<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

મેપલવુડ સ્‍કુલ દ્વારા કાલે ફેશન શો

ભારતીય સંસ્‍કૃતિને અનુરૂપ પરિધાન કરી થશે પરફોર્મ : વિજેતાઓને પ હજાર સુધીના પુરસ્‍કાર

 

રાજકોટ તા. ૩ : મહાત્‍માગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કાલે તા. ૩ ના શનિવારે શાળા કેમ્‍પસ ખાતે વિદ્યાર્થી ભાઇ બહેનો અને માતાઓ માટે ફેશન શોનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્‍યુ હતુ કે શહેરમાં આ પ્રથમવાર કહી શકાય તેવું ભારતીય સંસ્‍કૃતિની થીમ ઉપર ફેશન શોનું આયોજન કરાયુ છે. જેમાં ૪ થી ૧૨ વર્ષ સુધીના વિદ્યાર્થી ભાઇ બહેનો અને તેમની માતાઓ પરફોર્મ કરશે. કાલે તા. ૪ ના શનિવારે સાંજે ૬ વાગ્‍યાથી સંતકબીર રોડ, બેડીપરા ખાતે આવેલ શ્રી મેપલવુડ સ્‍કુલના કેમ્‍પસ ખાતે આ ફેશન શો થશે. જેમાં ૧૦૦થી વધુ સ્‍પર્ધકો રેમ્‍પ વોક કરશે.

વિદ્યાર્થીઓમાં શ્રેષ્‍ઠ પરફોર્મ કરનારને રૂ.૨૫૫૧ અને માતાઓમાં શ્રેષ્‍ઠ પરફોર્મ કરનારને રૂ.૫૦૦૦ પુરસ્‍કાર એનાયત થશે.

આ કાર્યક્રમમાં સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. અલ્‍પનાબેન ત્રિવેદી તેમજ સમાજ શ્રેષ્‍ઠીઓ અને મહિલા આગેવાનો ઉપસ્‍થિત રહી સ્‍પર્ધકોનો ઉત્‍સાહ વધારશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા શાળાના આચાર્ય અને કો-ઓર્ડીનેટર જયોતિબેન બગડીયા તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જયોતિબેન બગડીયા, જાન્‍વીબેન કાપડીયા, નિલેશભાઇ મકવાણા, ડો. શૈલેષભાઇ સોજીત્રા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બથગરીયા) 

 

(2:23 PM IST)