમાજને તંદુરસ્‍ત રાખવા માટે ચિંતિત રહેતા હોય ખુદની તબીયત પ્રત્‍યે ધ્‍યાન રાખી શકતા નથી હોતા. તબીબી વ્‍યવસાય સેવા સાથે જોડાયેલો હોય અને લોકોના જીવન-મરણ સાથે સંકળાયેલ હોય તબીબો સતત તાણ હેઠળ કામ કરતા જોવા મળે છે, આવા સમયે આજે નાની ઉંમરના તબીબો અનેક રોગનો ભોગ બનતા જોવા મળે છે. એ જ રીતે વર્તમાન જીવન શૈલીના કારણે સમાજમાં પણ બી.પી., ડાયાબીટીસ, ડિપ્રેશન, અસ્‍થમા વગેરે ગંભીર રોગનું પ્રમાણ વધ્‍યું હોવાનું જોઈ શકાય છે. આવા સમયે તબીબો ખુદની તબીયત પ્રત્‍યે જાગળત બને અને સમાજ માટે પણ રોલ મોડલ બને એવા પ્રયાસો અમે હાથ ધરીશું. તબીબો પોતાની જીવનશૈલી સમાજ માટે દાખલા રૂપ બનાવે એ અમારી નેમ છે જેમાં રાજકોટના તમામ તબીબોનો સાથ સહકાર મળશે.

ડૉ. મોરીના તેમના જણાવ્‍યા અનુસાર તંદુરસ્‍ત સમાજની રચના સાથે તબીબો પણ તંદુરસ્‍ત રહે એ માટે તબીબો માટે ઈન્‍ડોર - આઉટડોર રમતોની સ્‍પર્ધા રાખવામાં આવશે. જેમાં ક્રિકેટ, વોલીબોલ, બાસ્‍કેટ બોલ, સાયકલીંગ, મોટર રેસ વગેરે ઈન્‍ડોર - આઉટ ડોર ગેઈમ રમાડવામાં આવશે. આ ઉપરાંત સમાજ સેવાના ભાગ રૂપે બ્‍લડ ડોનેશન કેમ્‍પ, વ્‍યસન મુક્‍તિ માટેના કેમ્‍પ, વિવિધ સમાજના સંગઠનો સાથે સેમીનાર, કોલેજ સહિત શૈક્ષણીક સંસ્‍થાઓના સહયોગથી યુવા વર્ગને વિવિધ રોગ વિશે જાગળત કરતાં સેમીનાર વગેરેનું આયોજન કરવામાં આવશે.

ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના નવા વર્ષના હોદેદારોમાં પ્રમુખ તરીકે તેજસ કરમટા, સેક્રેટરી તરીકે ડૉ. બિરજુ મોરી, આઈ.પી.પી. ડૉ. જયેશ ડોબરીયા, પ્રેસીડન્‍ટ ઈલેકટ ડૉ. મયંક ઠક્કર, ઉપપ્રમુખ તરીકે ડૉ. કાર્તિક સુતરીયા, ડૉ. દિનેશ ચૌહાણ, એડિટર ડૉ. ધર્મેશ શાહ, ટ્રેઝરર ડૉ. કળપાલ પુજારા, જોઈન્‍ટ સેક્રેટરી ડૉ. દર્શન સુરેજા, ડો. ચિંતન દલવાડી, જોઈન્‍ટ ટ્રેઝરર ડો. ચિંતન કણસાગરા, ડૉ. હેતલ મોઢાની નિમણૂંક કરવામાં આવી છે. એક્‍ઝીકયુટીવ કમીટીમાં ડૉ. અમીત અગ્રાવત, ડૉ. અમીષ મહેતા, ડૉ. દીપા ગોંડલીયા, ડૉ. દેવેન્‍દ્ર રાખોલીયા, ડૉ. કમલેશ કાલરીયા, ડૉ. કિંજલ ભટ્ટ, ડૉ. પિયુષ ઉનડકટ, ડૉ. રૂકેશ ઘોડાસરા, ડૉ. સંજય ટીલાળા, ડૉ. તુષાર પટેલની વરણી કરવામાં આવી છે. કો. ઓપ્‍ટ મેમ્‍બર તરીકે ડૉ. અદિતી પંડયા, ડૉ. હાર્દિક વેકરીયા, ડૉ. હર્ષ કોટેચા, ડૉ. જીતેન્‍દ્ર ગદ્રે, ડૉ. પુનિત ત્રિવેદી, ડૉ. તેજસ ચોટાઈ, ડૉ. વૈભવ હાપલીયા તથા સાયન્‍ટીફીક કમીટી અને એડીયોરીયલ બોર્ડમાં ડૉ. હર્ષલ કાલરીયા, ડૉ. મનિલ બાવળીયા, ડૉ. નિલેશ દેત્રોજા, ડૉ. રાજેશ રામ, ડૉ. સંજય દેસાઈ, ડૉ. સંકલ્‍પ વણઝારાની નિમણૂંક કરવામાં આવી છે. યંગ એકઝીકયુટીવ કમીટીમાં ડૉ. અજય ચરણ, ડૉ. અંકિત માકડીયા, ડૉ. અંકુર સીણોજીયા, ડૉ. અંકુર વરસાણી, ડૉ. ધ્રુવ કોટેચા, ડૉ. ઘટના કથીરીયા, ડૉ. નિકેત દોમડીયા, ડૉ. પાર્થ કટારીયા, ડૉ. નિરાલી કોરવાડીયા, ડૉ. ઝલક ઉપાધ્‍યાય, ડૉ. યશ કાકડીયાની વરણી કરવામાં આવી છે.

 આઈ.એમ.એ.-રાજકોટની નવ નિયુકત ટીમને આઈ.એમ.એ.ના રાષ્‍ટ્રીય ઉપપ્રમુખ ડૉ. યજ્ઞેશ પોપટ, ગુજરાતના ઉપપ્રમુખ ડૉ. ચેતન લાલસેતા, ટ્રસ્‍ટીઓ સર્વશ્રી ડૉ. અતુલ પંડયા, ડૉ. ભરત કાકડીયા, ડૉ. ભાવેશ સચદે, ડૉ. દિપેશ ભાલાણી, ડૉ. હિરેન કોઠારી, ડૉ. જય ધીરવાણી, ડૉ. એમ. કે. કોરવાડીયા, ડૉ. પારસ શાહ, ડૉ. સંજય ભટ્ટ, પેટ્રન ડૉ. ડી. કે. શાહ, ડૉ. જીતેન્‍દ્ર અમલાણી, ડૉ. કીર્તિભાઈ પટેલ, ડૉ. નિતિન ટોલીયા, ડૉ. પ્રકાશ મોઢા, ડૉ. રશ્‍મી ઉપાધ્‍યાય, આમંત્રીત મહાનુભાવો સર્વશ્રી ડૉ. અમીત હપાણી, ડૉ. અતુલ રાયચુરા, ડૉ. દર્શીતા શાહ, ડૉ. ગૌરવી ધુવા, ડૉ. કાંત જોગાણી, ડૉ. નિતિન લાલ સહિત અનેક વરિષ્ઠ તબીબો અને સમાજના અગ્રણીઓ દ્વારા શુભેચ્‍છા પાઠવવામાં આવી છે. 

 

(4:04 PM IST)