તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th April 2026
સોમ-મંગળ છુટાછવાયા વિસ્તારોમાં ફરી માવઠુ બાદ તાપમાન વધશે : નિતેશ વડાવિયા
૮ એપ્રિલથી ક્રમશઃ તાપમાન વધશે, ૪૦ ડીગ્રીને વટાવી જશે

રાજકોટ : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મુખ્ય અસર આજ રાતથી પૂરી થશે..દક્ષિણ પૂર્વ ગુજરાત તરફ કાલે અને પરમ દિવસમાં એકાદ દિવસ ત્યાં અસ્થિરતાની અસર રહેશે.સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની ખાસ કોઈ અસર નહીં વર્તાય.
નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી તા.૬/૭ એપ્રિલે પસાર થશે...તેની અસરથી વાતાવરણ પલટાશે.. આ બે દિવસમાં છૂટા છવાયા વિસ્તારમાં માવઠાની શકયતા છે..
હાલ મહત્તમ તાપમાન નોર્મલથી નીચે ચાલી રહ્યું છે..આગામી તા.૮ થી ક્રમશ તાપમાન વધવાનું ચાલુ થશે. તા.૧૦ થી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચકાશે ત્યાર પછી ના દિવસો માં તાપમાન નો પારો ૪૦ ડિગ્રીને પાર કરીને વધુ ઊંચકાઈ જશે...મોરબીના જાણીતા વેધરએનાલિસ્ટ નિતેશ વડાવિયા ની કલમે તા.૪ એપ્રિલ થી તા.૧૨ એપ્રિલ સુધીની આગાહી..
(11:22 AM IST)










