<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

સનાતની હિન્‍દુઓના હૃદયસમ્રાટ, કષ્ટહર્તા, જાગતા દેવ શ્રી હનુમાનજી મહારાજની ભુમિ અવતરણની આગવી ઝાંખી

સંકટ કટે મિટૈ સબ પીરા ાા જો સુમિરૈ હનુમત બલબીરા ાા : ધાર્મિક ગ્રંથોના મતે શ્રી હનુમાનજી સંપૂર્ણ જ્ઞાની બનવા સૂર્યદેવની સુપુત્રી સવર્ચલા સાથે લગ્નથી બંધાયેલા તેમ છતા તેઓ અખંડ બ્રહ્મચારી રહેલઃ શ્રી હનુમાનજીના લગ્ન આંધ્રપ્રદેશના ખમ્‍મમ ગામે એક વિશાળ મંદિરમાં થયેલ, જે પ્રાચીન મંદિર આજે પણ હયાત છે, ત્‍યાના લોકો શ્રી હનુમાનજીની લગ્ન તિથીની ઉજવણી કરે છે : હિન્‍દુ ધર્મના અતિ પુરાણા ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ મુજબ ભગવાન શિવ એમના ૧૧ માં રૂદ્રરૂપમાં વાનર સ્‍વરૂપે અવતરેલા જેને જગતના હિન્‍દુઓ શ્રી હનુમાનજી સ્‍વરૂપે અતિ પ્રેમ અને ભાવથી સતત પૂજન અર્ચના કરે છે

હનુમાનજીના જન્‍મ સ્‍થળ અંગે દેશના અનેક રાજ્‍યની પ્રજા હનુમાનજી પોતાના પ્રદેશમાં જન્‍મેલ છે તેવો દાવો કરે છેઃ જેમાં આપણા ગુજરાતનો ડાંગ જીલ્લો પણ દાવેદાર છેઃ સૌથી મજબુત દાવેદાર આંધ્ર અને કર્ણાટક રાજ્‍ય છેઃ આ વિવાદ ઉકેલવા માટે કર્ણાટક સરકારે વૈદિક તજજ્ઞની કમીટીની રચના  કરી છે  : અતિ જ્ઞાન, પ્રચંડ શકિત, તીવ્ર બુધ્‍ધિ અને અતિ સાહસીકતાનો ભવ્‍ય સંગમ હનુમાનજી છેઃ જેથી રૂષિ મુનીએ આ લીલા વર્ણન કરતા અદ્‌ભૂત અને ભવ્‍ય ગ્રંથનું નામ

સુંદરકાંડ આપ્‍યુ છે : વેદોમાં રામાયણમાં અને ધર્મગ્રંથમાં હનુમાનને દેવ નહી પણ રામભક્‍ત ગણાવેલ છે : ધાર્મિક બાબતોના અભ્‍યાસુઓ જણાવે છે કે શ્રી હનુમાનજીને દેવ તરીકે પુજા કરવાનો આરંભ ઈ.સ. ૭૦૦ની આસપાસ થયેલ :  હનુમાનજીની અતિ પ્રાચીન મુર્તિ યુ.પી.ના ઝાંસી નજીકના ગામ દેવગઢથી મળેલ, તે લાલ પથ્‍થરની હતી, ઈ.સ. ૫૦૦ પછીની હોવાનું અનુમાન છે : ત્‍યારથી તેઓ દેવ તરીકે પુજાતા હોવાનું અનુમાન  : અખંડ ભારત ભુમિના સાત ચિરંજીવીઓમાં જેમનો સમાવેશ છે એવા અનંત રામ ભક્‍ત વિર હનુમાનનું ધર્મ શાષામાં ઉલ્લેખ મુજબ ચૈત્રી સુદ પુનમના શુભ દિવસે ભારતની

અતિ પવિત્ર ભુમી ઉપર અવતરણ થયેલ

|| તુમ રક્ષક કાહુકો ડરના ||

હનુમાન ભકતોમાં જયંતિની ઉજવણી કરવા અતિ અનેરો આનંદ અને ઉત્‍સાહ છે. સમગ્ર ભારતના સનાતન ધર્મમાં જેમના નામ, કામ, બુધ્‍ધિ, શકિતનાગુણગાન  ગવાયા છે એવા રામ ભક્‍ત અજર અમર છે. તા. રજીને ગુરૂવારે એમનો શુભ અવતરણ દિવસ છે. ત્‍યારે હનુમાનજીના  જન્‍મ સ્‍થળ અંગે દેશમાં વિવિધ મતો પ્રવર્તી રહ્યા છે. અનેક લોકવાયકા છે. પણ જન્‍મ દિવસ અંગે એકસૂત્રતા છે. સમગ્ર હિન્‍દુના કષ્ટભંજન હનુમાનજીનો જન્‍મ ચૈત્રસુદ પુનમના દિવસે થયાનો શાષાોમાં ઉલ્લેખ છે.

ચૈત્ર સુદ પુનમના દિવસે સમગ્ર ભારતમાં નાના ગામડા થી મોટા શહેરમાં હનુમાન દાદાનો જન્‍મ દિવસ ખૂબ જ ભાવ, શ્રધ્‍ધા, અને ઉત્‍સાહપૂર્વક જન્‍મ જયંતી તરીકે ઉજવાય છે.

સંકટ મોચન અને જાગતા દેવ હનુમાનજી અને ભગવાન રામની કથા અંગે ભારતભરના વિવિધ જ્ઞાતિ અને જાતિના લોકો ખુબ જ જાણકાર છે વિવિધ સંતોના ધર્મના જ્ઞાન અંગેના પુસ્‍તકોમાં શ્રી હનુમાનજીની શકિત, શ્રધ્‍ધા, જ્ઞાન અંગે અદુભત અને જાણવા જેવું આલેખન છે. હનુમાનજી અતિ વિધ્‍વાન, અતિ શકિતશાળી અને બુધ્‍ધિશાળી હતા જેને કારણે ભગવાન રામની જેમ તેમનું નામ પણ લોકોના અંતરમાં વસેલું છે.  તેઓએ શકિત અને બુધ્‍ધિથી રામના જે કાર્યો કરેલ ે તેની ધર્મ શાષાોએ અમર નોંધ લીધી છે.

સુગ્રીવજીએ હનુમાનજીને તેમની શકિત, સમજણ અને બુધ્‍ધિથી આકર્ષાય તેમના મંત્રી મંડળમાં આગવું સ્‍થાન આપેલ, વાલી વધના કારણે અંગદ સુગ્રીવનો જાની દુશ્‍મન બની ગયેલ અને સુગ્રીવ અને તેની સતાને ખતમ કરવા તૈયાર થયેલ આવા અતિ વિકટ સમયે શ્રી હનુમાનજીએ શાંતી અને બુધ્‍ધિથી અંગદને શાંત કરી શાંતી સ્‍થાપેલ.

સુંદરકાંડમાં જે હનુમાનજીની લીલા છે તે પ્રભુ અને તપસ્‍વી મુનીઓને અતિ સુંદર લાગે છે જેને કારણે ઘર ઘર થતા આ પાઠનું નામ સુંદર કાંડ રખાયેલું છે

માતા સીતાની શોધમાં હનુમાનજી લંકામાં રાવણની ભવ્‍ય અશોક વાટીકામાં પહોંચે છે. અહીં સીતા માતાને પોતે રામદુત છે તેવો વિશ્વાસ અપાવવા બાગના એક વિશાળ ઝાડ પાછળ છુપાઈને માતાજી સાંભળે તેમ રઘુરાજ અને રાજા દથરથના ગુણ ગાય છે. આ બુધ્‍ધિ ગમ્‍ય વહેવારથી શ્રી હનુમાનજીએ સીતા માતાનો વિશ્વાસ હાંસલ કરેલ.

ભગવાન શીવ તેમના ૧૧ માં રૂદ્ર રૂપમાં વાનર રૂપે અવતરેલા જેને જગત હનુમાનજી તરીકે પુજે છે.

સમગ્ર ભારતમાં એક પ્રચલીત લોકવાયકા છે કે જે જગ્‍યાએ રામકથા, રામધુન, રામભકિત થતી હોય ત્‍યાં હનુમાનજી ગુપ્ત રીતે આવી ઉભા રહીને ભગવાન રામના ગુણગાન સાંભળે છે. શ્રી રામે હનુમાનજીને વચન આપેલ કે જયાં સુધી પળથ્‍વી લોક ઉપર રામભકિત થતી રહેશે ત્‍યાં સુધી હનુમાનજી વિદ્યમાન રહેશે અને હનુમાનજીની કિર્તી અનંત રહેશે.

હનુમાનજી આજીવન બ્રહ્મચારી હતાં તેમ છતાં તેમના લગ્ન પૂર્ણ વિદ્યા પ્રાપ્ત કરવા થયાનું વિવિધ શાષાોમાં ઉલ્લેખ છે. હનુમાનજીએ સુર્યદેવને ગુરૂ સ્‍થાપેલ અને તેમની પાસેથી ૯ પ્રકારની અતી દિવ્‍ય ભકિત ને શક્‍તિ પ્રાપ્ત કરવાનો સંકલ્‍પ કરેલ. જેમાંથી સૂર્યદેવના ભ્રમર સાથે પાંચ પ્રકારની વિધા પ્રાપ્ત કરી લીધેલ. સુંર્ય દેવ ભગવાનના જણાવ્‍યા મુજબ બાકીના ચાર પ્રકારનું વિધા જ્ઞાન માત્ર તેઓ વિવાહીત વ્‍યકિતને  આપી શકે છે  તેવું જણાવાતા  હનુમાનજીને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા દિવ્‍ય ભગવાન સુચન કરેલ કે તેઓ લગ્ન કરી લ્‍યે અને હનુમાનજીએ પૂર્ણ જ્ઞાન પ્રાપ્તિ માટે સુર્ય દેવની અતિ તેજસ્‍વી પુત્રી સુવર્ચલા સાથે લગ્ન કરેલા. હનુમાનજીએ સુયૅદેવ પાસેથી સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરેલ તેમ છતાં પણ શાષાોના જણાવ્‍યા મુજબ હનુમાનજીએ સુવર્ચલા સાથે લગ્ન કરવા છતાં તેઓ આજીવન શુધ્‍ધ બ્રહ્મચારી રહેલ. ધાર્મિક ઈતિહાસકારોના મતે શ્રી હનુમાનજીના લગ્ન આંધ્રપ્રદેશના ખમ્‍મમ ગામે એક વિશાળ મંદિરમાં થયેલા જે પ્રાચીન મંદિર આજપણ હયાત છે.  અહીં ભગવાનના લગ્ન મહોત્‍સવની તીથી ઉજવવામાં આવે છે.

આપણો દેશ સદીઓથી સનાતન હિંદુ ધર્મ અને તેની સંસ્‍કળતિના અતિ મજબુત પાયા પર ઉભો છે. દેશ અને ધર્મ ઉપર અનેક ધાર્મિક ઝનૂની, તાકાતવર હુમલા પછી પણ દેશની હિંદુ સંસ્‍કળતિ અને સનાતન ધર્મ અનંત ને અડગ છે.

વિવિધ જન આંદોલન બાદ અતિ લાંબાગાળાની અદાલતની પ્રક્રિયા બાદ શ્રીરામ જન્‍મભૂમિના પ્રશ્‍નનો સુખદ અંત આવેલ છે ત્‍યાં રામ ભકત શ્રી હનુમાનજીના જન્‍મ સ્‍થળ અંગે બે રાજ્‍ય વચ્‍ચે મતભેદ અને વિવાદે જોર પકડેલ છે. એવું સમાચાર માધ્‍યમ મારફત જાણવા મળેલ છે.

શ્રી હનુમાનજીના ભકતો દાદાને સતત જાગતા અને ભય રક્ષક દેવ તરીકે પુજન કરે છે. સમગ્ર દેશમાં દરેક ગામ અને શહેરમાં શ્રી હનુમાનજી દાદાની ડેરી, મંદિર અચુક જોવા મળશે. જાણકારોના મતે સુરેન્‍દ્રનગર શહેરમાં શ્રી હનુમાન દાદાની નાની મોટી ડેરીઓ અને મંદિરો છે, તેટલા દેશના અન્‍ય કોઈ શહેરમાં જોવા મળશે નહી.

સમગ્ર દેશમાં અને વિદેશમાં રહેતા કરોડો ધર્મ પ્રેમીઓ શ્રી હનુમાનજી દાદામાં અનંત શ્રધ્‍ધાસદ ભકિત કરે છે.

આ અગાઉ શ્રી હનુમાનજી પુરૂષ હતા કે વાનર, કુંવારા હતા કે પરણીત હતા, એવો વિવાદ ચાલેલ. તો તાજેતરમાં શ્રી હનુમાનજીના જન્‍મ સ્‍થળ અંગે કર્ણાટક અને આંધ્રપ્રદેશના હનુમાન ભકતો વચ્‍ચે માટે ઉગ્ર વિવાદ ઉભો થયેલ છે.

કર્ણાટક રાજ્‍યનો દાવો છે કે શ્રી હનુમાનજીનો જન્‍મ રાજ્‍યના ગોકર્ણ ખાતે થયેલ. સામે આંધ્ર પ્રદેશનો દાવો છે કે શ્રી હનુમાનજીનો જન્‍મ તિરૂપતીની સાત પહાડીઓ પૈકી એક અંજના નામની પહાડી ઉપર થયેલ. જેથી તિરૂપતી દેવસ્‍થાને એક નિષ્‍ણાંતોની વૈદીક સમિતિની રચના કરી જન્‍મ સ્‍થળ અંગે અહેવાલ આપવા જણાવેલ છે. દેશના અલગ અલગ ભાષાના પૌરાણિક ગ્રંથોમાં શ્રી હનુમાનજીના જન્‍મ સ્‍થળ અંગે અલગ અલગ વર્ણનો છે. જેથી દેશના અનેક રાજ્‍ય શ્રી હનુમાનજીનો જન્‍મ પોતાના રાજ્‍યમાં થયેલ છે એવા દાવા કરે છે. વિવિધ રાજ્‍યમાં શ્રી હનુમાનજી પવનપુત્ર, બજરંગ, કેસરીનંદન અને મારૂત જેવા અનેક નામે પૂજાય છે . મધ્‍ય પ્રદેશના એક પ્રાંતના કોકુસ જાતીના લોકો દ્રઢપણે માને છે કે તેઓ હનુમાનજીના વંશજ છીએ. શ્રી હનુમાનજીના જન્‍મ અંગે દેશના વિવિધ ભાગોમાં અનેક કથાઓ અને દંત કથાઓ સાંભળવા મળે છે.

મધ્‍યપ્રદેશના કોકુસ નામની જાતીના લોકો દ્રઢતાથી જણાવે છે કે વર્તમાન રાંચી જીલ્લાના અંજન નામના ગામમાંજ હનુમાનજીનો જન્‍મ થયેલ, તો કર્ણાટકની પ્રજા એવો દાવો કરે છે કે શ્રી હનુમાનજીનો જન્‍મ વેધારીના હામ્‍પી નામના ગામમાં થયેલ છે. ગુજરાતના ડાંગ જીલ્લાના આદિવાસીઓનો દાવો છે કે શ્રી હનુમાનજીનો જન્‍મ અહીંની એક ગુફામાં થયો હતો.  આ ગુફા અંજની ગુફા નામે ખૂબજ જાણીતી છે. આમ શ્રી હનુમાનજીના જન્‍મ સ્‍થળ અને નામો અંગે અનેક લોકવાયકા ચાલે છે.

હનુમાનજીનો જન્‍મ વાયુદેવ અને વાનર માતા અંજનીના સંગાથથી થયેલ છે. રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે એક મહાયજ્ઞ કરાવેલ અને આ યજ્ઞમાં ઋષીએ અગ્નિદેવ પાસેથી જે પ્રસાદ મળવેલ અને આ પ્રસાદ ત્રણે રાણીઓને વહેંચી આપેલ. તે પૈકી રાણી કૈકેયીના ભાગનો પ્રસાદનો પડીયો. સમડી પગથી ઉપાડી ગયેલ અને આ પ્રસાદનો પડીયો સમડીના પગમાંથી છુટી જતા એક પર્વત ઉપર પડેલ ત્‍યા અંજની તપમાં હતી અને વાયુદેવે આ પ્રસાદ ઝીલીને અંજનીને આપેલ અને અંજનીએ આ પ્રસાદ આરોગતા તેમને જે પુત્ર જન્‍મેલ તે હનુમાન છે.

હનુમાનજીના અનેક નામો અર્થ જોઇએ તો... મારૂતી એટલે કે એ પવનની ઝડપે ઉડી શકતા જેથી તેને પવનપુત્ર ગણાય છે. મુળ નામ વ્રજંગ હતું, એનો એવો અર્થ થાય કે અતિ મજબુત અંગ ધારણ કરનાર અને આ નામ સમય જતા અપભ્રંશ થઇ બજરંગ થઈ ગયેલ. હનુમાન નામ એટલા માટે પડયું છે કે એમનું ડાબું હનુ એટલે કે ‘જડબું' ભાંગી ગયેલ, એટલે શ્રી હનુમાન અનેક નામોમાં રામભકત નામ ખૂબજ પ્રચલીત છે. આ અંગેની કથા લાંબી અને જાણીતી છે. વેદોમાં રામાયણમાં અને ધર્મગ્રંથમાં હનુમાનને દેવ નહી પણ રામભકત ગણાવેલ છે. ધાર્મિક બાબતોના અભ્‍યાસુઓ જણાવે છે કે શ્રી હનુમાનજીને દેવ તરીકે પુજા કરવાનો આરંભ ઈ.સ. ૭૦૦ની આસપાસ થયેલ.  શ્રી હનુમાનજીની અતિ પ્રાચીન મુર્તિ યુ.પી.ના ઝાંસી નજીકના ગામ દેવગઢથી મળેલ છે અને તે લાલ પથ્‍થરની હતી. તે ઇ.સ. ૫૦૦ પછીની હોવાનું અનુમાન છે, જેથી શ્રી હનુમાનજીને ત્‍યારથી દેવ તરીકે પુજાતા હોવાનું  પણ અનુમાન છે.   દેશ સિવાય વિદેશમાં ઈન્‍ડોનેશીયા, ફીઝી, સુરીનામ, મોરીશિયસ જેવા દેશમાં શ્રી હનુમાનજીના ફોટો વાળી ટીકીટો અને વિવિધ મેટલના સિકકા બહાર પાડવામાં આવેલ. જાણકારોનું એવું માનવું છે કે હજારો વર્ષ પહેલા ભારતીય સાહસીકો આ દેશમાં વેપાર માટે ગયા હશે તે સમયે હિંમત અને ડર દુર કરવા શ્રી હનુમાનજીની સ્‍મળતિ સાથે લઇ ગયા હશે. જેથી પરદેશમાં પણ હનુમાન દાદા જાણીતા બન્‍યા હશે. ટુંકમાં આપણા કષ્ટભંજન હનુમાન દાદા દેશ-વિદેશમાં વંદનીય અને પૂજનીય તો છે જ.

 શ્રી હનુમાનજી અતિ બળવાન હોવા સાથે અતિ બુદ્ધીશાળી અને દિર્ધદ્રષ્‍ટિવાળા હતા. શ્રી રામ લંકા વિજય બાદ અયોધ્‍યામાં વિજય ઉત્‍સવની ઉજવણીમાં હીરા, ઝવેરાત ઇનામ રૂપે વિતરણ કરતા હતા ત્‍યારે શ્રી રામે હનુમાનજીને પૂછેલ કે તમને ભેટમાં શું આપું? તે સમયે શ્રી હનુમાનજીએ પળથ્‍વી ઉપર જયાં સુધી રામનું નામ જપાતું રહે તે એક એક જપ હું સાંભળતો રહું, તેવું  વચન મેળવી શ્રી હનુમાનજી અમર બની ગયા. 

-:: સંકલન :-

તખ્‍તસિંહ (તખુભા) રાઠોડ

મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦

(3:50 PM IST)