<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

સોમનાથ સોસાયટીમાં આશાસ્‍પદ યુવતી દિશા બોરીચા કેન્‍સર સામેનો જંગ હારી ગઇ

રાજકોટ, તા.૩: રૈયા ટેલિફોન એક્‍સચેન્‍જ પાસે આવેલી સોમનાથ સોસાયટી શેરી નંબર-૯માં રહેતી દિશા મુકેશભાઈ બોરીચા (ઉં.વ. ૨૧) નામની યુવતી ગઇકાલે પોતાના ઘરે હતી ત્‍યારે અચાનક બેભાન થઈ ઢળી પડી હતી. પરિવારજનો તેને તાત્‍કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલ ખાતે લઈ ગયા હતા પરંતુ ત્‍યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મળત જાહેર કરતા ગમગીની છવાઈ ગઈ હતી.

પરિવારજનોના જણાવ્‍યા મુજબ, દિશાને છેલ્લા કેટલાક સમયથી ખભાના ભાગે ગાંઠ થઈ હતી. તપાસ દરમિયાન માલુમ પડ્‍યું હતું કે કેન્‍સરની અસર તેના ફેફસાં સુધી ફેલાઈ ગઈ હતી. ગત રાત્રે તેની તબિયત લથડતા તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

દિશા અભ્‍યાસમાં તેજસ્‍વી હતી અને તેણે તાજેતરમાં જ પોતાનું ગ્રેજ્‍યુએશન (તાાતક) પૂર્ણ કર્યું હતું. તે ત્રણ ભાઈ-બહેનોમાં વચેટ હતી. હજુ તો તેની કારકિર્દી અને ભવિષ્‍યની શરૂઆત થાય તે પહેલા જ કેન્‍સરે તેનો ભોગ લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્‍યુ છે.

(3:59 PM IST)