તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
રાજકોટના ડો. નીપા દવે પંડયા નિર્મીત ફિલ્મ ઉજાસ.. ધ લાઇટને મળ્યો પ્રતિષ્ઠિત આઇકોનિક પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ
IPIFF ઇન્ડિયન પેનોરમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૫-૨૦૨૬

રાજકોટ,તા.૦૨: IPIFF - ૨૦૨૫-૨૦૨૬ એવોર્ડ સમારંભ વિગ્સ ટુ બોલિવૂડ મુંબઇમાં ભવ્ય રીતે યોજાયો હતો. ભારત તથા વિદેશની મળીને અંદાજે ૧૦૦ જેટલી પ્રાદેશિક ભાષાઓમાં બનેલી ફિલ્મોનું ત્રણ દિવસ સુધી પ્રદર્શન કરવામ આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં સામાજિક જાગૃતિ. પર્યાવરણ શિક્ષણ અને મેન્ટલ હેલ્થ જેવા મહત્વના વિષયો આવરી લેવાયા હતા.
ગુજરાતી ભાષાની સંવેદનશીલ અને વાસ્તવિક ઘટના પર આધારિત શોર્ટ ફિલ્મ 'ઉજાસ..ધ લાઇટ' ને પ્રતિષ્ઠિત આઇકોનિક પ્રાઇડ ઓફ ઇન્ડિયા ઓવર્ડ થી સન્માન્તિ કરવામાં આવી. નિર્માત્રી ડો. નીપા દવે પંડયાએ વાસ્તવિક વિષય પરિસ્થિતિઓનું તથા માનવિય સંવેદનાઓ અને મૂળભૂત અધિકારો જેવા વિષયવસ્તુનુ ખૂબ જ અસરકારક ફિલ્માંકન કર્યું છે. ફિલ્મમાં પત્રકારનું પાત્ર જુતા દવેએ ખૂબ જ પ્રભાવશાળી રીતે નિભાવ્યું છે. સથે શૈલેષ પંડયા નાં સંગીત સાથે પ્રેરણાદાયક ગીત ફિલ્મ માં તેઓની અભિનય કળા સાથે ગાયીકીની પ્રતિભા પણ સાબિત કરે છે
એડિટર તરીકેની ફરજ સાથે જાણિતા નટય લેખક ધર્મેન્દ્ર પંડયએ ખૂબ જ ઉત્તમ કક્ષાની અભિનય ક્ષમતા પણ દાખવી છે. મહિલા અગણી નું પાત્ર દર્શના દેસાઈએ સુંદર રીતે રજૂ કર્યું છે. બાળ કલાકારોએ પણ પોતાના પાત્રોને જીવંત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આશિકી અને સડક ફિલ્મ માં દમદાર અભિનય આપનાર જાણિતા હિન્દી ફિલ્મ અભિનેતા, નિર્માતા દિપક તિજોરી વિકાંત મોરે. ફિલ્મ મેકર સંજય લેહરૂ, રાહુલ ભટ્ટ, હિમાંશુ ત્રિવેદી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. 'ઉજાસ ધ... લાઇટ' ના શૂટિગ દરમ્યાન કિરીટભાઈ વ્યાસ- બાલભવન તરફથી સહકાર મળ્યો હતો. આ ક્ષણે ભગવાન થાવરાણી અને સિદ્ધાર્થ દસાદિયા પણ વિશેષ આભાર ના હકદાર બની રહે છે.
(3:38 PM IST)










