તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st April 2026
ૐ આનંદી આશ્રમ વાળાધરીના આંગણે સેવાયજ્ઞના લાભાર્થે શુક્રવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

રાજકોટ તા. ૧ : સીતારામ ગૌ સેવા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઁ આનંદી આશ્રમ દ્વારા તા.૩ થી ૯ એપ્રિલ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરાયુ છે.
'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્યુ હતુ કે ગોંડલ તાલુકાના વાળાધરી ગામમા પૂ. સંતશ્રી રાજુરામ બાપુ તથા પૂ. સંતશ્રી મસ્તરામ બાપુએ આ સંસ્થાના બીજ રપ વર્ષ પહેલા રોપ્યા હતા. જે આજે એક વટવૃક્ષ સમાન બની ગયેલ છે.
આ ગૌશાળામાં અંધ-અપંગ નિરાધાર ૧૧૦૦ ગાયોની સેવા થાય છે. ઉપરાંત નજીકના ૧૦ થી ૧૨ ગામોમાં વયોવૃધ્ધ વડીલોને બન્ને ટાઇમ ફ્રી ટીફીન સેવા પુરી પાડવામાં આવે છે. શિવરાત્રીએ જુનાગઢના મેળામાં અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. પ્રસુતા બહેનોને દરરોજ ૮૦ કીલો શીરો પ્રસાદરૂપે અપાય છે. સીવીલ હોસ્પિટલના દર્દીઓને ભોજન પહોંચાડવામાં આવે છે. ઉપરાંત આશ્રમમાં યાત્રીકો માટે ચોવીસે કલાક રહેવા જમવાની સુવિધા પુરી પાડવામાં આવે છે.
ત્યારે આ સેવાયજ્ઞના લાભાર્થે આગામી તા. ૩ થી ૯ એપ્રિલ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન ઁ આનંદી આશ્રમ વાળાધરી ખાતે કરાયુ છે. કથાના વ્યાસાસનેથી આચાર્ય ડો. નિકુંજમહારાજ ત્રિવેદી દરરજો સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩.૩૦ થી ૬.૩૦ ભાવવાહી શૈલીમાં કથામૃતનું રસપાન કરાવશે. કથાના શ્રોતાઓ માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે.
કથા દરમિયાન આવતા ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરાશે. તેમજ રાત્રે લોકડાયરાના આયોજનો થશે. જેમાં તા. ૪ ના રાત્રે નીરંજન પંડયા, બીરજુ બારોટ, ધીરૂભાઇ સરવૈયા, તા. ૬ ના રાત્રે રશ્મિતાબેન રબારી, રાજભા ગઢવી, તા. ૮ ના રાત્રે અલ્પાબેન પટેલ, ખીમજીભાઇ ભરવાડ, મનસુખભાઇ વસોયા લોકડાયરાની રંગત જમાવશે.
વધુને વધુ લોકોએ ભાવગત કથા શ્રવણનો લાભ લેવા ઁ આનંદી આશ્રમ સીતારામ સેવા ટ્રસ્ટ પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.
તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જયંતિભાઇ સેંજરીયા, લલીતભાઇ સેંજરીયા, ભાવેશભાઇ હરસોડા, વલ્લભભાઇ ડાભી, અશોકભાઇ લીંબાચીયા, કિશોરભાઇ સરસીયા, મહેશભાઇ વરસાણી, વિજયભાઇ સોજીત્રા, રમેશભાઇ ખુંટ, ગીરીશભાઇ કોરાટ, ભરતભાઇ રામાણી, કલ્પેશભાઇ વીરડીયા નજરે પડે છે.
(2:51 PM IST)










