<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

ગોંડલ રોડ ચોકડીએ રસ્‍તો ઓળંગતી વખતે પત્‍નિ, પુત્રની નજર સામે બાઇકની ઠોકરે બાબુભાઇનું મોત

કડીયા કામની મજૂરી કરતાં રૈયાધારના યુવાન વ્‍યવહારીક કામ માટે શાપર જતા હતાં ત્‍યારે બનાવઃ પરમાર પરિવારમાં શોકની કાલીમાઃ આજીડેમ પોલીસે બાઇકચાલક સામે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨: વાહન અકસ્‍માતના વધુ એક બનાવમાં રૈયાધારના યુવાનનું મૃત્‍યુ થયું છે. પત્‍નિ, પુત્ર સાથે તેઓ શાપર સગાને ત્‍યાં જઇ રહ્યા હતાં ત્‍યારે ગોંડલ રોડ ચોકડીએ રસ્‍તો ઓળંગતી વખતે બાઇકને ઠોકરે ચડી જતાં આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ રૈયાધારમાં રહેતાં બાબુભાઇ જીવાભાઇ પરમાર (ઉ.વ.૪૨) નામના યુવાન ગોંડલ રોડ ચોકડીના પૂલ નીચે પોતાના પતિન અને સતતર વર્ષના પુત્ર સાથે રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે એક બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને તુરત જ પત્‍નિ, પુત્ર તથા એકઠા થઇ ગયેલા લોકોએ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ મોડી રાતે બાબુભાઇનું મૃત્‍યુ નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ પોલીસ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને કરી હતી. મૃત્‍યુ પામનાર બાબુભાઇ પરમાર એક બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતાં અને કડીયા કામની મજૂરી કરતાં હતાં. તેમને સંતાનમાં એક દિકરો છે. પરિવારજનનોના કહેવા મુજબ બાબુભાઇ તેમના પત્‍નિ, પુત્ર સાથે શાપર વ્‍યવહારીક કામ માટે જતાં હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

(3:38 PM IST)