તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st April 2026
બે'દિ પછી યાર્ડ ખુલતા ચણાની ૭૫ હજાર મણની જંગી આવક
યાર્ડ પાસે વિવિધ જણસી ભરેલા ૧૧૫૦થી વધુ વાહનોની કતારો લાગી

રાજકોટઃ માર્ચ એન્ડીંગના કારણે રાજકોટ યાર્ડ બે'દિ બંધ રહયા બાદ આજે ખુલતાની સાથે જ ચણાની ૭૫ હજાર મણની જંગી આવક થઇ હતી. વિવિધ જણસી ભરેલા ૧૧૫૦થી વધુ વાહનોની યાર્ડ પાસે લાંબી કતારો લાગી હતી. યાર્ડમાં આજે ચણા ઉપરાંત જીરૂની ૭૬૦૦ મણ, મગફળી ૨૭૦૦ મણ, લસણ ૭૦૦૦ મણ, રાયડો ૧૦,૨૦૦ મણ, વટાણા ૬૩૦૦ મણ, કપાસ ૩૧૦૦ મણ, સીંગફાળા ૩૬૦૦ મણ તથા સફેદ તલની ૩૫૦૦ મણની આવક થઇ હતી. યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, વાઇસ ચેરમેન, ડીરેકટરો તથા સ્ટાફ દ્વારા ઉતરાઇની વ્યવસ્થા કરવામાં આવી હતી.
(1:46 PM IST)










