તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 1st April 2026
રઘુવંશી અગ્રણી અનંતભાઇ ચા વાળાનું દુઃખદ અવસાન : કાલે પ્રાર્થનાસભા
રાજકોટમાં મર્ચન્ટ એસોસીએશનના સ્થાપક પ્રમુખ હતા, ભાજપના પીઢ કાર્યકર હતા

રાજકોટઃ (મૂળ કરાચી વાળા) શ્રી અનંતરાય ઉનડકટ (ઉ.૮૨), તે સ્વ. મગનલાલ ભવાનજી ઉનડકટના પુત્રનું તા. ૩૧-૦૩-૨૦૨૬ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓ મનોજભાઈ (સી. અનંતરાય એન્ડ કંપની મો.૯૩૭૬૬ ૮૧૦૮૧) અને ગોપાલભાઈ (આદેશ ટ્રાવેલ્સ મો. ૯૮૨૫૦૧૮૦૧૮) તેમજ અલ્પાબેન રામકુમાર બરછા, મીનાબેન મિતેશકુમાર કારિયા અને હેમાબેન ધ્રુવકુમાર કારિયાના પિતાશ્રી હતા. સદગતની સ્મશાન યાત્રા આજે તા. ૧-૪-૨૦૨૬ ના સવારે ૯ કલાકે તેમના નિવાસસ્થાન ‘આદેશ વિલા', એસ્ટ્રોન સોસાયટી કોર્નર, રાજકોટ ખાતેથી નિકળી હતી.સદ્ગતની સ્મશાનયાત્રામાં સગાસંબંધીઓ, વ્યાપારી આગેવાનો જોડાયા હતા અને સદ્ગતને શ્રધ્ધા઼જલી આર્પણ કરેલ હતી.
સદ્ગત અનંતભાઇ ઉનડકટ વિષે થોડુ જાણીએ તો તેમનો જન્મ ૧૯૪૫ માં કરાચીમાં હાલ પાકિસ્તાન થયો હતો. ૧૯૪૭ માં ભાગલા પડતા તેઓ પિતા એ તેમના મગનલાલ સાથે મુંબઈ વસવાટ કર્યો હતો. ૧૯૬૪ માં ચાર ભાઈઓ માંથી મોટા બે ભાઈઓ બોમ્બે રહ્યા અને નાના બંને ભાઈઓ ભણતર અધૂરો મૂકી રાજકોટ આવ્યા.
રાજકોટ આવી તેમને૧૯૬૪ ચા નો ધંધો શરૂ કરેલ ત્યારબાદ તા.૭- ૭ ૧૯૭૬ ના રાજકોટ થી મર્ચન્ટ એસોસિએશન ના સ્થાપક પ્રમુખ તરીકે એસોસિયેશનની સ્થાપના કરી ત્યારબાદ તેઓ આગવી સુઝબુઝથી ચા ના વ્યવસાયમાં તથા જમીન મકાનના વ્યવસાયમાં પણ ખૂબ જ પ્રગતિ કરેલ. તે ઉપરાંત તેઓ રાજકારણ સાથે જંકશન થી જોડાયેલા છે ત્યારબાદ તેઓ ભાજપમાં પણ કાર્યકર્તા તરીકે કાર્ય કર્યું છે રાજકોટ વોર્ડ નંબર એક એટલે બાબુ ચકુ જે કોંગ્રેસ હતા તેમનો ગઢ ગણાતો તે ગઢમાંથી ફક્ત એમના જ મકાનો પર જંકશનનો ઝંડો લહેરાતો હતો અને તેને ત્યાં જ્યારે પણ ભાજપની કોઈપણ મિટિંગ હોય ત્યારે નાસ્તો ચા પાણી પણ કરાવતા આ શબ્દ પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા જેવા જુના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જાણવા મળે છ.ે આ ઉપરાંત તેઓ ૧૯૮૪ માં પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાથે પણ સંબંધો ધરાવતા હતા. ભાજપના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરેલ હતું. સદ્ગત અનંતભાઇ ચા વાળાની પ્રાર્થના સભા આવતી કાલે તા. ૨ ના ગુરૂવારે ૪-૩૦ થી ૬ વાગ્યા સુધી રાષ્ટ્રીય શાળા, રાજકોટ ખાતે ખાતે રાખેલ છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:33 PM IST)










