તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Saturday, 4th April 2026
જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટની સેવા સફરને એક દશકો પૂર્ણ : અત્યાર સુધીમાં ૮૩૯ ચક્ષુદાન અને ૬૭ દેહદાન

રાજકોટ તા. ૪ : જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા દસ વર્ષથી સમાજ સેવા ક્ષેત્રે અવિરત કાર્ય કરી રહેલ છે. અંગદાન-ચક્ષુદાન-સ્કિન ડોનેશન અને દેહદાન ક્ષેત્રે કામ કરતી આ સંસ્થાએ એક દાયકામાં સેવા ક્ષેત્રે મોખરાનું પ્રદાન કરેલ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે આ સંસ્થા દ્વારા સામાજીક મેળાવડા, સ્કુલ કોલેજોના કાર્યક્રમોમાં જઇને જાગૃતિના પ્રયાસો થાય છે. ઉપરાંત જરૂરતમંદ લોકો માટે ધાબળા વિતરણ, સ્લીપર વિતરણ, મીઠાઇ-ફરસાણ વિતરણ, છાશ વિતરણ જેવી પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને મદદરૂપ બનવા બુક બેંકની સેવા પણ ચલાવવામાં આવે છે.
દરમિયાન આ દસમાં વર્ષ દરમિયાન ટ્રસ્ટ દ્વારા ૧૩ રકતદાન કેમ્પ, ૧૭૩ ચક્ષુદાન, રર સ્કીન ડોનેશન, ૮ દેહદાન થયેલ છે. ટ્રસ્ટના સ્થાપના કાળ ૨૦૧૬થી અત્યાર સુધીમાં ટ્રસ્ટ દ્વારા પપ રકતદાન કેમ્પ, ૮૩૯ ચક્ષદાન, પ૦ સ્કિન ડોનેશન તથા ૬૭ દેહદાન થયેલ છે.
એક દસકાની ટ્રસ્ટની આ સફરમાં ધાર્મિક સામાજીક સંસ્થાઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, દાતાઓનો સાથ સહકાર મળેલ છે. તે બદલ આભાર વ્યકત કરાયો છ.
સંસ્થાની સેવા ભાવના જોઇને આર. કે. બિલ્ડર ગ્રુપના મહેતા પરિવાર દ્વારા સંસ્થાને નિઃશુલ્ક ઓફીસ ફાળવવામાં આવી છે. તેમજ ઉદ્યોગપતિ જીતુભાઇ રવાણી દ્વારા ટ્રસ્ટને નવી મારૂતી ઇકો કાર ભેટમાં અપાઇ છે. તેમનો પણ આ તકે આભાર વ્યકત કરાયો હોવાનું સંસ્થાના ચેરમેન ઉમેશ મહેતા (મો.૯૪૨૮૫ ૦૬૦૧૧)એ જણાવ્યુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા, કાર્યાલય મંત્રી પ્રદીપભાઇ પંડયા, અતુલભાઇ શાહ, નાથાભાઇ ચોટલીયા, કમલેશભાઇ પંડયા, અશોકભાઇ પટેલ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:13 PM IST)










