<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

૭૨ બેઠકો : ૯.૮૫ લાખ વોટર્સ : જામશે ત્રિકોણીય જંગ

મનપા ચુંટણીઃ ભાજપ - કોંગ્રેસ - આપના પાણી મપાશે : પ.૭૦ લાખ પુરૂષ તથા ૪.૭૫ લાખસ્ત્રી અને અન્‍ય ૧૮ મતદારો ૨૬ એપ્રિલે મતાધિકારનો ઉપયોગ કરશે : ૨૮મીએ પરિણામઃ આપની જાહેર થયેલ બેઠકને બાદ કરતા ભાજપ - કોંગ્રેસ - આમ આદમી પાર્ટીના ઉમેદવારો અંગે મોવડી મંડળનું મનોમંથન : લોકોમાં ભારે ઇન્‍તેજારી

રાજકોટ તા. ર : રાજ્‍યમાં નાગરિકોત્‍સવ એવી સ્‍થાનીક સ્‍વરાજની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે. તા. ર૬ એપ્રિલે ના રોજ બે તબક્કે મતદાન યોજાનાર છે અને તા. ર૮ એપ્રિલ પરિણામો જાહેર થવાના છે.

રાજકોટ શહેરમાં કુલ ૭ર બેઠકનો સમાવેશ થાય છે . રાજકોટ શહેરની ૭ર વિધાનસભા બેઠક ઉપર કુલ ૯ લાખ ૮પ હજાર મતદારો નોંધાયેલા છે. જ્‍યારે રાજકોટ મનપાના ૧૮ વોર્ડના વિધાનસભા બેઠકો પર વિસ્‍તાર વાઇઝ સીમાંકન પર નજર કરીએ તો એક વિધાનસભા બેઠકમાં ૫ થી ૬ વોર્ડ તથા એક-બે વિધાનસભામાં એક વોર્ડના અડધા વિસ્‍તારનો સમાવેશ થાય છે.

સૌરાષ્‍ટ્રના મતદાન ઉપરથી સમગ્ર રાજ્‍યના મતદાનની સરેરાશ મેળવી શકાય છે. ત્‍યારે રાજકોટ શહેરની ૭ર બેઠકોના ગત વિધાનસભાના આંકડા અને વિશ્‍લેષણ ભાજપની તરફેણમાં હતા.કુલ ૭ર કોર્પોરેટરોમાંથી ૬૮ ભાજપ અને ૪ કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાયા હતા.

ભાજપના દાવેદારો

આ વખતે રાજકોટની ૭૨ બેઠકો માટે ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટયો છે. ચૂંટણી જાહેર થઇ તે પહેલા થી જ  એટલે કે ગઇકાલે  તુરંત પછી ભાજપ દ્વારા ચૂંટણી લડવા ઇચ્‍છુકોની નિરીક્ષકો દ્વારા સેન્‍સ લેવામાં આવી હતી.  માનપા દ્વારા ૧૦ પહેલા ઉમેદવારોના નામ જાહેર કરે તેવી સંભાવના સુત્રો દ્વારા વ્‍યાસ કરવામાં આવી.

કોંગ્રેસના દાવેદારો

આ વખતે કોંગ્રેસે પણ દાવેદારોને સાંભળવાનું આગોતરૂ આયોજન કયું હતું.   ઉપરાંત પ્રદેશ નિરીક્ષકોએ વન ટુ વન તમામ દાવેદારોને સાંભળ્‍યા હતા.

આપનો નગારે ધા

જયારે આમ આદમી પાર્ટીએ તો રાજકોટ મનપાની ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં આઠ ઉમેદવારો જાહેર કરવાનું પણ શરૂ કરી દીધું છે.

આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને તંત્ર દ્વારા મતદાર યાદીની અંતિમ પ્રસિદ્ધિ કરવામાં આવી છે. પ્રસિદ્ધ થયેલી નવી યાદી મુજબ, રાજકોટ શહેરના ૧૮ વોર્ડમાં કુલ ૯,૮૫,૯૫૨ મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોનું વર્ચસ્‍વ જોવા મળ્‍યું છે.

આંકડાકીય વિગતો મુજબ, વોર્ડ નંબર ૩ સૌથી વધુ ૭૩,૩૩૧ મતદારો ધરાવે છે, જ્‍યારે વોર્ડ નંબર ૫ માં સૌથી ઓછા એટલે કે ૪૦,૮૦૭ મતદારો નોંધાયા છે. મતદારોની સંખ્‍યાની દ્રષ્ટિએ વોર્ડ નંબર ૧, ૩, ૧૧ અને ૧૮ માં મતદારોનો આંકડો ૬૦ હજારથી ઉપર જોવા મળ્‍યો છે.

કયાં વોર્ડમાં કેટલા મતદારો ?

વોર્ડ નં. ૧માં ૩૪,૮૮૬ પુરૂષ, ૩૨,૧૯૮ષાી, ૧ ત્રીજી જાતિ કુલ૬૭,૧૮૫, વોર્ડ નં. રમાં  ૨૨,૩૮૬ પુરૂષ, ૨૧,૯૨૯ષાી -કુલ  ૪૪,૩૧૫, વોર્ડ નં. ૩મા ૩૭,૮૪૪ પુરૂષ, ૩૫,૩૮૫ષાી,૨ ત્રીજી જાતિ-કુલ ૭૩,૩૩૧, વોર્ડ નં. ૪માં ૩૦,૪૭૮  પુરૂષ, ૨૭,૫૦૬સ્ત્રી,૨ ત્રીજી જાતિ કુલ ૫૭,૯૯૭, વોર્ડ નં. ૫માં ૨૧,૩૪૪ પુરૂષ, ૧૯,૪૬૩સ્ત્રી,-કુલ ૪૦,૮૦૭, વોર્ડ નં. ૬માં ૨૨,૨૩૨  પુરૂષ, ૧૯,૯૯૪ષાી,-કુલ ૪૨,૨૨૬.

જયારે વોર્ડ નં. ૭માં ૨૪,૦૧૦ પુરૂષ, ૨૩,૪૯૨સ્ત્રી,૫ ત્રીજી જાતિ-કુલ ૪૭,૫૦૭, વોર્ડ નં. ૮માં ૨૭,૭૫૦  પુરૂષ, ૨૭,૧૩૪સ્ત્રી,૨ ત્રીજી જાતિ-કુલ ૫૪,૮૮૬, વોર્ડ નં. ૯માં ૩૩,૧૫૬  પુરૂષ, ૩૨,૦૦૭સ્ત્રી, કુલ ૬૫,૧૬૩, વોર્ડ નં. ૧૦મા ૨૪,૬૦૭  પુરૂષ, ૨૪,૧૯૬સ્ત્રી,-કુલ ૪૮,૮૦૨, વોર્ડ નં. ૧૧માં ૪૬,૭૩૫  પુરૂષ, ૪૩,૪૧૧સ્ત્રી ,૨ ત્રીજી જાતિ-કુલ ૯૦,૧૪૮, વોર્ડ નં. ૧૨માં ૩૦,૨૮૩  પુરૂષ, ૨૭,૭૦૮ષાી-કુલ ૫૮,૦૦૧.

ઉપરાંત વોર્ડ નં. ૧૩ મા ૨૫,૩૧૨  પુરૂષ, ૨૩,૭૫૫ષાી -કુલ ૪૯,૦૬૭, વોર્ડ નં. ૧૪માં ૨૫,૩૪૭ પુરૂષ , ૨૩,૯૨૨સ્ત્ર,૨ ત્રીજી જાતિ-કુલ ૪૯,૨૭૧, વોર્ડ નં. ૧૫માં  ૨૧,૪૧૯  પુરૂષ, ૧૯,૩૬૮ષાી,૨ ત્રીજી જાતિ-કુલ ૪૦,૭૯૯, વોર્ડ નં. ૧૬માં ૨૧,૯૨૫ પુરૂષ , ૨૦,૦૮૭સ્ત્રી-કુલ ૪૨,૦૧૨, વોર્ડ નં. ૧૭માં ૨૫,૯૯૯  પુરૂષ, ૨૪,૧૪૨સ્ત્રી-કુલ ૫૦,૦૪૧, વોર્ડ નં. ૧૮માં ૩૪,૨૬૩ પુરૂષ , ૩૦,૧૫૧સ્ત્રી-કુલ ૬૪,૪૧૪, આમ કુલ ૧૮ વોર્ડમાં ૫,૧૦,૦૮૬  પુરૂષ, ૪,૭૫,૮૪૮ષાી, ૧૮ ત્રીજી જાતિ  સહિત કુલ ૯,૮પ,૯પર મતદારો છે.

સમગ્ર શહેરમાં ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે કુલ ૧,૦૧૬ વિભાગો પાડવામાં આવ્‍યા છે. તંત્ર દ્વારા ૧૮ વર્ષ કે તેથી વધુ વયના તમામ નવા નોંધાયેલા મતદારોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે. (૯.ર૩)

સૌથી ઓછા મતદારો ધરાવતા વોર્ડ

વોર્ડ નંબર            કુલમતદારો

વોર્ડ નં. ૫   ૪૦,૮૦૭

વોર્ડ નં. ૧૫ ૪૦,૭૯૯

વોર્ડ નં. ૧૬    ૪૨,૦૧૨

 

સૌથી વધુ મતદારો ધરાવતા વોર્ડ

વોર્ડ નંબર   કુલ મતદારો

વોર્ડ નં. ૩        ૭૩,૩૩૧

વોર્ડ નં. ૧૧ ૯૦,૧૪૮

વોર્ડ નં. ૧          ૬૭,૧૮૫

 

 

સૌથી વધુસ્ત્રી-પુરૂષ-ત્રીજી જાતી મતદાર ધરાવતા વોર્ડ

સૌથી વધુસ્ત્રી મતદારોઃ વોર્ડ નં. ૧૧ માં (૪૩,૪૧૧) સૌથી વધુ પુરુષ મતદારોઃ વોર્ડ નં. ૧૧ માં (૪૬,૭૩૫)ત્રીજી જાતિના મતદારોઃ કુલ ૧૮ મતદારો છે, જેમાં સૌથી વધુ વોર્ડ નં. ૭ માં (૫ મતદારો) છે

(3:20 PM IST)