<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

મનપાના તમામ વોર્ડની કાલે આખરી મતદાર યાદી પ્રસિધ્‍ધ થશે

રાજકોટ, તા. ૩૧ : શહેરમાં સમાવિષ્ટ વિધાનસભા મતવિસ્‍તાર(૧). ૬૭-વાંકાનેર (આંશિક) (૨).૬૮-રાજકોટ-પૂર્વ (૩). ૬૯-રાજકોટ-પヘમિ (૪). ૭૦-રાજકોટ-દક્ષિણ (૫),૭૧-રાજકોટ-ગ્રામ્‍ય (આંશિક)ની તા.૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ના ના રોજ આખરી પ્રસિદ્ધ થયેલ મતદાર યાદી પરથી તા.૦૧ જાન્‍યુ.૨૦૨૬ના લાયકાતના સંદર્ભમાં રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નંબર ૧ જાન્‍યુ. ર૦ર૬ની મતદાર યાદી તા.૦૧ એપ્રિલ ના  આખરી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

આ મતદાર યાદીઓ મહાનગર પાલિકાની ચૂંટણી શાખા, રૂમ નંબર-૧૧, ત્રીજો માળ, ૅડો.આંબેડકર ભવનૅરાજકોટ મહાનગરપાલિકા ખાતે તેમજ વોર્ડ નંબર ૧ થી ૧૮ની (મુખ્‍ય વોર્ડ ઓફિસ)ખાતે તેમજ જાહેર જનતા જોઈ શકે તે સારું ઉપલબ્‍ધ રાખવામાં આવેલ છે, જે મતદારો પોતાના નામ સંબંધેની વિગત જોવા માંગતા હોઈ તેઓ ઉક્‍ત સ્‍થળે પોતાના નામ અંગેની વિગતો જાણી શકશે જેની નોંધ લેવા જાહેર જનતાને અનુરોધ છે. 

(3:54 PM IST)