તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 3rd April 2026
ઓશો તંત્ર ભયાનક નહિ, મધુર છેઃ પૂ.સંજય ભારતી
‘યશ ઓશો'ના સંપાદક ‘અકિલા'ની મુલાકાતેઃ બ્રહમાંડની ઉર્જા સાથે જોડાવ : મૂળ દિલ્હીના સ્વામીજી પુના આશ્રમમાં સક્રિયઃ ઓશોની એક બુક વાંચી અને જીવન પલટાયું: દરક્ષણે ઓશો ઉર્જાની અનુભૂતિઃ શરીર-મનનું દરેક કાર્ય સજાગતામાં થવું જોઇએઃ વિકલ્પ તનાવનું કારણ, સજાગતાથી સંકલ્પ દ્રઢ બનેઃ ગીરમાં દક્ષ રિસોર્ટ ખાતે શિબિર પ્રારંભ, રવિવારે પુર્ણાહૂતિ

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સ્વામી સંજય ભારતીજી, સ્વામી સત્ય ભારતીજી, સ્વામી સત્ય પ્રકાશજી, સ્વામી રાધેશ્યામજી તથા સ્વામી આનંદ પારસજી નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ, તા. ૩: ઓશોનું તંત્ર દર્શન ભયાનક નહિ, મધુર છે.... આ શબ્દો સ્વામી સંજય ભારતીજીના છે. તેઓ પુના ખાતે સ્થાયી છે અને યશ ઓશો મેગેઝિનના સંપાદક છે. સ્વામીજી ‘અકિલા'ની મુલાકાતે આવ્યા હતા અને આધ્યાત્મિક ગહન ચિંતન રજૂ કર્યું હતું. ગીરમાં દક્ષ રિસોર્ટ ખાતે સ્વામી સંજય ભારતીજીના સાનિધ્યમાં ઓશો શિબિરનો પ્રારંભ થઇ ગયો છે. રવિવારે પુર્ણાહૂતિ થશે.
સંજય ભારતી જેઓ દિલ્હીના વતની છે અને હાલ પૂના પાસે ‘ઓશો હીલ' માં સક્રિય છે. તેમના મતે ઓશો કોઈ વ્યક્તિ નથી, પણ એક એવી જીવંત ચેતના છે જેની અનુભૂતિ તેમને દર ક્ષણે થયા કરે છે. આ અનુભૂતિ માત્ર ભાવનાત્મક નથી, પણ અત્યંત પ્રાયોગિક છે. તેઓ માને છે કે જ્યારે સાધક પોતાના શ્વાસ અને શારીરિક હલનચલન પ્રત્યે સજાગ બને છે, ત્યારે તે અસ્તિત્વના લય સાથે એકાકાર થઈ જાય છે. શ્વાસ એ જીવનની સૌથી પાયાની અને અનિવાર્ય ક્રિયા છે, અને જો તેમાં જાગળતિ ઉમેરવામાં આવે, તો તે સાધનાનો સૌથી સરળ અને પ્રભાવશાળી માર્ગ બની જાય છે.
સ્વામીજી કહે છે કે તંત્ર વિશે સમાજમાં જે ભયાનકતા કે અંધશ્રદ્ધા પ્રવર્તે છે, તેને સંજય ભારતી સદંતર નકારે છે. તેઓ ભારપૂર્વક કહે છે કે ઓશોનું તંત્ર દર્શન ભયાનક નહીં, પણ અત્યંત મધુર છે. તંત્રનો અર્થ છે સ્વીકાર ラ જે છે તેનો સંપૂર્ણ અને સભાન સ્વીકાર. પરંપરાગત ધર્મોએ જીવનના અનેક પાસાઓને વર્જિત ગણીને ભય પેદા કર્યો છે, જ્યારે તંત્ર તે તમામ પાસાઓને આનંદ અને ઉત્સવમાં રૂપાંતરિત કરવાની કળા શીખવે છે. સંજય ભારતીના મતે, જે માર્ગમાં નળત્ય હોય, સંગીત હોય અને તોહની અભિવ્યક્તિ હોય, તે કયારેય ડરામણો હોઈ શકે નહીં. તે તો માધુર્યની પરાકાષ્ઠા છે, જેમાં સાધક પોતાની કામ-ઊર્જાને દબાવવાને બદલે તેને સમાધિ તરફ વાળવાનું વિજ્ઞાન શીખે છે. આ પ્રક્રિયામાં ‘તનાવ વગરની જાગળતિ' એ સૌથી મોટું સૂત્ર છે. સામાન્ય રીતે જાગળત રહેવાનો પ્રયત્ન કરવા જતાં માણસ તણાવ અનુભવે છે, પરંતુ સંજય ભારતી સમજાવે છે કે સાચી જાગળતિ વિશ્રાંતિમાં જન્મે છે.
માનવીય મનની ગૂંચવણો વિશે વાત કરતા સ્વામીજીએ એક અદભુત સત્ય રજૂ કરે છે કે વિકલ્પ જ તણાવનું મૂળ કારણ છે. જ્યારે આપણી પાસે અનેક વિકલ્પો હોય છે, ત્યારે મન વિભાજિત થઈ જાય છે અને આ વિભાજન અશાંતિ પેદા કરે છે. સંજય ભારતી મુજબ, આપણું મન સો ટુકડાઓમાં વહેંચાયેલું છે, જેના કારણે આપણી શક્તિ વેડફાઈ જાય છે. જો સજાગતા દ્વારા આ તમામ ટુકડાઓને એકઠાં કરવામાં આવે અને માત્ર એક જ મન બચે, તો સંકલ્પ અજેય બની જાય છે. આવો દ્રઢ સંકલ્પ જ સાધકને બ્રહ્માંડની અનંત ઊર્જા સાથે જોડે છે. વિશ્રાંતિને મીસિંગ ન થવા દેવી એ જ સાધનાની સફળતા છે. જ્યારે મન શાંત અને એકાગ્ર હોય, ત્યારે જીવનમાં આવતી કોઈ પણ પસંદગી તણાવ પેદા કરતી નથી, કારણ કે જાગળતિ આપોઆપ સાચો રસ્તો બતાવે છે.
સાધનાની ઊંડી પદ્ધતિઓ જેમ કે ‘નાદબ્રહ્મ ધ્યાન' અને ‘તીબેટીયન પલ્સિંગ યોગ' અંગે સંજય ભારતીના વિચારો અત્યંત ગહન છે. ઓશો નાદબ્રહ્મ ધ્યાન વિશે તેઓ કહે છે કે આ ધ્યાન સાધકને બ્રહ્માંડના મૌન નાદ સાથે જોડે છે. અંદરનો હૂંકાર જ્યારે બ્રહ્માંડના કંપનો સાથે લયબદ્ધ થાય છે, ત્યારે સાધક શૂન્યતાનો અનુભવ કરે છે. તેવી જ રીતે, તીબેટીયન પલ્સિંગ યોગ દ્વારા અંદરની જૈવિક ઊર્જાને બ્રહ્માંડની વ્યાપક ઊર્જા સાથે જોડી શકાય છે. સંજય ભારતીના મતે આ પદ્ધતિઓ શરીરના કોષોમાં રહેલા જૂના સંસ્કારો અને પીડાઓને મુક્ત કરી દે છે. પરિણામે, વ્યક્તિ માત્ર શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ મુક્ત બને છે. ઓશોના આ વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા તેઓ સમજાવે છે કે સાધના એ કોઈ પરલોકની વાત નથી, પણ આ ક્ષણે, આ જ શરીરમાં રહીને પરમ શાંતિ પામવાની મધુર યાત્રા છે.
પૂ. સંજય સ્વામીજીનું પરંપરાગત પધ્ધતિથી સ્વાગત ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ કર્યુ હતું. આ પ્રસંગે સ્વામી રાધેશ્યામજી ઉપસ્થિત રહયા હતા.(૯.ર૭)
ઓશોના પુસ્તકથી જીવન પરિવર્તન
રાજકોટ, તા. ૩: સ્વામી સંજય ભારતીજી મુળ દિલ્હીના છે. લાઇબ્રેરીમાં ઓશોનું પુસ્તક હાથમાં આવ્યું અને ભાઇ સાથે આ પુસ્તક વાંચીને પ્રભાવિત થયા અને સ્વામીજીનું જીવન ઓશોમય બની ગયું હતું.
સક્રિય ધ્યાન અને ઓશો તંત્રના વિષયમાં સંજય સ્વામીના વિચારો અત્યંત સ્પષ્ટ અને પ્રાયોગિક છે. તેઓ માને છે કે આધુનિક માણસ એટલો બધો તણાવ અને દમન નીચે જીવે છે કે તે સીધો શાંત બેસી શકતો નથી. તેથી, સંજય સ્વામી સક્રિય ધ્યાનને પヘમિી અને પૂર્વીય મનોવિજ્ઞાનનો અદભુત સમન્વય ગણે છે. તેમના મતે, શરીર દ્વારા કેથાર્સિસ (રેચન) કર્યા પછી જ મન ધ્યાન માટે તૈયાર થાય છે.
ઓશો દ્વારા વિકસિત ડાયનેમિક મેડિટેશન કે કુંડલિની ધ્યાન અંગે તેઓ સમજાવે છે કે આ પદ્ધતિઓ આધુનિક સમયની જરૂરિયાત છે. સંજય સ્વામીના મતે, જ્યારે સાધક જોરથી શ્વાસ લે છે કે નાચે છે, ત્યારે તેની દબાયેલી ઊર્જા મુક્ત થાય છે. આ મુક્તિ પછી આવતી શાંતિ જ સાચી શૂન્યતા છે. તેઓ અવારનવાર કહે છે કે સક્રિય ધ્યાન એ મનને થકવીને આત્માને જગાડવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં શરીર માધ્યમ બને છે અને સાક્ષીભાવ લક્ષ્ય હોય છે
સ્વજાગૃતિ સૌથી મોટી સાધનાઃ સ્વામીજી
રાજકોટ, તા. ૩: સંજય સ્વામીના વિચારો અને સાધનાનો પાયો ઓશોના ‘ઝેન' અને ‘તાઓ' દર્શન પર આધારિત છે. તેઓ માને છે કે સાધના એ કોઈ ક્રિયા નથી, પરંતુ એક અવસ્થા છે. તેમના મતે પરંપરાગત ધાર્મિક વિધિઓ કરતા સ્વ-જાગળતિ અને સાક્ષીભાવ વધુ મહત્વના છે. જીવનના દરેક કાર્યને હોશપૂર્વક કરવું એ જ સાચી સાધના હોવાનું તેઓ વારંવાર ભારપૂર્વક જણાવે છે.
સંજય સ્વામીના ચિંતનમાં ‘અંતર્યાત્રા' કેન્દ્રસ્થાને છે. તેઓ વિચારોના દમનને બદલે વિચારોના નિરીક્ષણને પ્રાધાન્ય આપે છે. તેમના મતે મન જ્યારે નિર્વિચાર બને છે, ત્યારે જ સત્યનો સાક્ષાત્કાર શકય છે. સાધના અંગેનો તેમનો અભિગમ અત્યંત વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક છે. તેઓ કહે છે કે માણસે પોતાની અંદર રહેલા દ્વંદ્વ અને દમનનો સ્વીકાર કરવો જોઈએ, કારણ કે સ્વીકાર એ જ રૂપાંતરણની પહેલી શરત છે.
વિચારોની અભિવ્યક્તિમાં તેઓ ‘બૌદ્ધિક અહંકાર' થી દૂર રહેવાની સલાહ આપે છે. સંજય સ્વામીના મતે જ્ઞાન એ માહિતીનો સંગ્રહ નથી, પણ અનુભૂતિનો નિષ્કર્ષ છે. તેઓ ઓશોની ‘નવ-સન્યાસ' ની વિભાવનામાં જીવે છે, જેમાં સંસારનો ત્યાગ કર્યા વગર જ અંતરમાં વૈરાગ્ય ધારણ કરવાની વાત છે. આધુનિક સમયના તણાવ અને માનસિક ગૂંચવણોના ઉકેલ માટે તેઓ ધ્યાન અને સક્રિય ધ્યાન પદ્ધતિઓને અનિવાર્ય ગણે છે.
(3:11 PM IST)










