News of Tuesday, 31st March 2026
વિદ્યાર્થીઓ દ્વારા સૈનિકોના કલ્યાણ નિધિમાં ચેક અર્પણ

રાજકોટઃ શ્રી પી. એન્ડ ટી.વી શેઠ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ખર્ચમાં બચત કરી આપણા સૈનિકોના કલ્યાણ નિધી માટે ઉ.મા. વિભાગમાં સીમાબેન પટેલ, એમ.ડી. જારીયા તથા માધ્યમિક વિભાગમાં શ્વેતાબેન પરમાર તેમજ અન્ય શિક્ષકગણની મદદથી ફંડ એકત્રીત કરવામાં આવ્યું હતું કલેકટરશ્રી ઓમપ્રકાશને એકત્રીત થયેલ રૂા.પ૧,પપ૧/- નો ચેક શાળાના વિદ્યાર્થી પ્રતિનિધીઓ પ્રતિક દાફડા, રાઠોડ દેવરાજ, ચૈત્રણીયા ધૂમીલ, રફાઇ હુશેન, જીવરાની હસનેન, સુજલ ગોહેલ, સરધારા હેમાંગની સાથે શાળાના આચાર્ય ડો. તુષાર પંડયાએ અર્પણ કયો હતો.
(3:25 PM IST)










