<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

ભાજપની સેન્‍સ પ્રક્રિયા પૂર્ણઃ બીજા દિ' પણ દાવેદારોનો જમાવડો

ગઈકાલે પ્રથમ દિવસે ૧૨ વોર્ડની ૪૮ બેઠકો માટે ૬૫૬ લોકોની દાવેદારી! સૌથી વધુ વોર્ડ નં.૭ માં ૭૭ લડવા ઈચ્‍છુકોએ રજુઆત કરી આજે વોર્ડ નં.૯, ૧૦, ૧૧, ૧૨, ૧૬ તથા ૧૮ના ૨૯૫થી વધુએ પ્રદેશ નિરિક્ષકોને બાયોડેટા સોંપ્‍યાઃ વોર્ડનં. .૯માં ૭૭ અને વોર્ડનં. ૧૧માં ૭૫ દાવેદારો ઉમટયા

મારૂ ફોર્મ બરાબર છે? ૬ વોર્ડના ટીકીટ ઈચ્‍છુકોની નિરીક્ષક સમક્ષ દાવેદારીઃ ભાજપે ગઈકાલથી મનપાની ચૂંટણી માટે સેન્‍સ પ્રક્રીયા શરૂ કરી છે. ગઈકાલે ૧૨ વોર્ડ પૂર્ણ થયેલ જયારે આજે સવારથી બાકીના ૬ વોર્ડના ટીકીટ ઈચ્‍છુકોએ નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી હતી. ઉપરોકત તસ્‍વીરમાં ફોર્મ ભરતા તથા ચકાસણી કરાવતા દાવેદારો તથા નિચેની તસ્‍વીરમાં પ્રદેશ નિરીક્ષકદ દર્શાય છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ, તા.૨: ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે રાજકોટ સહિત ગુજરાતની મહાનગરપાલિકાઓ, જીલ્લા પંચાયતો સહિત સ્‍થાનિક સ્‍વરાજ્‍ય સંસ્‍થાઓની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડના ૭૨ ઉમેદવારો નક્કી કરવા માટે બે દિવસ સેન્‍સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગઈકાલે પ્રથમ દિવસે ૧૨ વોર્ડની સેન્‍સ લેવામાં આવી હતી. જેમાં ઉમેદવારી માટે દાવેદારોનો જાણે રાફડો ફાટયો હોય તે રીતે ૬૫૬ લોકોએ દાવેદારી કરી છે.

સૌથી વધુ વોર્ડ નંબર ૭માં ૭૭ દાવેદારો સામે આવ્‍યા છે. બાકી રહેલા ૬ વોર્ડની આજે સેન્‍સ પ્રક્રિયા હાથ ધરવામાં આવતા વધુએ દાવેદારી નોંધાવી છે.

ભાજપ દ્વારા રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને લઇ ઉમેદવારોની સેન્‍સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેનો આજે ૨ એપ્રિલે બીજો દિવસ છે. આજની સેન્‍સ પ્રક્રિયામાં વોર્ડ નંબર ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૬ અને ૧૮ નંબરના ૨૯પ થી વધુએ પોતાની દાવેદારી નોંધાવવા નિરીક્ષકો સમક્ષ સેન્‍સ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપાના પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ અમદાવાદમાં નિરીક્ષક હોવાથી તેમના વતી વોર્ડ નંબર ૧૨માંથી તેમની દાવેદારી વોર્ડ નં.૧૨ના પ્રમુખ જયેશ પંડયા દ્વારા નિરીક્ષક સમક્ષ આપવામાં આવી હતી.

બીજા દિવસની સેન્‍સમાં પૂર્વ મેયર મેયર ડો.પ્રદીપ ડવ, પૂર્વ શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, પૂર્વ કોર્પોરેટર શિલ્‍પાબેન જાવિયા, જીતુ કાટોળીયા, દક્ષાબેન વસાણી, ચેતન સુરેજા, અશ્વિન ભોરણીયા, કંચનબેન સિધ્‍ધપુરા, રાજેશ્રીબેન ડોડીયા, રણજિત સાગઠીયા, નીરૂભા વાઘેલા અને રૂચિતાબેન જોષી દ્વારા ઉમેદવારી કરવામાં આવી છે.

રાજકોટ શહેર ભાજપ દ્વારા લેવામાં આવી રહેલ સેન્‍સ પ્રક્રિયામાં ગઈકાલે પ્રથમ દિવસે ૬૫૬ લોકોએ દાવેદારી નોંધાવી હતી, જેમાં વોર્ડ નંબર ૧માં ૭૩, ૨માં ૬૫, ૩માં ૫૬, ૮માં ૫૨, ૪માં ૫૨, ૫માં ૪૪, ૬માં ૫૭, ૭માં ૭૭, ૧૩માં ૪૦, ૧૪માં ૭૦ અને ૧૭માં ૪૫ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે.

વોર્ડ નં.૧૧-૭૫, વોર્ડ નં.૧૨-૩૧, વોર્ડ નં.૯-૭૭, વોર્ડ નં.૧૦-૫૭, વોર્ડ નં.૧૬-૪૦, વોર્ડ નં.૧૮-૧૫ થી વધુ લોકોએ ચૂંટણી લડવા ઈચ્‍છા દર્શાવી હતી.

વોર્ડ નંબર ૧૫માં સૌથી ઓછા ૨૫ દાવેદારો નોંધાયા છે અને આ વોર્ડ ભાજપ માટે ચેલેંજિંગ છે, કારણ કે આ વોર્ડમાં ભાજપ આજ દિવસ સુધી જીતી શકયું નથી. માટે આ વર્ષે આ વોર્ડ જીતવા માટે પ્રદેશ પ્રમુખ દ્વારા પણ શહેર ભાજપને ચેલેન્‍જ આપવામાં આવી છે.

આજે સવારે ૧૦ વાગ્‍યાથી સેન્‍સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં રાજ્‍ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુભાઈ પટેલ, જીજ્ઞેશ સેવક, પૂર્વ સાંસદ ભાવનાબેન, યુવા મોરચાના મહામંત્રી ડો. નરેશ દેસાઈ, રાજેન્‍દ્ર પટેલ, નટુજી ઠાકોર, સુરેશ પટેલ અને સીતાબેન પટેલ નિરીક્ષક તરીકે ઉપસ્‍થિત રહી દાવેદારોને સાંભળશે. આજે બાકી રહેલા ૬ વોર્ડની યાદી મળી કુલ ૧૮ વોર્ડની યાદી બનાવી પ્રદેશમાં મોકલી આપવામાં આવશે. (રર.૧૨)

 

કયા વોર્ડમાં કેટલા દાવેદાર

વોર્ડ      દાવેદાર     વોર્ડ    દાવેદાર

૧  ૭૩   ૧૦  પ૭

ર   ૬પ   ૧૧  ૭પ

૩  પ૬   ૧ર   ૩૧

૪  પર   ૧૩  ૪૦

પ  ૪૪   ૧૪  ૭૦

૬  પ૭   ૧પ  રપ

૭  ૭૭   ૧૬  ૪૦

૮  પર   ૧૭  ૪૫

૯   ૭૭ ૧૮     ૧પ થી વધ 

(3:46 PM IST)