<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પ્રથમ પિડીયાટ્રિક હિમેટોલોજી, ઓન્‍કોલોજી અને બોનમેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ વિભાગ રાજકોટ કેન્‍સર સોસાયટી ખાતે કાર્યરત

બાળકોમાં લોહીના વિકારો અને કેન્‍સરની વિશેષ સારવાર હવે રાજકોટ કેન્‍સર સોસાયટી ખાતે ઉપલબ્‍ધઃ ડો.મહર્ષિ ત્રિવેદી

રાજકોટઃતા.૪,  સૌરાષ્‍ટ્રમાં છેલ્લા છ દાયકાથી તમામ પ્રકારના કેન્‍સરની સારવાર માટે રાજકોટ કેન્‍સર સોસાયટી (નાથાલાલ પારેખ કેન્‍સર હોસ્‍પિટલ) કાર્યરત છે. જેની ઉત્‍કળષ્ઠ સારવારોની હરોળમાં વધુ એક સારવારનો ઉમેરો થયેલ છે જેમાં પીડીયાટ્રિક હિમેટોલોજી (બાળકોમાં થતા લોહીના વિકારો અને કેન્‍સર)તથા ઓન્‍કોલોજી સામેલ છે એ ઉપરાંત બોનમેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ ની પણ સારવાર હવે રાજકોટ કેન્‍સર સોસાયટી ખાતે ટુંકસમયમાં ઉપલબ્‍ધ થશે

આ વિભાગમાં નિષ્‍ણાંત પીડિયાટ્રિક ઓન્‍કોલોજીસ્‍ટ અને હિમેટોલોજીસ્‍ટ ડો. મહર્ષિ ત્રિવેદી ના માંર્ગદર્શન હેઠળ સારવાર કરવામાં આવશે. ઠો. મહર્ષિ ત્રિવેદી ડી.એમ. (ડોકટરેટ ઓફ મેડીસીન) પિડયાટ્રિક ઓન્‍કોલોજીની પદવી (ડાગ્રી) ધરાવતા ગુજરાત રાજસ્‍થાન અને મધ્‍ય પ્રદેશના એક માત્ર તબીબ છે. એમણે ભારતમાં અભ્‍યાસ ઉપરાંત બ્રિસ્‍ટલ,યુ.કે માં પિડિયાટ્રિક હિમેટોલોજી,ઓન્‍કોલોજી અને બોનમેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટની આગવી તાલીમ લીધેલ છે અને યુ.કે.માં પિડીયાટ્રિક બોનમેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ અને સેલ્‍યુલર થેરાપી વિભાગમાં નિષ્‍ણાંત તરીકે સેવા આપેલી છે. તથા અમદાવાદની સીવીલ હોસ્‍પિટલમાં પણ ફરજ નિભાવેલ છે જેમાં પીડીયાટ્રિક હિમેટોલોજી, ઓન્‍કોલોજી અને બોનમેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ વિભાગના વડા તરીકે સેવા આપી ચુકયા છે. હવે તેઓના બહોળા અનુભવનો લાભ રાજકોટ અને આસપાસના વિસ્‍તારના બાળકોના કેન્‍સરના દર્દીઓને મળશે.

ડો.મહર્ષિ ત્રિવેદી એ વિસ્‍તળત માહિતી આપતા જણાવેલ છે કે આ વિભાગ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ વિસ્‍તારમાં પહેલી અને ગુજરાતમાં પણ ગણતરીના કેન્‍દ્રોમાંનો એક છે. જયાં બાળકોમાં થતા કેન્‍સર અને લોહી સંબંધીત ગંભીર રોગો માટે સંપુર્ણ અને વિશિષ્ટ સારવાર ઉપલબ્‍ધ થશે. જેથી દર્દીઓને અમદાવાદ કે અન્‍ય શહેરોમાં જવાની જરૂર રહેશે નહી અને આપણા રાજકોટમાં જ ઉચ્‍ચ સ્‍તરની સારવાર મળી રહેશે.

આ વિભાગમાં લ્‍યુકેમિયા, લિમ્‍ફોમા (બ્‍લડ કેન્‍સર), સોલિડ ટયુમર્સ(હાડકા, સ્‍નાયું, આંખ, લીવર, કીડની વગેરેના કેન્‍સર) થેલેસેમીયા, એપ્‍લાસ્‍ટિક એનિમીયા, સિકલ સેલ એનિમીયા અને અન્‍ય જટિલ હેમેટોલોજીકલ રોગો માટે સર્વાંગી સારવાર આપવામાં આવશે. બોનમેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ જેવી અદ્યતન સારવાર પણ રાજકોટ કેન્‍સર સોસાર્યટી ખાતે ભવિષ્‍યમાં ઉપલબ્‍ધ થવાથી હવે દુર જવાની જરૂરીયાત નહી રહે.

આ વિભાગ આધુનિક સુવિધાઓ અને અનુભવી નિષ્‍ણાંત ટીમ અને નવીનતમ સારવાર પધ્‍ધતી સાથે સજજ છે અને સાથે સાથે આ કેન્‍દ્ર શૈક્ષણિક પ્રવળતિઓ, સંશોધનો અને તાલીમ ક્ષેત્રે પણ મહત્‍વપુર્ણ યોગદાન આપશે.આથી દર્દીઓ અને તેમના પરિવારજનો પરનો ભાર ઓછો થશે અને સમયસર નિદાન અને ચોકકસ સારવારથી દર્દીના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થશે..આ વિભાગની સ્‍થાપના રાજકોટ કેન્‍સર સોસાયટીની બાળકોમાં થતા કેન્‍સરની સારવાર પ્રણાલીને વધુ મજબુત બનાવવાની અને વિશિષ્ટ આરોગ્‍ય સેવાઓ પ્રદાન કરવાની પ્રતિબધ્‍ધતાને દર્શાવે છે. 

(3:25 PM IST)