News of Wednesday, 1st April 2026
રાજકોટમાં RMCની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા આરંભ : બે દિવસમાં ત્રણ અલગ-અલગ ઝોન મુજબ હાથ ધરાશે
9 જેટલા નિરીક્ષકો 18 વોર્ડોમાં જઈને દાવેદારોની સુનાવણી:પૂર્વ મેયર નયના પેઢડિયા સહિત પૂર્વ કોર્પોરેટરોએ પણ પોતાનું દાવેદારી નોંધાવી

રાજકોટમાં RMCની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા આરંભ થઇ છે, જે બે દિવસમાં ત્રણ અલગ-અલગ ઝોન મુજબ હાથ ધરાશે. 9 જેટલા નિરીક્ષકો 18 વોર્ડોમાં જઈને દાવેદારોની સુનાવણી કરશે અને તેમને ટોળાશાહી ન કરવાની કડક સૂચના આપવામાં આવી છે. વિવિધ વોર્ડોમાં દાવેદારોની નોંધણી ચાલી રહી છે, જેમાં એક જ વોર્ડમાંથી 50થી 100 જેટલા ઉમેદવારોએ આવેદન પાઠવ્યા છે. પૂર્વ મેયર નયના પેઢડિયા સહિત પૂર્વ કોર્પોરેટરોએ પણ પોતાનું દાવેદારી નોંધાવી છે. નિરીક્ષકો દ્વારા ત્રણ નામોની પેનલ તૈયાર કરી તેને ચૂંટણી સમિતીને સોંપવામાં આવશે, અને અંતે ચૂંટણી સમિતિ જ ઉમેદવારીના આખરી નામો જાહેર કરશે.
(4:11 PM IST)










