News of Friday, 3rd April 2026
રાજકોટ જિલ્લા સહકારી બેંકનો નફો ર૮પ કરોડ
જયેશ રાદડિયાના નેતૃત્વમાં વણથંભ્યો વિકાસ : ઝીરો એન.પી.એ. : બેંક વસુલાત અને ધિરાણમાં રાજયભરમાં મોખરે : વી.એમ.સખિયા

રાજકોટ, તા., ૩: દેશભરમાં નામુનેદાર વહીવટ માટે વર્ષોથી જાણીતી રાજકોટ જિલ્લા સહકારી બેંકે ચેરમેન જયેશ રાદડિયા, ડિરેકટરો અને કર્મચારીઓની સુજબુઝના કારણે અવિરત વિકાસકુચ જારી રાખી છે અને ચાલુ વર્ષે ડિસ્ટ્રિકટ બેંકે રૂા.૨૮૫ કરોડનો સીમાચિન્હરૂપ ઐતિહાસિક નફો કરેલ છે. બેંકનો બીઝનેસ પણ વધીને રૂા.૧૮,૩૬૨ કરોડે પહોંચતા સહકારી ક્ષેત્રમાંથી રાજકોટ જિલ્લા બેંક ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી
બેંકના જનરલ મેનેજર વી.એમ, સખિયા છે. સ્વ. વલ્લભભાઈ પટેલે રાજકોટ જિલ્લા બેંકની સ્થાપના કરી ખેડુતોના હિત માટે વાવેલા છોડને સ્વ. વિઠલભાઈ રાદડિયાએ સિંચીને વળક્ષ બનાવ્યું હતું હવે જયેશભાઈ રાદડિયાએ આ સહકારી ખેડુત સંસ્થાને અબજોમાં રમતી કરીને વટવળક્ષ બનાવી દેતા રાજયભરમાં બેંકની કામગીરીની નોંધ લેવાઈ રહી છે. આ બેંકનું સૌથી મહત્વનું જમાપાસુ એ રહયુ છે કે, છેલ્લા ૩૨ વર્ષથી ગુજરાતભરમાં વસુલાતક્ષેત્રે પ્રથમ સ્થાન જાળવી રાખેલ છે.
બેંકના ચેરમેન જયેશ રાદડિયા અને જનરલ મેનેજર વી.એમ. સખીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંકે પ્રગતિની હરણફાળ યથાવત રાખી છે. વિતેલા વર્ષ-૨૦૨૫-૨૬ માં બેંકએ વિશેષ પ્રગતી કરેલ છે. રૂા. ર૮પ કરોડ નફો કરેલ છે. ૧૧૧૪૯ કરોડની ડીપોઝીટ અને ૯૯.ર૯ ટકા વસુલાત થઇ છે.
આટલો વિશાળ વ્યવસાય છતાં બેંકનું એન.પી.એ. ૦ ટકા રહયું છે. અને બેંકની વસુલાત પણ ૯૯.૨૯ ટકા રહી છે. ખેડુતોના અડિખમ વિશ્વાસના કારણે બેંકના ધિરાણ સામે વસુલાત ગુજરાતભરમાં સતત ૩૨ વર્ષથી અવ્વલ દરજજાની રહી છે. બેંક તરફથી મંડળી સાથે જોડાયેલ ખેડુત સભ્યોને બેંક તરફથી રૂા.૧૫ લાખનો વિમો આપવામાં આવે છે. સાથો સાથ ખેડુત સભાસદો માટે રૂા.૨૫૦૦૦ સુધીની વિઠલભાઈ રાદડિયા મેડીકલ સહાય યોજના પણ ચાલી રહી છે. નાબાર્ડ દ્વારા રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકને સમગ્ર દેશમાં સારા વહીવટ માટે પાયોનિયર બેંક તરીકે ડિકલેર કરવામાં આવેલ છે અને સમગ્ર દેશની સંસ્થાઓને રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકનું વહીવટી મોડલ અપનાવવા માટે અભ્યાસ માટે રાજકોટ મોકલવામાં આવે છે. આ બેંકને સર્વાગી શ્રેષ્ઠ કામગીરી માટે નાફસ્કોબ તરફથી ચાર વખત ભારતમાં પ્રથમ નંબરનો એવોર્ડ તથા ગળહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે દશાબ્દી એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે.
જયેશ રાદડીયા
સીઇઓ વી.એમ.સખિયા
(3:55 PM IST)










