<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

ધારાસભ્ય ઉદય કાનગડના જનસેવા કાર્યાલયે શનિવારથી RTE ફોર્મ ભરવા નિઃશુલ્ક કેમ્પ

 

રાજકોટ, તા.૧: ભારતમાં શિક્ષણને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપવામાં આવી છે. રાઇટ ટૂ એજ્યુકેશન મુજબ દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. રાઇટ ટૂ એજ્યુકેશન એટલે ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો કાયદો. આ કાયદો ૧ એપ્રિલ ૨૦૧૦થી લાગુ થયો. દર વર્ષે સરકાર RTE માટે ઓનલાઈન ફોર્મ બહાર પાડે છે. બાળકના માતા-પિતા ફોર્મ ભરી શકે પછી લોટરી સિસ્ટમથી પસંદગી થાય છે,  પસંદગી બાદ શાળામાં એડમિશન મળે છે

આગામી તા. ૪ એપ્રિલથી RTE ફોર્મ ભરવાની શરૂઆત થતી હોય વિધાનસભા ૬૮ના લોકપ્રિય ધારાસભ્ય  ઉદય કાનગડના માર્ગદર્શન હેઠળ વિધાનસભા ૬૮ જનસેવા કાર્યાલય, ક્રિસ્ટલ કોમ્પ્લેકસ બાલક હનુમાન મંદિર પાસે પેડક રોડ ખાતે રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત પ્રવેશ માટેના ફોર્મ તા.૪ એપ્રિલ થી ૧૭ એપ્રિલ સુધી સંપૂર્ણ નિશુલ્ક ભરવામાં આવશે.

આ તકે ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવ્યું હતું કે રાઈટ ટુ એજ્યુકેશન યોજના   શિક્ષણનો અધિકાર, દરેક બાળકનો હક છે ત્યારે  રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં ૨૫્રુ બેઠકો નબળા અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવામાં આવે છે. આ યોજના દ્વારા સમાજના દરેક વર્ગના બાળકોને સમાન શિક્ષણનો અધિકાર સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

રાઇટ ટુ એજ્યુકેશનના ફોર્મ ભરવાની તા. ૪ એપ્રિલ થી ૧૭ એપ્રિલ હોય નિયમોનુસાર જરૂરિયાત મંદોએ તમામ જરૂરી દસ્તાવેજો સાથે રાખવાના રહેશે  તેમજ ધારાસભ્ય ઉદય કાનગડ જન સેવા કાર્યાલય, ક્રિસ્ટલ કોમ્પ્લેકસ બાલક હનુમાન મંદિર પાસે પેડકરોડ ખાતે  સવારે ૧૦ થી ૧ અને બપોરે ૩ થી ૭ દરમ્યાન રાઇટ ટુ એજ્યુકેશન ફોર્મ ભરવા માટે  સંપૂર્ણ માર્ગદર્શન મળશે  તેમ તમામ જરૂરિયાતમંદ વાલીઓને RTE સેવાના નિઃશુલ્ક ફોર્મ ભરવાની સેવાનો લાભ લેવા અનુરોધ કરતા ધારાસભ્ય ઉદય કાનગડે છે.

(4:27 PM IST)