તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th April 2026
ગોૈરક્ષક અને સમાજ સેવક રેખાબેન સાગરકાની વોર્ડ નં.૭માં ભાજપમાંથી દાવેદારી

રાજકોટ : તા.૪: ગોૈ રક્ષક અને સમાજ સેવક એવા રેખાબેન કાનાભાઇ સાગરકા(મો. ૭૨૦૨૮ ૧૨૯૦૨)એ મહાનગરપાલીકા વોર્ડ નં૭માં ઓબીસી અનામત બેઠક માટે દાવેદારી નોંધાવી છે.
કોળી સમાજમાંથી આવતા રેખાબેન જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને બજરંગ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે પણ સંકળાયેલા છે અને ભવ્ય સોૈરાષ્ટ્ર ન્યુઝના તંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. વૃધ્ધાશ્રમ અનાથાશ્રમ જેવી સંસ્થાઓમાં જોડાયેલા છે અને સમુહલગ્ન ધાબળાવિતરણ જેવા કાર્યોમાં હંમેશા સહભાગી બને છે.
સમાજ સેવા -ગોૈ સેવા સહીતની પ્રવૃત્તિઓ ધ્યાને લઇ તેમને લોકસેવાની તક મળે તે હેતુથી વોર્ડ નં.૭ માં ટીકીટ ફાળવવા પ્રબળ માંગણી મૂકવામાં આવી છે. રેખાબેન નિડર મહીલા તરીકે છાપ ધરાવે છે. રાત દિવસ જોયા વગર નિયમિત રાત્રે સીવીલ હોસ્પિટલમાં પણ સેવા આપે છે. બ્લડ ડોનેશનના અનેક કેમ્પ તેઓએ કરેલ છે. ભાજપમાંથી તેમને ઉમેદવાર જાહેર કરવામાં આવે તેવી તેમના વિશાળ ટેકેદાર વર્ગે લાગણી વ્યક્ત કરી છે.
(3:27 PM IST)










