News of Wednesday, 1st April 2026
રાજકોટ જીલ્લાની ફાઇનલ મતદારયાદી પ્રસિધ્ધઃ ૧૧ તાલુકામાં ૯,૫૬,૫૨૨ મતદારો
જસદણમાં સોૈથી વધુ ૧,૨૪,૬૪૬ મતદારો જયારે લોધીકામાં સોૈથી ઓછા ૪૬,૬૦૨ મતદારો : જીલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે ૧૧૮૯ પોલીંગ સ્ટેશન નકકી કરાયાઃ ચુંટણી અધિકારી નારણ મુછાળે આપી વિગતો

રાજકોટ તા.૧: રાજકોટ જિલ્લામાં આગામી તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી આખરી તૈયારીઓના ભાગરૂપે જિલ્લાની ફાઈનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ આંકડાઓ મુજબ, જિલ્લાના ૧૧ તાલુકાના કુલ ૨૦૨ વોર્ડમાં ૯,૫૬,૫૨૨ મતદારો નોંધાયા છે.
ચૂંટણી અધિકારી નારણ મૂછાળે વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની કુલ ૩૬ બેઠકો માટે ૧૧૮૯ પોલિંગ સ્ટેશન નક્કી કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર સુવિધા અને સુરક્ષાની સમીક્ષા હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લાની ફાઈનલ મતદાર યાદી પણ જાહેર થઈ હતી. કલેક્ટર કચેરીના ચૂંટણી અધિકારી અને એડિશનલ કલેકટરના ચાર્જમાં રહેલા નારણ મૂછાળે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકામાં ૨૦૨ વોર્ડની ૩૬ સીટ પર ૧૧૮૯ પોલિંગ સ્ટેશન છે. જ્યાં ૯,૫૬,૫૨૨ મતદારો છે. જેમાં રાજકોટ તાલુકામાં સૌથી વધુ ૧,૩૪,૪૮૨ અને જસદણમાં ૧,૨૪,૬૪૬ મતદારો છે. જ્યારે લોધિકામાં સૌથી ઓછા ૪૬,૬૦૨ મતદારો છે. ગોંડલ નગરપાલિકા વિસ્તારની વાત કરીએ તો, કુલ ૮૧,૪૭૧ મતદારો નોંધાયા છે. જેમાં ગોંડલના કુલ ૧૧ વોર્ડમાં વિભાજીત આ યાદીમાં વોર્ડ નં. ૧ માં સૌથી વધુ ૯,૩૩૩ મતદારો છે, જ્યારે વોર્ડ નં. ૫ અને ૯ માં મતદારોની સંખ્યા તુલનાત્મક રીતે ઓછી જોવા મળી છે
(4:12 PM IST)










