<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

બદલી થઇ રાજકોટ શહેરમાં આવેલા ૧૨ પીઆઇને નિમણુંકઃ શહેરના ૭ પીઆઇની આંતરિક બદલી

ખેડાથી આવેલા પીઆઇ જે. વી. વાઢીયાને એ-ડિવીઝન, તાપીથી આવેલા પીઆઇ એસ. પી. સોઢાને થોરાળા, દેવભુમિ દ્વારકાથી આવેલા એમ. ડી. મકવાણાને પ્ર.નગર, કે. કે. ગોહિલને એએચટીયુ, સુરતથી આવેલા જે. જે. હળવદીયાને ટ્રાફિકમાં, વડોદરાથી આવેલા જે. ડી. પરમારને ભક્‍તિનગર, સુરતથી આવેલા એમ. બી. વાછાણીને લાયસન્‍સ બ્રાંચ, ભરૂચના એસ. ડી. ફુલતરીયાને સાયબર ક્રાઇમ, સોરઠ ચોકીના પીઆઇ આર. ડી. પરમારને એમઓબીની જવાબદારી સોંપતા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા : ગાંધીગ્રામના એસ. આર. મેઘાણીને તાલુકા, યુનિવર્સિટીના એચ. એન. પટેલને આજીડેમ, તાલુકાના ડી. એમ. હરીપરાને સાયબર ક્રાઇમ-ફર્સ્‍ટ, પ્ર.નગરના વી. આર. વસાવાને કુવાડવા, ખાસ શાખાના જી. આર. ચોૈહાણને બી-ડિવીઝન, રીડરના કે. પી. તરેટીયાને એરપોર્ટ તથા સાયબર ક્રાઇમના જે. એમ. કૈલાને માલવીયાનગરમાં મુકાયા : જુનાગઢથી આવેલા મહિલા પીઆઇ ફાલ્‍ગુનીબેન ગઢવીને ગાંધીગ્રામ, ગીર સોમનાથના ડો. અનસુયાબેન વરચંદને ખાસ શાખા, પંચમહાલથી આવેલા શીતલબેન બુટીયાને મહિલા પોલીસમાં મુકાયા

રાજકોટ તા. ૨: શહેર પોલીસ તંત્રમાં તાજેતરમાં બદલી પામેલા પીઆઇને છુટા કરવામાં આવ્‍યા છે. જ્‍યારે નવા હાજર થયેલા પીઆઇને નીમણુંક અપાઇ છે. સાથોસાથ શહેરના તમામ પોલીસ સ્‍ટેશનના પીઆઇની બદલીનો ઘાણવો પણ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ કાઢયો છે. એક સાથે ૧૯ બિન-હથિયારી પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટરો બદલી અને નવી નિમણૂંકના આદેશ જાહેર કરવામાં આવ્‍યા છે. આ ફેરફારમાં અન્‍ય જિલ્લાઓમાંથી બદલી થઈને આવેલા ૧૨ અધિકારીઓને વિવિધ પોલીસ સ્‍ટેશનો અને શાખાઓમાં જવાબદારી સોંપવામાં આવી છે, જ્‍યારે શહેરમાં જ ફરજ બજાવતા ૭ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ રાજ્‍યના વિવિધ જિલ્લાઓમાંથી રાજકોટ ખાતે બદલી પામેલા ૧૨ પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટરોને શહેરના મહત્‍વના ગણાતા પોલીસ સ્‍ટેશનોમાં નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે. જેમાં ખેડાથી આવેલા પીઆઇ જે. વી. વાઢીયા (જયેશભાઇ વકમાતભાઈ) વાઢીયાને એ-ડિવિઝન, તાપીથી આવેલા એસ. પી. સોઢા (શક્‍તિસિંહ પ્રતાપસિંહ)ને થોરાળા, દેવભૂમિ દ્વારકાથી આવેલા એમ. ડી. મકવાણા (મનિષભાઇ દાસાભાઈ)ને પ્રદ્યુમનનગર અને સુરત શહેરથી આવેલા જે. જે. હળવદીયા (જીજ્ઞેશકુમાર જયરામભાઈ)ને ટ્રાફિક શાખામાં મૂકવામાં આવ્‍યા છે.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાથી આવેલા કે. કે. ગોહિલ (કુમારપાલસિંહ કરણસિંણ)ને એએચટીયુ, વડોદરા શહેરના જે. ડી. પરમાર (જયદીપસિંહ દિલીપસિંહ)ને ભક્‍તિનગર, સુરત શહેરના એમ. બી. વછાણી (મહેશભાઇ બાવનજીભાઈ)ને લાયસન્‍સ બ્રાન્‍ચ અને ભરૂચથી આવેલા એસ. ડી. ફુલતરીયા (શુભેન્‍દુ દુર્લભજીભાઇ)ને સાયબર ક્રાઈમની જવાબદારી સોંપાઈ છે. મહિલા અધિકારીઓમાં જૂનાગઢથી આવેલા એફ. પી. ગઢવી (ફાલ્‍ગુનીબેન પાબુદાન)ને ગાંધીગ્રામ, ગીર સોમનાથના ડો. એ. એલ. વરચંદ (અનસુયાબેન લક્ષ્મણભાઇ)ને ખાસ શાખા અને પંચમહાલથી આવેલા એસ. બી. બુટીયા (શીતલબેન બળવંતભાઈ બુટીયાને મહિલા પોલીસ સ્‍ટેશનમાં નિમણુંક અપાઈ છે. જ્‍યારે સોરઠ ચોકીથી આવેલા પીઆઇ આર. ડી. પરમાર (રમેશભાઈ દાનાભાઈ)ને એમઓબીમાં મુકવામાં આવ્‍યા છે.

શહેરમાં કાર્યરત ૭ અધિકારીઓની પણ આંતરિક બદલીના આદેશ અપાયા છે. ગાંધીગ્રામમાં ફરજ બજાવતા એસ.આર. મેઘાણીને રાજકોટ તાલુકા અને ગાંધીગ્રામ-૨ (યુનિ) ના એચ.એન. પટેલને આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં મોકલવામાં આવ્‍યા છે. રાજકોટ તાલુકાના ડી.એમ. હરિપરાને સાયબર (ફર્સ્‍ટ), પ્રદ્યુમનનગરના વી.આર. વસાવાને કુવાડવા અને ખાસ શાખાના જી.આર. ચૌહાણની બી-ડિવિઝન ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત રીડર શાખાના કે.પી. તરેટીયાને એરપોર્ટ અને સાયબર ક્રાઈમના જે.એમ. કૈલાને માલવિયાનગર પોલીસ સ્‍ટેશનમાં ફરજ સોંપવામાં આવી છે. તમામ અધિકારીઓને તાત્‍કાલિક અસરથી નવા સ્‍થાને હાજર થવા સુચના આપવામાં આવી છે. 

(11:47 AM IST)