<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

પૂર્વ સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કર પટેલ, દેવાંગ માંકડ તથા નરેન્‍દ્ર ડવએ દાવેદારી ન નોંધાવી

 

રાજકોટ : આગામી ર૬ એપ્રિલે યોજાનાર મનપાની ચૂંટણી માટે ભાજપની સેન્‍સ પ્રક્રિયા છેલ્લા બે દિવસથી વિધાનસભા બેઠકવાઇઝ ચાલી હતી. જેમાં તમામ વોર્ડના ૯૦૦ થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે.

જયારે ભાજપના સત્તાવાર સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત ટર્મના ૩ કોર્પોરેટરોએ દાવેદારી નો઼ધાવી નથી. જેમાં પુર્વ સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કર પટેલ, દેવાંગ માંકડ, નરેન્‍દ્ર ડવનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છેક ે, વોર્ડ નં. ૧૬ ના નરેન્‍દ્ર ડવએ નિરીક્ષકોને ચૂટણી નહીં લડવાનું ફોર્મ સોંપતા કાર્યકરોમાં અનેક ગણગણાટ શરૂ થયા છે. પુષ્‍કર પટેલ તથા દેવાંગ માંકડે શહેર ભાજપ પ્રમુખને કહ્યું અમારા વોર્ડમાં ગમે તે કાર્યકર્તાને  ટિકીટ આપવામાં આવે તો જીતાડવાનો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો.

(3:57 PM IST)