<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

સુખનું મોટામાં મોટુ રહસ્‍ય પોતાની જાત સાથે સારી રીતે રહેવામાં છેઃ પૂ.જીજ્ઞેશદાદા

પવિત્ર ભાગવતકથાના અંતિમ દિવસે દિવ્‍યવાણી * વિશ્વમાં હિન્‍દુ ધર્મ જ એક એવો ધર્મ છે, જે સર્વધર્મ પ્રત્‍યે સમભાવ રાખે છે અને તેના કેન્‍દ્રમાં માનવી છે * પુરૂષ મકાન બનાવી શકે પરંતુ ઘર તો સ્‍ત્રી જ બનાવી શકે

રાજકોટ તા.૩: રાજકોટના વિશાળ રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે સુપ્રસિધ્‍ધ ભાગવતાચાર્ય પૂ.જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને યોજાયેલ પવિત્ર ભાગવતકથાના અંતિમ દિવસે દિવ્‍યવાણી થકી પૂ.જીજ્ઞેશદાદાએ વ્‍યાસપીઠ ઉપરથી જણાવ્‍યુ હતું કે સુખનું મોટામાં મોટુ રહસ્‍ય પોતાની જાત સાથે સારી રીતે રહેવામાં છે. વિશ્વમાં હિન્‍દુ ધર્મ જ એક એવો ધર્મ છે, જે સર્વધર્મ પ્રત્‍યે સમભાવ રાખે છે અને તેના કેન્‍દ્રમાં માનવી છે. વધુમાં કહયુ હતું કે, પુરૂષ મકાન બનાવી શકે પરંતુ ઘર તો સ્‍ત્રી જ બનાવી શકે.

કથા સમાપનમાં સાતમાં દિવસે આચાર્ય પીઠેથી પૂ.જીજ્ઞેશદાદાએ કેટલીક પ્રેકટીકલ અને પ્રેરક વાતો કરી જે અત્રે રજુ કરી છે. સાત્‍વિકતા સ્‍વ માટે રાખો અને રસિકતા પ્રભુ માટે રાખો, પુતના અવિદ્યાનું પ્રતિક છે, માનવીના સારા વિચારો લઇ જાય છે, આવુ જ રામાયણની મંથરાનું છે, માનવીને ખોટા વિચારો આપે છે. પૂતના અને મંથરા બંને વૃતિઓ છે. યુગો પહેલાની મહાભારતની પૂતના અને રામાયણની મંથરાઓ આજે પણ માનવ સમાજમાં છે.

કથા પ્રવાહ દરમ્‍યાન પૂ.જીજ્ઞેશદાદાએ કહયુ કે, શુધ્‍ધ આહાર, શુધ્‍ધ વ્‍યવહાર, શુધ્‍ધ વાણી અને વિચારોથી જીવન દિવ્‍ય બને છે. જેને મહાદેવ થવુ છે તેને સમાજના ઝેર પીવા પડશે. ભગવાન શંકરે જગતને પ્રલયમાંથી બચાવ્‍યું ઝેર ન પીધું હોય તો જગતનો વિનાશ થઇ ગયો હોત, કૃષ્‍ણ ભગવાને પણ પૂતનાનું ઝેર પીધું હતું. ઇશ્વરનો પ્રેમ ફકત સદાચારીઓ અને કર્તવ્‍ય પરાયણ માનવી માટે જ સુરક્ષિત છે. ભાવ, કૂભાવ, આળસ કે , ક્રોધથી લીધેલા રામનામથી ઉધ્‍ધાર થયાના પુરાણા, ધર્મગ્રંથો માં અનેક દાખલાઓ છે, ભગવાન શંકરે ભાવથી, વાલ્‍મિકીએ કુભાવથી કુંભકર્ણએ આળસથી અને રાવણે ક્રોધથી રામનામનો ઉચ્‍ચાર કર્યો હતો છતા બધાના ઉધ્‍ધાર થઇ ગયા. ‘માનવી કયાંથી આવ્‍યો અને કયા જવાનો છે તે જાણતો નથી' એ દુનિયાનું મોટામાં મોટું આヘર્ય છે હું કોણ છું તેનો ઉતર આવડે તો સમજજો કે, તમે ઇશ્વરની નજીક છો, ભગવાને માનવીને જે પરિસ્‍થિતી આપી છે તેમાં પ્રસન્‍નતાથી રહે એ તપ છે.  ત્રિકાળ સંધ્‍યા સમાન શ્રેષ્‍ઠ સત્‍કર્મ બીજું એકેય નથી, ત્રિકાળ સંખ્‍યાનો મહિમા મોટો છે.... સંધ્‍યા સમાન શ્રેષ્‍ઠ કર્મ બીજુ એકેય નથી. પ્રાંતઃ સંધ્‍યાથી રાત્રીના પાયનષ્‍ટ થાય છે. મધ્‍યાન સંધ્‍યા અન્‍ન, જળનો દોષ દુર કરે છે. અને સાયં સંધ્‍યા દિવસના પાપ નષ્‍ટ કરે છે. સંધ્‍યામાં સૂર્યનારાયણનો જાપ કર્યા કરતા જગદંબા ગાયત્રીનું ધ્‍યાન કરવાનું છે. ત્રિકાળ સંધ્‍યા કરનારો કદી મુર્ખ કે દૃષ્‍ટિ રહેતો નથી.

 શ્રી રામના સત્‍સંગ કરતા પણ રામાયણનો સત્‍સંગ વધુ અસરકારક છે. પરમાત્‍મા પ્રત્‍યક્ષ બિરાજે છે. ત્‍યારે જે કામ પરમાત્‍મા સ્‍વયં કરી શકતા નથી તે કામ પરમાત્‍માનું નામ કરે છે... રામનામથી ફેંકેલા પથ્‍થરો તર્યા છે જયારે રામજી ના હાથથી નાખેલા પથ્‍થરો ડૂબ્‍યાનો રામાયણમાં ઉલ્લેખ છે.

હનુમાન પાસે રામનામનું બળ હતું, બ્રહ્મચર્યનું બળ હતું. આ બે બળ હોય તો સંસાર સમુદ્રને ઓળંગીને સીતારામના દર્શન કરી શકાય

રામનું નામ બ્રહ્મ સમાન છે. વાલ્‍મિકીને રામ ભગવાનના રૂપમાં અને તુલસીદાસના રામ માનવરૂપમાં છે. રામને કારણે આપણા દેશમાં ત્‍યાગનો મહિમા છે, રામનો ત્‍યાગ માનવ સમાજ માટે આદર્શ છે. આ કથા છે ભાગવતના રામની, જે રામના વનવાસ પછી શરૂ થાય છે. જ્ઞાન, વૈરાગ્‍યનું સ્‍થાપન કરે એવી આ ભાગવત કથા છે. આ ભાગવતના મિષ્‍ટાનમાં રામાયણની મીઠાશ છે.

ગઇકાલ તા. ૨, એપ્રિલ કથા સમાપનનો દિવસ, હનુમાન જયંતિનો દિવસ, ખૂબ જ પાવન દિવસ, હનુમાનજી પાસેથી સદ્‌ગુણો શીખવા જેવા છે. હનુમાનજી જેવો દૂત મળે એનું કાર્ય સફળ થાય  હનુમાન ભગવાન શ્રી રામના દૂત-વાહક સંકટ મોચન જય હનુમાન, જય સિયારામ, જય જય સિયારામ

પવિત્ર કથાના મુખ્‍ય અંશો જોઇએ તો... ભગવાન રામ શબ્‍દથી નહિ, ક્રિપાથી બોધ આપે છે, હનુમાન ભગવાન શ્રી રામના વાહક હતાં, હનુમાન જેવા દૂત મળે તેના તમામ કાર્યો સફળ થાય છે. માનવીને સંપતિ-ધન કરતા ઇન્‍દ્રિયોનો સંયમ વધારે સુખ આપે છે. અપેક્ષાઓ માનવીને વામણો બનાવે છે, પ્રભુનો સાચો ભકત નિરપેક્ષ હોય છે. વાસનાના પૂર્ણ ક્ષય વગર મોહનો નાશ થતો નથી. રામાયણ, મહાભારતની પ્રેરક કથા માત્ર ઉપદેશ નથી, માનવ જીવ માટે ઉપચાર છે, ઔષધ છે. જે માનવી ઢીલ દેસે, તેનો પતંગ કયારેય કપાશે નહિ. બીજાનું હિત કરવા જેવો કોઇ ધર્મ નથીઃ રામચરિત. વિશ્વનો પ્રથમ પ્રેમપત્ર મહારાણી રૂક્ષ્મણીજીએ ભગવાન શ્રી કૃષ્‍ણને લખ્‍યો હતો. નિત્‍ય આનંદ, નિત્‍ય સુખ-શાંતિનું બીજુ નામ રામ છે. કથા પ્રેમનો પિયાવો છે, ત્‍યાં કોઇની નાત-જાત પૂછવામાં આવતી નથી, પરબ બીન સાંપ્રદાયિક હોય છે. જયાં પ્રેમ હોય છે ત્‍યાં ત્‍યાગ કરવો પડતો નથી, ત્‍યાગ પ્રેમની શરત નથી, સ્‍વભાવ છે. ભાગવત માનવ મૂલ્‍યોની કથા છે, આપણે મૂલ્‍યોથી દુર થતાં જઇએ છીએ તેથી દુઃખી છીએ. શહીદોની ખાંભી અને સંતોની સમાધિ... બંને તીર્થો છે. રાજનીતિમાં ધર્મ હોવો જોઇએ પણ ધર્મમાં રાજનીતિને સ્‍થાન નથી. યમુનાજીનું જલ પ્રેમની સરિતા છે, કૃપાના સાગર એવા યમુનાજીના નામ સ્‍મરણનો મહિમા સંતુલિત છે. ‘ત્રિકાળ સંધ્‍યા' સમાન શ્રેષ્‍ઠ સત્‍કર્મ બીજુ એકેય નથી, ત્રિકાળ સંધ્‍યા કરનાર કદી મુર્ખ કે દરિદ્ર રહેતો નથી. વૃંદાવન કોઇ જગ્‍યાનું નામ નથી, જીવનમાં જયાં પ્રેમ અને આનંદ પ્રગટે ત્‍યાં વૃંદાવન રચાય છે. માનવને માનવ રહેવા દેવો હોય તો, સમાજનો કચરો દૂર કરવો પડશે. સત્‍સંગ વગર મનની મલિનતા દૂર થતી નથી. વાસનાના પૂર્ણ ક્ષય વગર મોહનો નાશ થતો, બુધ્‍ધિને શુધ્‍ધ અને સ્‍થિર કરવા માટે મનના માલિક ચંદ્રનું અને બુધ્‍ધિના માલિક દેવ સુર્યનું આરાધન કરવું આવશ્‍યક છે. ભાગવતના ૧૦ માં સ્‍કંધની કથા ‘રાસ પંચાધ્‍યાય' માં ગોપીગીત ભાગવતનું સર્વોચ્‍ચ શિખર છે, રાસલીલા આત્‍મા અને પરમાત્‍માના મિલનની કથા છે. શ્રી રામના સત્‍સંગ કરતાં પણ રામાયણનો સત્‍સંગ વધુ અસરકારક છે.

(3:39 PM IST)