તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
રાજકોટમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે ગાબડાઃ ભયાનક મંદી સરકારને સ્ટેમ્પ ડયુટીની આવકમાં તોતીંગ ઘટાડો
એક વર્ષમાં ર૯પ કરોડનું ગાબડુઃ એક વર્ષમાં ૪૬ હજાર દસ્તાવેજો ઘટયા

રાજકોટ , તા. ર : શહેર અને જિલ્લાના પ્રોપર્ટી માર્કેટ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫ અને ૨૦૨૫-૨૦૨૬ના દસ્તાવેજ નોંધણીના ડેટા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત નાણાકીય વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પ્રોપર્ટીના દસ્તાવેજોની નોંધણી અને તેમાંથી થતી સરકારી આવકમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળ્યો છે.આમ, સરકારી તિજોરીમાં સીધું અંદાજે રૂ. ૨૯૫.૮૨ કરોડનું નુકસાન (ઘટાડો) નોંધાયું છે
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫ (૦૧/૦૪/૨૦૨૪ થી ૩૧/૦૩/૨૦૨૫) દરમિયાન વાત કરવામાં આવે તો સમગ્ર શહેર - જિલ્લામાં કુલ ૧,૫૯,૮૨૫ દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી હતી. આ દસ્તાવેજોની નોંધણી થકી કુલ ફી પેટે ૧,૩૫,૩૬,૯૧,૧૫૫ રૂપિયાની આવક થઈ હતી.જ્યારે વપરાયેલ સ્ટેમ્પ ડ્યુટી ની રકમ ૮,૦૬,૫૬,૧૦,૦૭૫ રૂપિયા રહી હતી. આ તમામ રકમ મળીને રાજ્ય સરકારની તિજોરીમાં કુલ ૯,૪૧,૯૩,૦૧,૨૩૦ રૂપિયા (અંદાજે ૯૪૧.૯ કરોડ) ની માતબર આવક જમા થઈ હતી.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ (૦૧/૦૪/૨૦૨૫ થી ૩૧/૦૩/૨૦૨૬) ના આંકડાઓ પ્રોપર્ટીની લે-વેચમાં આવેલી મંદી તરફ ઈશારો કરે છે. આ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ દસ્તાવેજોની સંખ્યા ઘટીને માત્ર ૧,૧૩,૫૯૮ થઈ ગઈ છે. નોંધણી થકી મળેલ કુલ ફી ની આવક ૯૨,૪૯,૩૧,૮૫૫ રૂપિયા નોંધાઈ છે.વપરાયેલ સ્ટેમ્પ ડ્યુટીની રકમ પણ નોંધપાત્ર રીતે ઘટીને ૫,૫૩,૬૦,૯૭,૭૪૮ રૂપિયા થઈ છે. આખા વર્ષની કુલ આવક ૬,૪૬,૧૦,૨૯,૬૦૩ રૂપિયા (અંદાજે ૬૪૬.૧ કરોડ) રહી છે. આમ, એક જ વર્ષના ગાળામાં દસ્તાવેજોની સંખ્યામાં અંદાજે ૪૬,૦૦૦ થી વધુનો અને કુલ આવકમાં અંદાજે ૨૯૫ કરોડ રૂપિયાનો ધરખમ ઘટાડો નોંધાયો છે.
રાજકોટ - ૬ મવડી
વર્ષ ૨૦૨૪-૨૫માં અહીં ૧૫,૫૭૬ દસ્તાવેજો સાથે કુલ ૧,૦૭,૨૫,૪૦,૬૯૧ રૂપિયાની આવક થઈ હતી. વર્ષ ૨૦૨૫-૨૬માં દસ્તાવેજોની સંખ્યા ઘટીને ૧૦,૭૨૪ રહી છે, જ્યારે કુલ આવક ૬૬,૯૨,૬૫,૮૫૪ રૂપિયા થઈ છે. વર્ષ ૪,૮૫૨ દસ્તાવેજો અને અંદાજે રૂ. ૪૦.૩૩ કરોડની આવકનો ઘટાડો નોંધાયો છે.
રાજકોટ-૭ (કોઠારિયા)
વર્ષ ૨૦૨૪-૨૫ માં ૧૨,૧૩૪ દસ્તાવેજો નોંધાયા હતા (કુલ આવકઃ રૂ. ૫૭.૯૨ કરોડ).વર્ષ ૨૦૨૫-૨૬ માં ૭,૪૮૨ દસ્તાવેજો નોંધાયા (કુલ આવકઃ રૂ. ૩૮.૩૪ કરોડ)આ વર્ષમાં ૪,૬૫૨ દસ્તાવેજો અને અંદાજે રૂ. ૧૯.૫૮ કરોડની આવકમાં ઘટાડો નોંધાયો છે.
ગોંડલ
શહેરની બહાર ગોંડલ કચેરીમાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૫,૦૦૮ દસ્તાવેજોની નોંધણી સાથે ૬૪,૮૯,૫૧,૧૯૪ રૂપિયાની કુલ આવક મેળવાઈ હતી.વર્ષ ૨૦૨૫-૨૬માં આ સંખ્યા ઘટીને ૧૦,૫૧૨ દસ્તાવેજો અને ૫૧,૮૧,૮૩,૫૭૬ રૂપિયાની આવક સુધી પહોંચી છે.આ વર્ષ ૪,૪૯૬ દસ્તાવેજો અને રૂ. ૧૩.૦૮ કરોડની આવકનો ઘટાડો નોંધાયો છે.
રાજકોટ-૨ મોરબી રોડ
રાજકોટ-૨ મોરબી રોડ વર્ષ ૨૦૨૪-૨૫માં આ કચેરીમાં જિલ્લામાં સૌથી વધુ ૧૯,૪૪૭ દસ્તાવેજો નોંધાયા હતા અને કુલ ૧,૧૦,૮૦,૦૧,૦૯૮ રૂપિયાની આવક થઈ હતી.જયારે વર્ષ ૨૦૨૫-૨૬માં દસ્તાવેજોની સંખ્યા ઘટીને ૧૫,૩૮૯ થઈ ગઈ છે. અને આવક ૭૮,૯૬,૫૪,૬૦૨ રૂપિયા નોંધાઈ છે.૪,૦૫૮ દસ્તાવેજો અને રૂ. ૩૧.૮૪ કરોડની આવકનો ઘટાડો નોંધાયો છે.
રાજકોટ-૩ (રતનપર)
વર્ષ ૨૦૨૪-૨૫ માં ૧૧,૯૭૫ દસ્તાવેજો સાથે આવકઃ રૂ. ૯૦.૪૯ કરોડની આવક થઇ હતી. જે ઘટીને વર્ષ ૨૦૨૫-૨૬ માં ૮,૧૩૦ દસ્તાવેજો (આવકઃ રૂ. ૫૯.૧૩ કરોડ).ઘટાડોઃ ૩,૮૪૫ દસ્તાવેજો અને રૂ. ૩૧.૩૬ કરોડનો ઘટાડો નોંધાયો છે.
રાજકોટ-૫ (મવા) અને રાજકોટ-૧:મવા
ગત વર્ષે ૯,૩૯૯ દસ્તાવેજો અને રૂ. ૧૦૦.૯૭ કરોડની આવક સામે આ વર્ષે ૬,૫૧૯ દસ્તાવેજો અને રૂ. ૬૮.૫૭ કરોડની આવક નોંધાઈ છે. ૨,૮૮૦ દસ્તાવેજોનો ઘટાડો નોંધાયો છે. રાજકોટ-૧: ગત વર્ષના ૧૦,૩૯૮ દસ્તાવેજો રૂ. ૫૯.૫૩ કરોડ સામે આ વર્ષે ૭,૬૩૮ દસ્તાવેજો રૂ. ૩૯.૬૩ કરોડ નોંધાયા છે.૨,૭૬૦ દસ્તાવેજો ઘટાડો નોંધાયો છે.
રાજકોટ-૪ (રૈયા) અને ૮ રૂરલ (ગ્રામ્ય)રૈયા
વર્ષ ૨૦૨૪-૨૫ માં ૧૨,૦૩૧ દસ્તાવેજો નોંધાયા હતા, જે ૨૦૨૫-૨૬ માં ઘટીને ૯,૩૦૭ થઈ ગયા છે. આ વર્ષે ૨,૭૨૪ દસ્તાવેજો ઘટાડોનોંધાયો છે. (ગ્રામ્ય): ૯,૦૨૪ દસ્તાવેજોથી ઘટીને ૬,૩૮૬ દસ્તાવેજો થયા છે. ૨,૬૩૮ દસ્તાવેજો ઘટાડોનોંધાયો છે
રાજકોટ શહેર ઉપરાંત તાલુકા કક્ષાની કચેરીઓમાં પણ દસ્તાવેજ નોંધણીનું પ્રમાણ તળિયે ગયું છે. જેમાં જેતપુરમાં ૮,૧૯૯ દસ્તાવેજો (૨૦૨૪-૨૫) થી ઘટીને ૫,૯૦૦ (૨૦૨૫-૨૬) થયા છે. લોધિકામાં ૯,૮૭૧ દસ્તાવેજોથી ઘટીને ૭,૨૬૮ થયા છે. જસદણમાં ૫,૭૮૫ દસ્તાવેજોથી ઘટીને ૩,૯૫૫ દસ્તાવેજો નોંધાયા છે.કોટડાસાંગાણીમાં ૫,૯૩૯ દસ્તાવેજોથી ઘટીને ૪,૧૩૯ થયા છે.ઉપલેટામાં ૫,૩૬૯ દસ્તાવેજોથી ઘટીને ૩,૭૮૫ થયા છે.ધોરાજીમાં ૪,૦૬૯ દસ્તાવેજોથી ઘટીને ૨,૮૨૨ થયા છે.પડધરીમાં ૩,૧૯૫ દસ્તાવેજોથી ઘટીને ૨,૧૦૯ નોંધાયા છે.જામકંડોરણામાં ૧,૩૬૨ દસ્તાવેજોથી ઘટીને માત્ર ૮૪૫ દસ્તાવેજો થયા છે.વીંછીયામાં ૧,૦૪૪ દસ્તાવેજોની સામે આ વર્ષે સૌથી ઓછા માત્ર ૬૮૮ દસ્તાવેજો જ નોંધાયા છે.
રાજકોટ જિલ્લાના તમામ સબ-રજિસ્ટ્રાર વિસ્તારોમાં નોંધપાત્ર પીછેહઠ જોવા મળી છે. મવડી, કોઠારિયા અને મોરબી રોડ જેવા વિસ્તારો કે જે ભૂતકાળમાં પ્રોપર્ટીના હોટસ્પોટ ગણાતા હતા, ત્યાં સૌથી મોટો ફટકો પડ્યો છે. દસ્તાવેજોની સંખ્યામાં થયેલો આ ૪૬,૨૨૭ નો મહાકાય ઘટાડો નોંધાયો છે.
(3:41 PM IST)










