<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

શ્રમિકોને પાંચ-પાંચ કિલોના રાંધણ ગેસના બાટલા ઉપલબ્‍ધ કરાવવા ગોઠવાતી વ્‍યવસ્‍થા

જિલ્લા કલેક્‍ટર ડો.ઓમ પ્રકાશના અધ્‍યક્ષ સ્‍થાને સમિતિની બેઠકમાં જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, ગેસના પુરવઠા સહિતની સમીક્ષા કરાઈ રાજકોટ જિલ્‍લામાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસની સ્‍થિતિ સામાન્‍ય, પૂરતો બફર સ્‍ટોક હોવાનું ઓઈલ કંપનીઓ દ્વારા જણાવાયું

રાજકોટ, તા. ૩૧ : રાજકોટ જિલ્‍લામાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ સહિતની આવશ્‍યક ચીજવસ્‍તુઓના પુરવઠાના નિયંત્રણ માટે રાજ્‍ય સરકારની સૂચના મુજબ, જિલ્‍લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં સભ્‍ય તરીકે જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિક્ષક શ્રી, જિલ્‍લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, આર.ટી.ઓ.શ્રી, મદદનીશ શ્રમ કમિશનરશ્રી, મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી સિવિલ સર્જનશ્રી, જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્રના મેનેજરશ્રી, ઓલ માર્કેટિગ કંપનીના જિલ્‍લા કક્ષાના અધિકારી શ્રી, જિલ્‍લા પુરવઠા અધિકારીશ્રી, નાયબ માહિતી નિયામકશ્રીનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

રાજકોટ જિલ્‍લા કલેક્‍ટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્‍યક્ષસ્‍થાને મળેલ આ સમિતિની બેઠકમાં આઈ.ઓ.સી.એલ., એચ.પી. સી.એલ., બી.પી.સી.એલ. જેવી ઓઈલ માર્કેટિગ કંપનીઓના રિવ્‍યુ કરવામાં આવ્‍યો હતો. જેમાં કંપનીઓ તરફથી જણાવાયું હતું કે, રાજકોટ જિલ્‍લામાં પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી., પી.એન.જી. સી.એન.જી.ની કોઈ અછત નથી, સપ્‍લાય નોર્મલ છે અને બધાને પૂરતો જથ્‍થો મળી રહે છે. જિલ્‍લામાં પૂરતો બફર સ્‍ટોક હોવાનું સુનિヘતિ કરાયું હતું.

એલ.પી.જી.ના જિલ્‍લા નોડલ ઓફિસર (ડી.એન.ઓ.) દ્વારા જિલ્‍લામાં એલ.પી.જી. ના ઘરેલું વપરાશ અને પુરવઠાની વિગતો આપવામાં આવી હતી. રાંધણ ગેસ બુક કરાવનાર ઘરેલુ ગ્રાહકોને સમયસર ગેસ મળી રહે તે બાબતે કલેકટરશ્રી દ્વારા ડી.એન.ઓ.ને સૂચના આપવામાં આવી હતી.

કેન્‍દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ, હોસ્‍પિટલો, હોસ્‍ટેલ્‍સ, વૃધ્‍ધાશ્રમ, અંધજન મંડળ સહિતની સંસ્‍થાઓ વગેરેને કોમર્શિયલ ગેસ પુરવઠો પૂરતો મળી રહે તે સુનિヘતિ કરવા કલેક્‍ટરશ્રી દ્વારા ડી.એન.ઓ.ને સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત જીવન જરૂરી અને આવશ્‍યક સેવાઓ સાથે સંકળાયેલા વિવિધ વ્‍યવસાયો જેવા કે દવા ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, સીડ પ્રોસેસિગ ઇન્‍ડસ્‍ટ્રી, રેલવે કેન્‍ટીન, ફૂડ પ્રોસેસિગ વગેરે ઉદ્યોગોને પણ સરકારના ધારાધોરણ મુજબ ગેસ પુરવઠો મળી રહે તે બાબતે યોગ્‍ય વ્‍યવસ્‍થા જાળવી રાખવા ડી.એન.ઓ.ને કલેક્‍ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી.

જિલ્‍લામાં રાંધણ ગેસના અભાવે કોઈપણ શ્રમિક માઇગ્રેશન ન કરે તેની ચિતા કરવામાં આવી હતી અને શ્રમિકોને પાંચ-પાંચ કિલોના ગેસના બાટલા ઝડપથી ઉપલબ્‍ધ કરવા માટેની વ્‍યવસ્‍થા તત્‍કાલ ઊભી કરવા ડી.એન.ઓ.ને સૂચના આપવામાં આવી હતી.

રાજકોટ શહેર-જિલ્‍લામાં ઘરેલું પી.એન.જી. કનેક્‍શનનો વ્‍યાપ વધારવા માટે ગુજરાત ગેસને અધ્‍યક્ષસ્‍થાનેથી સૂચના આપવામાં આવી હતી. જિલ્‍લાની વિવિધ હોસ્‍પિટલ્‍સ તથા આરોગ્‍ય સંસ્‍થાઓ, સરકારી, અર્ધ સરકારી, ખાનગી શૈક્ષણિક સંસ્‍થાઓ, હોસ્‍ટેલ્‍સ, ભોજનની સેવા આપતી સેવાભાવી સંસ્‍થાઓને ઝડપથી પી.એન.જી. ગેસ કનેક્‍શન સત્‍વરે ઉપલબ્‍ધ કરાવવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.

પી.એન.જી. ડિસ્‍ટ્રીબ્‍યુશન કંપનીને નવા ગેસ કનેક્‍શન ઝડપથી આપી શકાય તે માટે ખોદકામ સહિતની મંજૂરીઓ સંબંધિત વિભાગ દ્વારા ૨૪ કલાકમાં મળી જાય તે બાબતે અધ્‍યક્ષશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી

જે ગ્રાહકો એલ.પી.જી. અને પી.એન.જી. બંને ગેસ કનેક્‍શન ધરાવે છે તેમના એલ.પી.જી. ગેસ કનેક્‍શન સસ્‍પેન્‍ડ કરવા કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.

રાજકોટ શહેર-જિલ્‍લામાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ વગેરેના કાળાબજાર કરનારાઓ સામે જિલ્‍લા પુરવઠા તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા સખત પગલાં લઈને કડક કાર્યવાહી કરવા માટેની પણ સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ શ્રી રાકેશ દેસાઈ, આર.ટી.ઓ.શ્રી, જિલ્‍લા પુરવઠા અધિકારી શ્રી અજય ઝાંપડા, રાજકોટ મહાનગરપાલિકા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા

(2:30 PM IST)