<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

જયશ્રી રામ...કાલે ગોંડલમાં ભવ્‍ય શોભાયાત્રા

હનુમાન જન્‍મોત્‍સવ નિમિતે વિ.હી.પ., બજરંગદળ અને દુર્ગાવાહિનીના સંયુકત ઉપક્રમે શોભાયાત્રાનું આયોજન : દીકરીઓ બુલેટમાં તલવાર સાથે શોભાયાત્રામાં જોડાશે, ભગવાન શ્રીરામ અને હનુમાનદાદાના મુખ્‍ય રથ સાથે કાર અને બાઇકમાં ભાવિકો જોડાશે, સંતો મહંતો આશીર્વચન પાઠવશેઃ મહાઆરતી, મહાપ્રસાદનું પણ આયોજન

રાજકોટઃ ગોંડલ શહેરમાં પાવન હનુમાન જન્‍મોત્‍સવના અવસરે વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગ દળ-ગોંડલ તેમજ દુર્ગા વાહિનીના સંયુક્‍ત ઉપક્રમે સતત ૧૭મા વર્ષ માટે ભવ્‍ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ધાર્મિક, સાંસ્‍કળતિક અને આઘ્‍યાત્‍મિક મહોત્‍સવ તા. ૨ એપ્રિલ   ગુરુવારે સવારે ૮ કલાકે ભવ્‍ય રીતે પ્રારંભ થશે. જે સમગ્ર શહેરને ભક્‍તિમય માહોલમાં રંગી દેશે.

શોભાયાત્રાનું પ્રસ્‍થાન શહેરના ત્રિકોણીયા નજીક આવેલ શ્રી અમર રામભક્‍ત હનુમાનજી મંદિરથી કરવામાં આવશે. યાત્રા બસ સ્‍ટેન્‍ડ રોડ, વછેરા વાડા મેઈન રોડ, ગુંદાળા દરવાજો, જેલ ચોક, ભુરાબાવાનો ચોરો, નાની બજાર, માંડવી ચોક, વેરી દરવાજો, કડીયા લાઈન અને ડૉ. આંબેડકર ચોક સહિત શહેરના મુખ્‍ય માર્ગો પરથી પસાર થશે. સમગ્ર માર્ગ દરમિયાન ભક્‍તિગીતો, ઢોલ-નગારા અને જયઘોષ સાથે ભાવિકોમાં ઉત્‍સાહ અને શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જાશે.

આ ભવ્‍ય શોભાયાત્રામાં આકર્ષક થીમ આધારિત ફ્‌લોટ્‍સ, સુશોભિત વાહનો, ઘાર્મિક ઝાંખીઓ તથા મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. યાત્રા માર્ગ પર વિવિધ સ્‍થળોએ ઠંડાપીણાંના સ્‍ટોલ, સેવા કેમ્‍પ તથા અન્‍ય સેવાકીય પ્રવળત્તિઓનું આયોજન કરવામાં આવ્‍યુ છે, યાત્રાનું સમાપન દેવપરા ખાતે પોસ્‍ટ ઓફિસ નજીક આવેલ શ્રી તરકોશી હનુમાનજી મંદિરે  બપોરે ૧૨  કલાકે મહા આરતી અને મહા પ્રસાદ સાથે કરવામાં આવશે. આ શોભાયાત્રામાં અંદાજે ૧૫ હજારથી વધુ ભક્‍તો ઉમટશે. મુખ્‍ય આકર્ષણરૂપે હનુમાનજીનો ભવ્‍ય રથ તથા ભગવાન શ્રી રામચંદ્રજીનો સુશોભિત રથ, આશરે ૧ હજાર બાઈકોની રેલી, ૩૦૦થી વધુ કારો, દુર્ગા વાહિની દ્વારા તલવાર રાસ, વિવિધ ફ્‌લોટ્‍સ, ડીજે, ફાયર શો સહિતના વિશાળ આયોજન કરવામાં આવ્‍યા છે.

આ પ્રસંગે  પૂ. જયરામદાસબાપુ, પૂ. સીતારામબાપુ, પૂ. ડો. રવિદર્શનજી વ્‍યાસ, પૂ. રાજુબાપુ અગ્રાવત, પૂ. ગોરઘનદાસબાપુ, પૂ. સરજુ રવામી, પૂ. શ્રીહરી સ્‍વામી, પૂ. શામળદાસજીબાપુ,પૂ. રમેશાનંદગીરીબાપુ, પૂ. ચંદબાપુ, પૂ. ગૌત્તમગીરી ગૌરવામી, પૂ. અતુલબાપુ, પૂ. ચંદુબાપુ અગ્રાવત, પૂ. ચંદુભાઈ પટેલ, પૂ. રામદાસબાપુ તથા પૂ. બાલકદાસ બાપુ  આશીર્વચન આપશે.

ધર્મેન્‍દ્રભાઈ રાજાણી, વિભાગ સંપર્ક પ્રમુખ હિરેનભાઈ ડાભી વિભાગ અધ્‍યક્ષ બજરંગ દળ, પ્રતિકભાઈ રાઠોડ જીલ્લા સહ મંત્રી વી.એચ.પી. પૂર્વીબેન શુકલ. સૌરાષ્‍ટ્ર પ્રાંત કાર્યકારીણી, યજ્ઞેશભાઈ પંડયા-જીલ્લા ધર્માચાર્ય પ્રમુખ , વૈશાલીબેન નિર્મળ-જીલ્લા સંયોજીડા, માતળશક્‍તિ જયભાઈ ખઢેરીયા જીલ્લા સહ સંયોજક

બજરંગ દળ તેમજ સુનિલભાઈ બરોથીયા (અધ્‍યક્ષ. વી.એચ.પી. ગોંડલ), યોગેન્‍દ્રભાઈ જોષી (મંત્રી), હિતેષભાઈ શીંગાળા (ઉપાધ્‍યક્ષ), દિવ્‍યેશભાઈ સાવલિયા (સંયોજક, બજરંગ દળ) તેમજ પ્રતિકભાઈ ડોબરીયા, લોમશભાઈ ગોવાણી, મિલનભાઈ ડાભી,રોનિતભાઈ તન્ના અને પાર્થભાઈ પરમાર, સંકેતભાઈ ટોળીયા સહિતના કાર્યકરો સક્રિય રીતે જોડાયેલા છે. હોવાનું પાહીમાં જણાવાયું હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે રમેશભાઈ ઘડુક (ઉપાધ્‍યક્ષ, પ્રદેશ ભાજપ), ગીતાબા જયરાજસિંહ જાડેજા (ધારાસભ્‍ય, ગોંડલ), યુવા અગ્રણી ગણેશભાઈ ગોંડલ, માંઘાતા ગ્રુપના સ્‍થાપક ભુપતભાઈ ડાભી, અલ્‍પેશભાઈ ઢોલરીયા (ચેરમેન, માર્કેટ યાર્ડ), ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, અશોકભાઈ પીપળીયા, પ્રફુલભાઈ ટોળીયા (જિલ્લા ભાજપ ઉપપ્રમુખ) પૂર્વ  નગરપાલિકા પ્રમુખ ચંદુભાઈ ડાભી, ગોપાલભાઈ ભુવા, રામીર કોટડીયા, લક્ષ્મણભાઈ પટેલ, રસિકભાઈ મારકણા, ગીરધરભાઈ રૈયાણી, મનસુખભાઈ પટેલ, ઘનસુખભાઈ નંદાણીયા, ધવલભાઈ સાવલીયા, જીગરભાઈ સાટોડીયા, મેહુલભાઈ ખાખરીયા, ટીનુભા ઝાલા, બ્રિજરાજસિંહ જાડેજા ઉપસ્‍થિત રહેશે. ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે. 

તસ્‍વીરમાં  હિરેનભાઈ ડાભી, ઘર્મેન્‍દ્રભાઈ રાજાણી, મહેશભાઈ ગોહેલ, સુનિલભાઈ બરોચીયા, યોગેન્‍દ્રભાઈ જોશી, હિતેશભાઈ શિંગાળા, રશ્‍મિનભાઈ અગ્રાવત, સાગરભાઈ કાચા  નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(11:50 AM IST)