<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

જનતાની સેવા કરવી એ કોઇ ઉપકાર નથી, મારી ફરજ છે : ભુપેન્‍દ્રભાઇ

મુખ્‍યમંત્રીના ‘હેતના હોંકારા'થી રાજકોટના હાઉસિંગ બોર્ડના હજારો પરિવારોનું ઘર બચ્‍યું : સીએમનું સન્‍માન : સત્તાનો રુઆબ નહીં પણ વાલીની હૂંફ : રાજુભાઈ ધ્રુવની સચોટ રજૂઆત અને ભૂપેન્‍દ્રભાઈ પટેલની સંવેદનશીલતાએ આવાસધારકો પરથી વિસ્‍થાપિત થવાનું સંકટ ટાળ્‍યુ

રાજકોટ : આકાશેથી આફત વરસે ત્‍યારે માણસ છત શોધે છે, પરંતુ જ્‍યારે છત જ છીનવાઈ જવાની ભીતિ ઊભી થાય ત્‍યારે ગરીબ અને મધ્‍યમ વર્ગ જાય તો કયાં જાય? રાજકોટના કોઠારિયા માર્ગ પર આવેલા આનંદનગર અને દૂધસાગર માર્ગ પરના હાઉસિંગ બોર્ડના મકાનોમાં વસતા હજારો પરિવારો પર તાજેતરમાં આવું જ ગંભીર સંકટ ઘેરાયું હતું. મહાનગરપાલિકાના માત્ર એક આદેશના કાગળિયાએ હજારો લોકોની રાતોની ઊંઘ હરામ કરી દીધી હતી. જોકે, રાજ્‍યના અત્‍યંત મળદુ અને મક્કમ મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે સત્તાના સિંહાસન પર બેસીને નહીં, પરંતુ એક સાચા વાલીની સકારાત્‍મક ભૂમિકા ભજવીને આ ગરીબ પરિવારોના માથે આશીર્વાદનો હાથ મૂકયો છે.‘દાદા'ના માત્ર એક હોંકારાએ હજારો પરિવારોને ઘરવિહોણા થતાં બચાવીને એક પ્રેરણાદાયક દાખલો બેસાડ્‍યો છે.

વર્ષ ૧૯૯૬માં બંધાયેલા આ મકાનો વર્ષોથી અનેક પરિવારોનો એકમાત્ર આશરો રહ્યા છે. સ્‍થાનિકોએ તેની જાળવણી એવી ચીવટથી કરી છે કે તે સંપૂર્ણપણે રહેવાલાયક સ્‍થિતિમાં છે, તેમ છતાં ૨૦૨૪ના ચોમાસામાં તંત્રએ અણધારી રીતે આ મકાનોને જર્જરિત જાહેર કરી તાત્‍કાલિક ખાલી કરવાનો આદેશ આપી દીધો હતો. આ કપરા સમયે હતાશ થયેલા આવાસધારકોએ ભાજપના અગ્રણી અને પ્રવક્‍તા શ્રી રાજુભાઈ ધ્રુવનો સંપર્ક સાધ્‍યો હતો. લોકોની વેદના જોઈ શ્રી રાજુભાઈએ આ ગંભીર પ્રશ્ન સીધો જ મુખ્‍યમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો. જનતાના પ્રશ્નો પ્રત્‍યે હંમેશા જાગળત રહેતા મુખ્‍યમંત્રીશ્રીએ વિલંબ કર્યા વિના આવાસ નિગમના આયુક્‍તને સ્‍થળ પર જઈ તપાસ કરવા આદેશ આપ્‍યો હતો. તકનીકી તપાસના અંતે અહેવાલ આવ્‍યો કે મકાનો સંપૂર્ણ સુરક્ષિત છે, જેનાથી તંત્રની સંવેદનહીનતા પર પૂર્ણવિરામ મુકાયું અને પરિવારો રઝળતા બચ્‍યા.

પોતાના હકના ઘર બચવા બદલ આનંદવિભોર થયેલા આવાસધારકો અને ફેડરેશન ઓફ હાઉસિંગ બોર્ડ એસોસીએશન દ્વારા રાજકોટના અટલબિહારી વાજપેયી સભાગળહમા‘દાદાનો હેતનો હોંકારો' નામે ભવ્‍ય સન્‍માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આવાસધારકોએ મુખ્‍યમંત્રીશ્રીનું સાફો, શાલ અને સન્‍માનપત્રથી ભાવસભર બહુમાન કર્યું હતું. આ તકે મુખ્‍યમંત્રીશ્રીએ લાગણીસભર હૈયે જણાવ્‍યું હતું કે, જનતાની સેવા કરવી એ કોઈ ઉપકાર નથી પણ મારી પવિત્ર ફરજ છે. સરકારની યોજનાઓના કેન્‍દ્રમાં હંમેશા છેવાડાનો માનવી રહ્યો છે. તેમણે રાજુભાઈ ધ્રુવ દ્વારા કરવામાં આવેલી રજૂઆત અને લોકોના વિશ્વાસની પણ સરાહના કરી હતી.

આ પ્રસંગે રાજુભાઈ ધ્રુવે મુખ્‍યમંત્રીના સરળ અને મળદુ સ્‍વભાવના વખાણ કરતા કહ્યું કે, મુખ્‍યમંત્રીના ત્‍વરિત નિર્ણયને કારણે આજે હજારો પરિવારો શાંતિની નિંદ્રા માણી રહ્યા છે. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્‍યો ઉદયભાઈ કાનગડ, ભાનુબેન બાબરિયા, દર્શિતાબેન શાહ સહિતના અગ્રણીઓ અને વિશાળ સંખ્‍યામાં આવાસધારકો ઉપસ્‍થિત રહ્યા હતા. 

(2:18 PM IST)