News of Friday, 3rd April 2026
રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિઃ ટિકિટ ચેકિંગ દ્વારા એક વર્ષમાં રૂા.૧૦.૯૫ કરોડની આવક મેળવી
ગયા વર્ષની સરખામણીમાં ટિકિટ ચેકિંગની આવકમાં ૬૮.૨૩ ટકાનો રેકોર્ડબ્રેક વધારો

રાજકોટ, તા. ૩: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન વગર ટિકિટ અને અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો વિરુદ્ધ વ્યાપક તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સતત દેખરેખ અને સઘન ચેકિંગના પરિણામે, રાજકોટ ડિવિઝને આ વર્ષે ટિકિટ ચેકિંગ દ્વારા રૂા.૧૦.૯૫ કરોડની આવક પ્રાપ્ત કરી છે. જે ગત નાણાકીય વર્ષમાં મળેલી રૂા.૬.૫૦ કરોડની આવકની સરખામણીએ ૬૮.૨૩્રુ વધુ છે.
વર્ષ ૨૦૨૫-૨૬માં વગર ટિકિટ/અનિયમિત ટિકિટના કુલ ૧,૫૦,૬૮૧ કેસ નોંધાયા હતા, જે ગત વર્ષે નોંધાયેલા ૯૫,૦૧૧ કેસની સરખામણીમાં ૫૮.૫૯%ᅠ વધુ છે.
જેમાં વગર ટિકિટ મુસાફરીના ૭૩,૬૧૮ કેસમાંથી રૂા.૬.૮૫ કરોડ, ઊંચી શ્રેણીમાં મુસાફરી કરી રહેલા ૭૧,૪૨૭ મુસાફરો પાસેથી રૂા.૪.૦૬૬ કરોડ, ઓવર ટ્રાવેલિંગના ૮૩૩ કેસમાંથી રૂા.૨,૫૧,૯૫૫ અને બુક ન કરાવેલા સામાનના ૨૧૨ કેસમાંથી રૂા.૨૦,૧૨૦ની આવક પ્રાપ્ત થઈ છે.
રેલવેના ફ્રન્ટલાઇન (Frontline) ગણાતા કોમર્શિયલ સ્ટાફની આ શાનદાર સિદ્ધિ બદલ રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના, આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર હિતેશ જોષી તથા રમેશ પાંડોર, મુખ્ય ટિકિટ ચેકિંગ ઇન્સ્પેક્ટર શ્રી કે.સી. ગુર્જર અને સમગ્ર ટિકિટ ચેકિંગ ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
સાથે જ, ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમારે મુસાફરોને અપીલ કરી છે કે તેઓ યોગ્ય ટિકિટ ખરીદીને સન્માનપૂર્વક મુસાફરી કરે.
(3:56 PM IST)










