<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

રાજકોટ ડિવિઝન RPFની મોટી સિદ્ધિઃ એક વર્ષમાં રૂા. ૩૮.૯૮ લાખનો સામાન પરત કર્યો, ૧૦૩ ગુનેગારોની ધરપકડ

૨૭ બાળકોને પરિવાર સાથે મિલાવ્‍યા ચેઈન પુલિંગ અને ટિકિટના કાળાબજાર પર કડક સકંજો મુસાફરોની સુરક્ષા માટે વ્‍યાપક જનજાગળતિ અભિયાન

રાજકોટ, તા. ૩ : પヘમિ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (RPF) એ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ (૦૧ એપ્રિલ ૨૦૨૫ થી ૩૧ માર્ચ ૨૦૨૬) દરમિયાન મુસાફરોની સુરક્ષા, રેલવે સંપત્તિનું રક્ષણ અને જનસેવાના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્‍યા અનુસાર, ૅસેવા હી સંકલ્‍પૅ ના ધ્‍યેય હેઠળ, આઈજી-કમ-પ્રધાન મુખ્‍ય સુરક્ષા કમિશનર શ્રી અજય સદાનીના કુશળ નેતળત્‍વ અને ડિવિઝનલ સુરક્ષા કમિશનર, રાજકોટ શ્રી કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ RPF એ વિવિધ અભિયાનો દ્વારા પ્રશંસનીય કામગીરી કરી છે.

આ સમયગાળા દરમિયાન, રેલવે સુરક્ષા બળ દ્વારા મુસાફરો, રેલવે પરિસર અને ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરની સુરક્ષા સુનિヘતિ કરીને અનેક મહત્‍વપૂર્ણ અભિયાનો સફળતાપૂર્વક ચલાવવામાં આવ્‍યા હતા.

 મુખ્‍ય સિદ્ધિઓ નીચે મુજબ છે

 ઓપરેશન અમાનતઃ આ અભિયાન અંતર્ગત મુસાફરી દરમિયાન વિવિધ રેલવે સ્‍ટેશનો અને ટ્રેનોમાં મુસાફરો દ્વારા ભૂલથી રહી ગયેલા સામાનને સુરક્ષિત રીતે પરત કરવામાં RPF એ નોંધપાત્ર સફળતા મેળવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૩૫૨ મુસાફરોનો અંદાજે રૂા.૩૮,૯૮,૪૮૪ ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે તેમને સોંપવામાં આવ્‍યો હતો.

 ઓપરેશન નન્‍હે ફરિશ્‍તેઃ આ અભિયાન હેઠળ ૨૭ એવા બાળકોને તેમના પરિવાર સાથે મિલાવવામાં આવ્‍યા હતા, જેઓ કોઈ કારણસર સ્‍ટેશન કે ટ્રેનમાં પોતાના પરિવારથી છૂટા પડી ગયા હતા.

 ઓપરેશન ડિગ્નિટીઃ આ અભિયાન અંતર્ગત ૧૨ વ્‍યક્‍તિઓને તેમના પરિવારજનો સાથે મિલાવવામાં આવ્‍યા હતા, જેઓ વિવિધ સંજોગોમાં પોતાના સ્‍વજનોથી અલગ થઈ ગયા હતા.ઓપરેશન રેલ સુરક્ષાઃ રેલવે સંપત્તિની સુરક્ષા માટે ચલાવવામાં આવેલા આ અભિયાનમાં ચોરીના ૩૫ કેસોમાં ૧૦૩ આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

 ઓપરેશન સમય પાલનઃ રેલ વ્‍યવહારમાં અવરોધ ઉભો કરનારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરતા ચેઈન પુલિંગના ૪૪૬ કેસ નોંધાયા હતા અને ૪૪૧ આરોપીઓની ધરપકડ કરી રેલવે અધિનિયમ હેઠળ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.

 ઓપરેશન ઉપલબ્‍ધઃ રેલવે ટિકિટોના કાળાબજાર પર અસરકારક અંકુશ લગાવતા આ અભિયાન હેઠળ ૧૪ વ્‍યક્‍તિઓની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ ટિકિટોના ગેરકાયદે વેચાણમાં સંડોવાયેલા જોવા મળ્‍યા હતા.

 ઓપરેશન યાત્રી સુરક્ષાઃ મુસાફરોના સામાનની ચોરીના કિસ્‍સામાં સતર્ક કાર્યવાહી કરતા ૪ કેસમાં ૭ આરોપીઓને ઝડપી પાડી સરકારી રેલવે પોલીસ (GRP) ને સોંપવામાં આવ્‍યા હતા, જેમની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.  ઓપરેશન જનજાગરણઃ RPF દ્વારા મુસાફરો અને સામાન્‍ય નાગરિકોને જાગળત કરવા માટે વ્‍યાપક જનજાગળતિ અભિયાન ચલાવવામાં આવ્‍યું હતું. આ અભિયાન અંતર્ગત તમામ ય્‍ભ્‍જ્‍ પોસ્‍ટ અને ચોકીઓ પર બેનરો, પબ્‍લિક એડ્રેસ સિસ્‍ટમ દ્વારા જાહેરાતો, ગામના સરપંચો અને સ્‍થાનિક પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજવામાં આવી હતી. આ દરમિયાન રેલવે લાઈન ક્રોસ ન કરવા, ટ્રેનો પર પથ્‍થરમારો અટકાવવા, નશાખોરી, મહિલા સુરક્ષા અને માનવ તસ્‍કરી જેવા મહત્‍વના વિષયો પર જાગળતિ કાર્યક્રમો યોજાયા હતા.

રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્‍યું હતું કે, રાજકોટ ડિવિઝન RPFની આ સિદ્ધિ મુસાફરોની સુરક્ષા અને સેવા પ્રત્‍યેની તેની ઉત્‍કળષ્ટ પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.

(3:14 PM IST)