<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

નંદ ઘેર આનંદ ભયો... કૃષ્ણ ભકિતનો મહાસાગર ઘુઘવ્યો

પૂ. જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને ચાલતી ભાગવત કથામાં રેસકોર્ષ મેદાન ગોકુળીયુ બન્‍યું : - ભાવિકોની ચિક્કાર મેદની વચ્‍ચે કૃષ્‍ણ જન્‍મની ધામધૂમપૂર્વક ઉજવણીઃ રાસ-ગરબાની રમઝટ સાથે અલૌકીક વાતાવરણ સર્જાયુ : ભાવિકોનો ઉત્‍સાહ આસમાને : આરસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયા, ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, વેરાવળના રઘુવંશી અગ્રણી જયકરભાઇ ચોટાઇ, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, લોહાણા મહાજન કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મ્‍યુ. ડેપ્‍યુટી કમિશનર મહેશભાઇ જાની, બાલાજી મંદીરના શ્રી વિવેક સ્‍વામી, શ્રી કોઠારી સ્‍વામી, શ્રી રાધારમણદાસજી, મુનિ વત્‍સલ સ્‍વામી, શાષાીજી કનૈયાલાલ ભટ્ટ, અગ્રણીઓ મનિષભાઇ માદેકા,હિરેનભાઇ ખખ્‍ખર, સુધીરભાઇ હુબલ, હરીશભાઇ લાખાણી, જયસુખભાઇ ઘોડાસરા, સ્‍મિતભાઇ કનેરીયા સહિતના મહાનુભાવોએ પવિત્ર કથાનું રસપાન કરી પૂણ્‍યનું ભાથુ બાંધ્‍યુ : સમગ્ર ભાગવત કથા દરમ્‍યાન ર એપ્રિલ સુધી કથા સ્‍થળે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું પણ સેવાકીય આયોજન : દરરોજ સાંજે ૬.૩૦ થી ૮.૦૦ વાગ્‍યા સુધી વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમોની વણઝાર : શહેરના મુખ્‍ય વિસ્‍તારોમાંથી ભાવિકોને આવવા-જવા માટે વિનામુલ્‍યે બસ સેવા ઉપલબ્‍ધઃ રાધે રાધે અને તથાસ્‍તુ પરિવાર તથા સમગ્ર ટીમ દ્વારા બેનમુન આયોજન

રાજકોટના વિશાળ રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે સુપ્રસિધ્‍ધ ભાગવતાચાર્ય પૂ. જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને ચાલતી પવિત્ર ભાગવત કથામાં ગઇકાલે ભાવિકોની ચિક્કાર મેદની વચ્‍ચે કૃષ્‍ણ જન્‍મની ધામધુમપુર્વક ઉજવણી થઇ હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે. આરસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમ પીપરીયા, ભાજપ અગ્રણી શ્રી નિતીનભાઇ ભારદ્વાજ અને વંદનાબેન ભારદ્વાજ, વેરાવળના રઘુવંશી અગ્રણી શ્રી જયકરભાઇ ચોટાઇ, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, લોહાણા મહાજન કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, છબીલભાઇ પોબારૂ, મનિષભાઇ માદેકા, હિરેનભાઇ ખખ્‍ખર, સંદીપભાઇ છોટાળા, શ્રીમતી સ્‍નેહાબેન પોબારૂ, શ્રીમતી સ્‍મિતાબેન પોબારૂ, શ્રીમતી નિકિતાબેન નથવાણી, શ્રીમતી ભાવિનીબેન ખખ્‍ખર, ડો.ત્રિશાંતભાઇ ચોટાઇ, પૂ. જીજ્ઞેશદાદાના ગુરૂજી શ્રી ઉપાધ્‍યાયજી, સ્‍વામી નારાયણ સંપ્રદાયના શ્રી રાધારમણદાસજી, મુનિ વત્‍સલ સ્‍વામી, બાલાજી મંદીરના શ્રી વિવેક સ્‍વામી, દિશીતભાઇ પોબારૂ, નિલેશભાઇ ચંદારાણા સહિતના મહાનુભાવો પવિત્ર કથાનું રસપાન કરતા દ્રશ્‍યમાન થાય છે. કૃષ્‍ણજન્‍મ સમયે પૂ. જીજ્ઞેશદાદાએ નંદલાલને પારણે ઝુલાવી સર્વે ભાવિકો ઉપર આશીર્વાદરૂપી ફુલ વરસાવ્‍યા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે. 

રાજકોટ, તા., ૩૧ :  રાજકોટના વિશાળ રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે વિશ્વ વિખ્‍યાત ભાગવતાચાર્ય પૂ. જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને સર્વજ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે અને તથાસ્‍તુ વિદ્યાપીઠના લાભાર્થે તા. ર એપ્રિલ, ર૦ર૬ ગુરૂવાર સુધી રાત્રે ૮ થી ૧૧ વાગ્‍યા દરમ્‍યાન ભવ્‍ય-દિવ્‍ય શ્રીમદ્‌્‌ ભાગવત મોક્ષગાથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ગઇકાલે ભાવિકોની ચિક્કાર મેદની વચ્‍ચે કૃષ્‍ણ જન્‍મની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને સમગ્ર રેસકોર્ષ મેદાન જાણે ગોકુળીયુ બની ગયું હતું.

‘નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયા લાલકી' ના જયઘોષ સાથે કૃષ્‍ણભકિતનો  મહાસાગર ઘુઘવ્‍યો હતો. ભાવિકોનો ઉત્‍સાહ આસમાને પહોંચી ગયો હતો અને રાસ-ગરબાની રમઝટ સાથે અલૌકીક વાતાવરણ સર્જાયું હતું. હૈયે હૈયું દળાય તેટલી ભાવિકોની ભીડ વચ્‍ચે અત્ર, તત્ર, સર્વત્ર હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો હતો.

પવિત્ર ભાગવત સપ્તાહ-જ્ઞાનયજ્ઞમાં ગઇકાલે  આરસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયા, ભાજપ અગ્રણી શ્રી નિતીનભાઇ ભારદ્વાજ, વેરાવળના રઘુવંશી અગ્રણી શ્રી જયકરભાઇ ચોટાઇ, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, રાજકોટ મ્‍યુનિસીપલ ડેપ્‍યુટી કમિશનરશ્રી મહેશભાઇ જાની, રાજકોટ બાલાજી મંદિરના શ્રી વિવેક સ્‍વામી, સ્‍વામી નારાયણ મંદિરના કોઠારીસ્‍વામી શ્રી રાધારમણદાસજી, મુનિ વત્‍સલ સ્‍વામી, શાષાીજી કનૈયાલાલ ભટ્ટ, અગ્રણીઓ શ્રી મનિષભાઇ માદેકા, હિરેનભાઇ ખખ્‍ખર, સુધીરભાઇ દુબલ, હરીશભાઇ લાખાણી, જયસુખભાઇ ઘોડાસરા, સ્‍મિતભાઇ કનેરીયા, ડો. ત્રિશાંતભાઇ ચોટાઇ, છબીલભાઇ પોબારૂ, સિધ્‍ધાર્થભાઇ પોબારૂ, દિશીતભાઇ પોબારૂ, કલ્‍પેશભાઇ ગણાત્રા, શ્રીમતી ભારતીબેન પુરૂષોતમભાઇ પીપરીયા, શ્રીમતિ રીટાબેન કોટક, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ ભાવિનીબેન ખખ્‍ખર, અશોકભાઇ ભટ્ટ, દેવભાઇ ભટ્ટ, જયેશભાઇ ઉપાધ્‍યાય, જયેશભાઇ દવે, સાગરભાઇ રાવલ, જયપાલસિંહ ઝાલા, ભાવેશભાઇ પંડયા, રાજુભાઇ ફળદુ, શ્રી શ્રી રવિશંકર મહારાજ દ્વારા સ્‍થાપિત આર્ટ ઓફ લિવિંગ સંસ્‍થાના બ્રહ્મચારીશ્રી કૃપાનંદજી, ડો. કિંજલભાઇ ભટ્ટ, દિપકભાઇ પંજાબી, ભૂપેન્‍દ્રસિંહ વાઘેલા, અશોકભાઇ કાથરાણી,  ભારતીબેન કાથરાણી, મહેશભાઇ કારેથા, દિલીપભાઇ મોર, પ્રકાશભાઇ ઉપાધ્‍યાય, નિલેશભાઇ ગણાત્રા સહિતના મહાનુભાવોએ કથાનું રસપાન કરીને પુણ્‍યનું ભાથું બાંધ્‍યું હતું. રાધે...રાધે... પરિવારના શ્રી નિલેશભાઇ ચંદારાણાના નેતૃત્‍વ હેઠળ સમગ્ર કથા દરમ્‍યાન તા. ર એપ્રિલ સુધી સાંજે ૭ વાગ્‍યાથી કથા સ્‍થળ રેસકોર્ષ ખાતે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું સેવાકીય કાર્ય પણ થઇ રહ્યું છે. લાભ લેવા અપીલ પણ કરવામાં આવી છે.

 કથા દરમ્‍યાન તા. ર એપ્રિલ, ર૦૨૬ ગુરૂવાર સુધી રોજ રાત્રે ૮ થી ૧૧ વાગ્‍યા દરમ્‍યાન રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે ભાવિકોનો ભારે ધસારો રહેશે. દરરોજ સાંજે ૬:૩૦ વાગ્‍યા થી ૮ વાગ્‍યા સુધી સુપ્રસિધ્‍ધ કલાકારો-વકતાઓના સંગાથે વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો (શ્રીનાથજી કીર્તન, હાસ્‍યરસ, મોટીવેશન, સ્‍પીચ, શ્રી રામધૂન, સત્‍સંગ સંધ્‍યા, લોક સંગીત) ની પણ વણઝાર રાખવામાં આવી છે.

રાજકોટના વિવિધ મુખ્‍ય વિસ્‍તારોમાંથી ભાવિકો કથા સ્‍થળ રેસકોર્ષ સુધી પહોંચી શકે તે માટે દરરોજ સાંજે સાત વાગ્‍યે ગંગોત્રી ઇન્‍ટરનેશલ સ્‍કુલ તરફથી વિનામુલ્‍યે બસ સેવા પુરી પાડવામાં આવી રહી છે. વિવિધ વિસ્‍તારો જોઇએ તો સ્‍પીડવેલ ચોક, સ્‍વામીનારાયણ ચોક, ડી માર્ટ કુવાડવા રોડ,  ભકિતનગર સર્કલ, આકાશવાણી ચોક, મવડી ચોકડી, જલીયાણ ચોક, રેલનગર ખાતેથી રોજ સાંજે સાત વાગ્‍યે ગંગીત્રી ઇન્‍ટરનેશનલ સ્‍કુલની બસ કથા સ્‍થળ રેસકોર્ષ જવા માટે વિનામુલ્‍યે મળશે તેવું યાદીમાં જણાવાયું છે.

પવિત્ર ભાગવત કથાના ભવ્‍ય-દિવ્‍ય-અલૌકીક આયોજનને સફળ બનાવવા મુખ્‍ય મનોરથીઓ શ્રી રાજુભાઇ પોબારૂ, મનિષભાઇ માદેકા, હિરેનભાઇ ખખ્‍ખર અને સુધીરભાઇ દુબલ સહિત ડો. પુરૂષોતમભાઇ પીપરીયા, એભલભાઇ જલુ, સંદિપભાઇ છોટાળા, અવધેશભાઇ કાનગડ, વિવેકભાઇ કાનગડ, મેહુલકુમાર પરડવા, ભોવાનભાઇ રંગાણી, હરીશકુમાર પાંડે, હરીશભાઇ લાખાણી, મુકેશભાઇ પાબારી, ધુષાભાઇ ધ્રાંગા, નિપુણભાઇ દોશી, ડો. નિશાંતભાઇ ચોટાઇ, શ્રીમતિ રીટાબેન કોટક, ધવલભાઇ કારીયા,  ભાર્ગવભાઇ ઠાકર, નિલેશભાઇ ચંદારાણા, ધવલભાઇ ખખ્‍ખર, ડો. જનકભાઇ ઠક્કર, હિતેનભાઇ પારેખ દક્ષિણી, કલ્‍પેશભાઇ બગડાઇ, શુભમભાઇ રધુરા, અલ્‍કાબેન પટેલ, શ્રી આદિત્‍ય ઝાલા, દર્શીતભાઇ જીવરાજાની, ભાવેશભાઇ રૂપારેલીયા, જીજ્ઞેશભાઇ ભૂપતાણી, હિતેષભાઇ અનડકટ, નિરવભાઇ રાયચુરા, રવિન્‍દ્રભાઇ માણેક, નિહિરભાઇ સોલંકી, સોનલબેન સોમૈયા, ભારતીબેન જાની, મયુરભાઇ નથવાણી, જયેશભાઇ કક્કડ, કપિલભાઇ ગણાત્રા, ભાવિકભાઇ જોષી, ભાવિકભાઇ એરડા સહિતના ટીમ મેમ્‍બર્સ ભારે જહેમત ઉઠાવી રહયા છે.

(3:24 PM IST)