<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

મવડીની આકાશદીપ સોસાયટીમાં મીનાબેન હરણેશાનો ફાંસો ખાઇ આપઘાત

પતિ કામ પરથી ઘરે પરત ફરતા પત્‍નીનો લટકતો મળતદેહ મળ્‍યોઃ આપઘાતનું કારણ અકબંધ

રાજકોટ તા.૪: શહેરના મવડી પ્‍લોટ વિસ્‍તારમાં આવેલી આકાશદીપ સોસાયટીમાં  ૫૪ વર્ષીય પ્રૌઢાએ ગઈકાલે સાંજે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આ બનાવને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે.

જાણવા મળતી વિગતો વિગતો મુજબ, મવડી પ્‍લોટમાં આવેલી આકાશદીપ સોસાયટી શેરી નંબર-૫માં રહેતા મીનાબેન કેશુભાઈ હરણેશા (ઉ.વ. ૫૪) એ ગઈકાલે શુક્રવારે સાંજના ૫ વાગ્‍યાના અરસામાં મકાનના ઉપરના માળે રૂમમાં ગળાફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી હતી. મીનાબેનના પતિ કેશુભાઈ  મિષાી કામ કરે છે. તેઓ સાંજના સમયે જ્‍યારે કામ પરથી ઘરે પરત ફર્યા ત્‍યારે પત્‍નીને આ હાલતમાં જોઈ સ્‍તબ્‍ધ થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા જ રાજકોટ તાલુકા પોલીસ મથકનો કાફલો સ્‍થળ પર દોડી ગયો હતો. એ.એસ.આઈ. દિનેશભાઈ જોશીએ મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મીનાબેને કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

(2:11 PM IST)