<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

યુનિ. રોડ જૈન સંઘમાં આયંબીલ તપ આરાધકોના પારણા

ધારાસભ્‍ય ડો.દર્શીતાબેન શાહે સંઘમાં આયંબીલ તપ કર્યુ

રાજકોટ, તા., ૩: શહેરના યુનિ. રોડ શ્વેતાંબર મુર્તિપુજક જૈન સંઘમાં આયંબીલ ઓળીની આરાધના પૂ. આગમોધ્‍ધારક શ્રી આનંદ સાગર સુરી સમુદાય વર્તી શતાવધાની પૂ. શુભદિયાશ્રીજી મ.સ.ના સુશિષ્‍યા પૂ.સા.શ્રી શાશ્વતદ્રુમાશ્રીજી તથા પૂ.સા. શ્રી શાસનદ્રુમાશ્રીજી મ.સ. આ.ઠા.ની નિશ્રામાં પુર્ણ થતા આજે પારણા યોજાયા હતા.

આ અંગે સંઘ પ્રમુખ અનીષભાઇ વાઘરે જણાવેલ કે, ગઇકાલે આયંબીલ તપસ્‍વી ૧૦૦ લોકોએ આરાધના કરી સંઘ તેમજ લાભાર્થી પરિવારને લાભ આપેલ. સંઘના આમંત્રણને માન આપી ધારાસભ્‍ય ડો. દર્શીતાબેન શાહે પણ આયંબીલ તપ કર્યુ હતું. 

(3:27 PM IST)