News of Thursday, 2nd April 2026
રાજકોટ જીલ્લા પોલીસ બેડામાં ૮ પીઆઇ અને ૧૦ પીએસઆઇની આંતરીક બદલી કરતાં પોલીસ વડા
બદલી થઇ અન્ય જીલ્લામાંથી આવેલા ૮ને નિમણુંકઃ શાપરના એ. બી. જાડેજા ભાયાવદર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇની જવાબદારી સોંપાઇઃ વહિવટી પ્રક્રિયાના ભાગરૂપે વિજયસિંહ ગુર્જર દ્વારા બદલીનો ઘાણવો કઢાયો

રાજકોટ તા. ૧: જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે મહત્વનો નિર્ણય લેતા ૮ જેટલા પોલીસ ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી છે. આ ફેરફાર હેઠળ જિલ્લામાં જ ફરજ બજાવતા વિવિધ અધિકારીઓને નવા પોલીસ સ્ટેશનોની જવાબદારી સોંપીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબુત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૧૦ પીએસઆઇની પણ બદલીના ઓર્ડર થયા છે. આ બદલીઓમાં અનેક અનુભવી અધિકારીઓના કાર્યક્ષેત્રમાં ફેરફાર થયો છે.
વધુ માહિતી મુજબ જે.પી. ગોસાઈને ધોરાજી તાલુકાથી ખસેડી જસદણ પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપાઈ છે, જ્યારે બી.આર. પટેલ હવે ઉપલેટાથી ધોરાજી સીટી પોલીસ સ્ટેશનનો કાર્યભાર સંભાળશે. મેટોડા જીઆઇડીસીમાં ફરજ બજાવતા એસ.એચ. શર્માની બદલી જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે, જ્યારે તેમની જગ્યાએ જેતપુર ઉદ્યોગનગરથી ડો. એમ.એમ. ઠાકોરને ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં નિમણૂક અપાઈ છે.
આ ઉપરાંત, લોધીકાથી યુ.આર. ડામોરને કોટડા સાંગાણી અને એમ.જી. ચૌહાણને પાટણવાવથી પડધરી પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવ્યા છે. વહીવટી તંત્રના આ આદેશ અનુસાર આર.એમ. રાઠોડ હવે કોટડા સાંગાણીથી આટકોટ અને એસ.એન. પરમાર પડધરીથી લોધીકા પોલીસ સ્ટેશનની જવાબદારી નિભાવશે. જ્યારે પોરબંદરથી બદલી થઈને આવેલા એમ.એલ. આહીરને જેતપુર તાલુકાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર અન્ય જિલ્લામાંથી બદલી પામીને આવેલા ૮ પોલીસ ઇન્સ્પેક્ટરને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું.
તેમજ ૧૦ પીએસાઇની જિલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં શાપરના એ. બી. જાડેજા ને ભાયાવદર ,જેતપુર ઉદ્યોગ નગરના એલ.ડી મેતાને વિછીયા, કે. બી. ગઢવીને જેતપુર ઉદ્યોગ નગર, જેતપુર સીટીના જે. પી. મલ્હોત્રાને ધોરાજી સીટી, ધોરાજી સિટીના આર. બી. બલદાણીયાને જેતપુર સીટી, જસદણના ભડલીઓપીના એમ. પી. ગોહિલને પડધરીના સરપદડ ઓપીમા અને સરપદડ ઓપીના વી. કે. સુરાણીને ગોંડલ સીટી એ ડિવિઝનમાં મુકાયા છે. જ્યારે ગોંડલ સીટી એ ડિવિઝનના એસ.આર પંડ્યાને શાપર વેરાવળ, આટકોટના મોટા દડવા ઓપીના એ. બી . કાકડીયાને ધોરાજી સીટી અને લીવ રીઝર્વના બી. ડી. મારૂને જેતપુર સીટી પોલીસ મથક ખાતે બદલાવીને નિમણુંક અપાઇ છે. જ્યારે શાપરના એ.બી. જાડેજા ને ભાયાવદરના ઇન્ચાર્જ પીઆઇ તરીકેની જવાબદારી સોંપાઇ છે.
(11:41 AM IST)










