તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 31st March 2026
રાજકોટ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકો માટે નિર્ણયઃ કાલથી કિલો ફેટે રૂા.૨૦નો વધારો
રાજકોટ જિલ્લા સહકારી દૂધ સંઘના વડા ગોરધનભાઇની જાહેરાત

રાજકોટ તા.૩૧: દૂધ સંધનાં અધ્યક્ષશ્રી ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને અને હાલની ઉનાળાની પરીસ્થીતી અને કમોસમી વાતાવરણમાં ફેરફારને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાનાં ઉદેશથી સંઘના નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે રૂા.૨૦/- નો ભાવ વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.૮૩૦/કરવા નિર્ણય નક્કી કરેલ છે.
અત્યારે દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.૮૧૦/- ચુકવવામાં આવી રહયો છે. દૂધ સંઘ દ્વારા તા. ૦૧/૦૪/૨૦૨૬ થી દૂધ મંડળીઓને પ્રતિકિલો ફેટે રૂા.૮૩૦/-ચુકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.૮૨૫/-ચુકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલ ૫૦ હજારથી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે. તેવી જાહેરાત દૂધ સંઘના અધ્યક્ષશ્રી ગોરધનભાઈ ધામેલીયાએ કરી છે.
(4:05 PM IST)










