News of Tuesday, 31st March 2026
રાજકોટ ચેમ્બર દ્વારા શ્રીભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતી નિમિતે યોજાયેલ શોભાયાત્રાનું સ્વાગત

જૈનમ અને સમગ્ર જૈન સમાજ દ્વારા રાજકોટ ખાતે શ્રીભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતીની રંગે ચંગે ઉજવણી કરવામાં આવેલ. આ તકે શહેરમાં ભવ્યાતિભવ્ય અને વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શ્રધ્ધાળુઓ, મુની ભગવંતો અને શ્રાવકો હર્ષ-ઉલ્લાસથી જોડાયેલ.
આ પ્રસંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ, વ્યવસ્થાપક સમિતિના સભ્યશ્રી નિલેશભાઈ ભલાણી, શ્રી રાજેશભાઈ જુંજા, શ્રી સત્યેનભાઈ પટેલ દ્વારા શ્રીભગવાન મહાવીર સ્વામીની યોજાયેલ વિશાળ શોભાયાત્રાનું ઉત્સાહ પુર્વક હર વર્ષની જેમ અભિવાદન કરવામાં આવેલ હતું. તેમ રાજકોટ ચેમ્બ૨ની અખબારી યાદીમાં જણાવેલ છે
(3:29 PM IST)










