<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

જૈન વિઝન દ્વારા મહાવીર સ્‍વામી જન્‍મકલ્‍યાણક મહોત્‍સવની ઉજવણીઃ ભકિત સંગીત

સ્‍વ. વિજયભાઈ રૂપાણી સાથેના સંસ્‍મરણો યાદ કરાયા,ચિત્ર સ્‍પર્ધાના વિજેતા બાળકોને ઈનામો

રાજકોટઃ જૈન અંતર્ગત વિઝન દ્વારા  અનંત ઉપકારી પ્રભુ ભગવાન મહાવીર સ્‍વામીના જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવની અનોખી ઉજવણી હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા ભક્‍તિસંગીતના કાર્યક્રમમાં જૈન-જૈનતરોએ મોડી રાત સુધી કાર્યક્રમ માણ્‍યો હતો. 

જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને ભરત દોશીએ જણાવ્‍યુ કે, સ્‍તવનકારોએ ભક્‍તિનો રસ ઘૂંટયો હતો. સ્‍તવનકારો સાગર કેન્‍દુરકર (મુંબઈ),પર્વ જૈન( ઈન્‍દોર), સ્‍તુતિ દોશી (સુરત) અને જેતલ સોનીએ ભગવાન મહાવીર સ્‍વામીની એક એકથી શ્રેષ્ઠ રચનાઓ રજૂ કરી સમગ્ર વાતાવરણને ભક્‍તિમય બનાવી દીધું હતું.કાર્યક્રમનું સંચાલન આશિષ શાહ કરેલ રિધમ ટિમ રાજકોટનાઆશિષ કોટક ટિમેં દ્વારા સંગીત પીરસેલ, પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ વિજયભાઈ રૂપાણી સાથેના સંસ્‍મરણો વાગોળ્‍યા હતા. ગત વર્ષે યોજાયેલા ભક્‍તિ સંગીતના કાર્યક્રમમાં પણ વિજયભાઈએ હાજરી આપી હતી તે વખતની વિડીયો ક્‍લિપ બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટના મ્‍યુઝિક ગ્રુપ આશિત કોટક એન્‍ડ પાર્ટીનો સથવારો મળ્‍યો હતો.

મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવ નિમિત્તે યોજાયેલી ઓપન રાજકોટ ચિત્ર સ્‍પર્ધાના વિજેતા બાળકોને મહેમાનોના હસ્‍તે ઇનામો આપવામાં આવ્‍યા હતા. જૈન વિઝનના કમિટી મેમ્‍બર ની પુત્રીઓ દેવાંગી અને હેમાંગી દ્વારા કોરીયોગ્રાફ કરાયેલો ઘુમર રાસ બાર જેટલી દીકરીઓએ રજૂ કર્યો હતો.

આગામી ૯મી એપ્રિલે નવકાર દિવસ નિમિત્તે બીએપીએસના મંદિરમાં યોજાનારા નવકાર મંત્રોચ્‍ચારના કાર્યક્રમ અંગેની માહિતી જીતોના હેમલ શાહ અને અમરીશ મહેતા દ્વારા આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાંધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ જૈન અગ્રણી   જીતુભાઇ બેનાણી, સી એમ શેઠ, જામનગરના પૂર્વ સ્‍ટેડિગ ચેરમેન  નિલેશભાઈ કગથરા, સોનમ ક્‍વાટઝના જયેશભાઇ શાહ,  વોઇસ ઓફ ડે ના પરેશભાઈ દવે, શ્રીમતી હીનાબેન દવે,જૈન અગ્રણી પ્રવીણભાઈ કોઠારી સુનિલ શાહ, ભાજપના મયુરભાઈ શાહ, રાજદીપસિંહ જાડેજા,   દર્શનભાઈ શાહ, પંચવટી દેરાસરના પ્રફુલભાઈ ધામી , પ્રતાપભાઈ વોરા,હર્ષિલ શાહ,વીતરાગ સંઘના ભરત દોશી ઉપસ્‍થિત રહયા હતા.ઋષભ ચંદ્રકાંતભાઇ શેઠ, રમીલાબેન હરકિશનભાઈ બેનાણી ધારાબેન જીતુભાઈ બેનાણી,ઇન્‍દિરાબેન અનંતરાય કામદાર  રાજેશભાઈ અને નીતિનભાઈ તથા સુગંધાબેન ઓમકારમલજી જૈન, અજીતભાઈ જૈનનો સહયોગ મળેલ.   લક્કી ડ્રો દ્વારગીફિટ ગીરીશભાઈ મહેતા, સુનિલ કોઠારી, જૈન વિઝન મહિલા વિંગના, અમિષાબેન દેસાઈ, ડો, હાર્દિક શાહ,જૈન અગ્રણી નયનભાઈ શાહ, જીવદયા પ્રેમી કેતનભાઈ સંઘવી,રેખાબેન સગારકા, અમીબેન સચિન વોરા, પ્રીતિબેન  વિપુલભાઈ મહેતા, પ્રતીક શાહ,એડવોકેટ હિમાંશુ પારેખ, નિવેદ્ય પારેખ, નીલ મહેતા, ધવલ મહેતા, દેવાંગ ખજુરિયા,  હિતેશ દેસાઈ, કેતન વખારિયા, ભાવેશ પારેખ, મનીષ પારેખ,રક્ષિત વખારિયા,દીપેશ મહેતા,નીતિનભાઈ મહેતા, જતીન કોઠારી,જય મહેતા, સહિતનાહસ્‍તે અપાયેલ હોવાનું સંસ્‍થાની યાદીમાં જણાવાયું છે. 

(2:19 PM IST)