તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
તેરા તુજકો અર્પણઃ માર્ચમાં ખોવાયેલા, ચોરાયેલા ૧૨.૪૯ લાખના મોબાઇલ ડીસીબીએ શોધી મુળ માલિકોને સોંપ્યાઃ લાકો રાજી રાજી
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પોલીસ ઇન્સપેક્ટર એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં એમ. જે. અડતરીયા કોન્સ. નગ્માબેન સુમરાએ કરી કામગીરી

રાજકોટઃ શહેરમાંથી ચોરી થયેલા અથવા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી તેના મુળ માલિકો સુધી પહોંચાડવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ડીસીબી પોલીસ સ્ટેશન દ્વારા ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ યોજી નાગરિકોના ચહેરા પર સ્મિત લાવવાનુ કામ કરાયું છે. સીઇઆઇઆર (સેન્ટ્રલ ઇક્વીપમેન્ટ આઇડેન્ટીટી રજીસ્ટર) પોર્ટલ પર સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. ગુમ થયેલા મોબાઈલ ફોનને ટ્રેસિંગમાં મૂકીને ટીમે અથાગ મહેનત બાદ સફળતા મેળવી હતી. માર્ચ મહિના દરમિયાન ડીસીબી પોલીસની ટીમે કુલ ૭૧ મોબાઈલ ફોન શોધી કાઢયા હતા, જેની કિમત રૂા. ૧૨,૪૯,૧૯૯ જેટલી થાય છે.
આ તમામ મોબાઈલ ફોન તેના મુળ માલિકોને પીઆઇ એમ. આર. ગોંડલીયાના હસ્તે પરત સોંપવામાં આવ્યા હતા. પોતાનો કિંમતી મોબાઈલ અને તેમાં રહેલો ડેટા પરત મળતા અરજદારોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને તેઓએ રાજકોટ પોલીસની આ પારદર્શક અને ઝડપી કામગીરીનો આભાર માન્યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં એએસઆઇ એમ. જે. અડતરીયા તથા કોન્સ. નગ્માબેન એમ. સુમરાએ મોબાઇલ શોધવાની કામગીરી કરી હતી.
(3:41 PM IST)










