<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

રેલનગર અને કાલાવડ રોડ પર મનપા ૨ લાખમાં ૧બીએચકે ફલેટ આપશે

૧૦૮૦ આવાસો માટે ૭ એપ્રિલથી ૬ મે સુધી ઓનલાઇન અરજી સ્‍વિકારાશે

 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલનગર અને કાલાવડ રોડ પર પ્રેમ મંદિર વિસ્‍તારમાં રિનોવેશન કરેલ ૧બીએચકેના ૧૦૮૦ આવાસો માટે તા.૦૭ એપ્રિલના ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા પ્રમાણમાં  મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા રેલનગર વિસ્‍તારમાંં પ્રેમમંદિર પાછળ આવેલ  વિવિધ કેટેગરીનાં ૧૦૮૦ આવાસો માટે ઓનલાઇન ફોર્મ બહાર પાડવામાં આવનાર છે. જેમાં EWS કેટેગરી (આવાસ-કિંમત રૂ. ૦૨ લાખ) નાં ૧૦૫૭ આવાસો, LIG કેટેગરી (આવાસ-કિંમત રૂ. ૧૨ લાખ) નાં ૦૬ આવાસો તથા MIG કેટેગરી (આવાસ-કિંમત રૂ. ૧૮ લાખ) નાં ૧૭ આવાસોનો સમાવેશ થાય છે.

આ આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્‍છુક નાગરિકો ૭એપ્રિલ (બપોરે ૦૧ વાગ્‍યા) થી તારીખઃ૦૬/મે (સાંજે ૦૫ વાગ્‍યા) સુધી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર જઇ ઓનલાઇન ફોર્મ અને ડિપોઝિટની રકમ ભરી શકે છે.

EWS કેટેગરી (વાર્ષિક કૌટુંબિક આવક-મર્યાદા રૂ.૦૩ લાખ સુધી) નાં આવાસો માટે ફોર્મ ફી શુન્‍ય અને ડિપોઝિટની રકમ રૂ. ૫૦૦૦ રહેશે. LIG કેટેગરી (વાર્ષિક કૌટુંબિક આવક-મર્યાદા રૂ. ૦૩ લાખથી ૦૬ લાખ સુધી) નાં આવાસો માટે ફોર્મ ફી રૂ. ૫૦ અને ડિપોઝિટની રકમ રૂ. ૨૦૦૦૦ રહેશે. MIG કેટેગરી (વાર્ષિક કૌટુંબિક આવક-મર્યાદા રૂ. ૦૬ લાખથી ૭.૫ લાખ સુધી) નાં આવાસો માટે ફોર્મ ફી રૂ.૧૦૦ અને ડિપોઝિટની રકમ રૂ. ૨૦૦૦૦ રહેશે.

અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો, અરજદારે પોતાના પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફની ઈમેજ અપલોડ કરવી., અરજદારની સહીનો ફોટો,અરજદારે પોતાની સહીની ઈમેજ અપલોડ કરવી.,અરજદારનું આધાર કાર્ડ, અરજદારે પોતાના આધાર કાર્ડની આગળ-પાછળની ઈમેજ એકસાથે આપવી., પતિ/પત્‍ની/માતા/પિતા/વાલીનું આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર, લાઇટબિલ, મિલકત વેરા બિલ, ભાડા કરાર (રેન્‍ટ એગ્રીમેન્‍ટ), સ્‍વ-પ્રમાણિત જાહેરનામું, ચુંટણી કાર્ડ, રદ કરેલ ચેક અને પાસબુક, જાતિ અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતુ હોય તો), દિવ્‍યાંગ અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતુ હોય તો), એકસ-સર્વીસમેન અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતુ હોય તો), કેન્‍દ્ર/રાજય સરકારનું ગેજેટ અથવા લગ્નનું પ્રમાણપત્ર (જો લાગુ પડતુ હોય તો) સહિતના આધાર પુરાવાઓ અપલોડ કરવાના રહેશે.

(2:54 PM IST)