News of Friday, 3rd April 2026
રાજકોટ મુકાયેલા પોલીસ ઇન્સપેકટર સોલંકી, દવે, ગોંડલીયા અને ચોૈધરીને નિમણુંક આપતા બ્રજેશ ઝા

રાજકોટ તા.૩: તાજેતરમાં રાજયના પોલીસવડા દ્વારા ૭૦૦થી વધુ પોલીસ ઇન્સપેકટરોની સામુહિક બદલીના હુકમો કરવામાં આવ્યા હતા. આ હુકમોમાં રાજકોટ શહેરમાં ૮ થી વધુ નવા પોલીસ ઇન્સપેકટરોને મુકવામાં આવ્યા હતા. આ પેૈકીના દેવભુમી દ્વારકાથી આવેલા પી.આઇ. એસ.એમ. સોલંકીને આઇયુસીએડબલ્યુ શાખામાં, અમરેલીથી આવેલા પી.આઇ. સી.એન. દવેને ગાંધીગ્રામ-૨ (યુનિ.) પોલીસ સ્ટેશનમાં જયારે આહવા ડાંગથી આવેલા પી.આઇ. પી.ડી. ગોંડલીયા અને ગાંધીનગરથી આવેલા પી.આઇ. એન.બી. ચોૈધરીને ટ્રાફિકશાખામાં નિમણુંક આપતા હુકમો પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા કરવામાં આવ્યા છે.
(3:12 PM IST)










