<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

સ્‍વીમિંગ પૂલમાં ડૂબી જતાં મોતને ભેટેલા માસુમ ભાઇ બહેનની એક સાથે અંતિમયાત્રાઃ કરૂણ દ્રશ્‍યો સર્જાયા

રૈયા રોડના સોપાન હાઇટ્‍સમાં ૧૫ દિવસ પહેલા જ કામ માટે આવેલા દંપતિએ બંને સંતાન એક સાથે ગુમાવ્‍યા પાંચ વર્ષની બહેન ડૂબી તેને બચાવવા જતાં સાત વર્ષનો ભાઇ પણ ડૂબ્‍યોઃ ઘટનાના હૃદયદ્રાવક સીસીટીવી ફૂટેજે અરેરાટી ઉપજાવી નેપાળી સેવા સમાજના સંજયભાઇ કારકી સહિતના લોકો સતત મૃતકના પરિવારની સાથે રહ્યા ઘટનાના સીસીટીવી ફૂટેજના દ્રશ્‍યો તથા કાળનો કોળીયો બની ગયેલા માસુમ ભાઇ-બહેનના નિષ્‍પ્રાણ દેહ અને ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૩૧: રૈયા રોડ પર આવેલા સોપાન હાઇટ્‍સમાં ગઇકાલે નેપાળી પરિવારના માસુમ સાત અને પાંચ વર્ષના ભાઇ-બહેનના સ્‍વીમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત થતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આજે સવારે બંને ભાઇ-બહેનની એક સાથે અંતિમયાત્રા નિકળી ત્‍યારે કરૂણ દ્રશ્‍યો સર્જાયા હતાં. માતા-પિતાના આક્રંદથી ગમગીની વ્‍યાપી ગઇ હતી. જીલ્લા ગાર્ડન ખાતે બાળકોના સ્‍મશાનમાં નેપાળી સમાજના લોકોની હાજરીમાં બંને ભાઇ-બહેનની દફનવિધી થઇ હતી. નેપાળી દંપતિ બાળકો સાથે પંદર દિવસ પહેલા જ અહિ રાજકોટ આવ્‍યું હતું. બિલ્‍ડીંગમાં તેઓ સફાઇ કામ, દેખરેખ સહિતની કામગીરી સંભાળતા હતાં. તેના દિકરો-દિકરી રમતાં રમતાં પૂલ પાસે પહોંચી ગયા હતાં. બહેન ડૂબવા માંડતાં તેને બચાવવા જતાં ભાઇ પણ ડૂબી ગયો હતો અને બંનેના જીવ ગયા હતાં. જાણવામ ળ્‍યા મુજબ નેપાળના વતની  કરણભાઇ ભાંડારી અને તેના પત્‍નિ પખવાડીયા પહેલા જ નેપાળથી દિકરા દિપેશ (ઉ.વ.૭) અને દિકરી દિપશીખા (ઉ.વ.૫) સાથે રાજકોટ આવ્‍યા હતાં અને સોપાન હાઇટ્‍સમાં સિક્‍યુરીટી રૂમ ખાતે રહેવાની સાથે અહિ સફાઇ કામ, દેખરેખનું કામ શરૂ કર્યુ હતું.  ગઇકાલે બપોરે સાડા ત્રણેક વાગ્‍યે માતા કામમાં વ્‍યસ્‍ત હતી અને પિતા કરણભાઇ આરામ કરવા સુતા હતાં ત્‍યારે તેના દિકરો-દિકરી સ્‍વીમિંગ પૂલ પાસે પહોંચી ગયા હતા. બંને પૂલમાં પગ ઝબોળતાં અને એક તરફથી બીજી તરફ સીડી પાસે જતાં કેમેરામાં દેખાયા હતાં.

 આ દરમિયાન બહેન દીપશીખા પૂલમાં ડૂબી ગઇ હતી, તેને બચાવવા માટે ભાઇ પણ અંદર કૂદયો હતો અને બંને ડૂબી જતાં કમકમાટીભર્યા મૃત્‍યુ થયા હતાં. યુનિવસર્િૈટી પોલીસે મથકના એએસઆઇ જયસિંહ ઝાલા સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. દંપતિના બંને સંતાનના એક સાથે કરૂણ મૃત્‍યુ થતાં કલ્‍પાંત સર્જાયો હતો. મૃતદેહ હોસ્‍પિટલે ખસેડાયા ત્‍યારે નેપાળી સેવા સમાજના આગેવાન સંજયભાઇ કારકી સહિતના હોસ્‍પિટલે પહોંચ્‍યા હતા અને મૃતકના સ્‍વજનોને મદદરૂપ થયા હતાં.

આજે સવારે બંને ભાઇ-બહેનની એક સાથે અરથી ઉઠતાં કરૂણ દ્રશ્‍યો સર્જાયા હતાં. નેપાળી સમાજના આગેવાનો, લોકો મોટી સંખ્‍યામાં આ અંતિમયાત્રામાં જોડાયા હતાં. બંને ભાઇ-બહેનના મૃતદેહની જીલ્લા ગાર્ડનના બાળકોના સ્‍મશાનમાં અંતિમવિધી થઇ હતી.

(4:00 PM IST)