News of Saturday, 4th April 2026
જ્યુબેલી બાગ સ્થિત સાત હનુમાન મંદિરે રક્તદાન કેમ્પ - મહાપ્રસાદ : ૪ હજાર લોકો ઉમટયા

રાજકોટ : શહેરના જાણીતા જ્યુબેલી બાગ સ્થિત સાત હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિના પવિત્ર અવસરે સાત હનુમાન મંદિરના પ્રમુખ હિરેનભાઈ હાપલીયા, દેવરાજભાઈ ચીખલીયા, સત્સંગ મંડળ તથા જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના ઉમેશભાઈ મહેતા, ખોડિયાર રાસ મંડળના ટ્રસ્ટીઓના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ભક્તો માટે મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સીસીઆઇના સ્થાપક ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરિયા, કાગદડીના પૂર્વ સરપંચ વસંતભાઈ લીંબાસિયા, અરવિંદભાઈ પાટડીયા, ઉમેશભાઈ, ભગતભાઈ, વિપુલભાઈ રાઠોડ, રાજેશભાઇ દેવળીયા, દિલીપભાઈ ઉપાધ્યાય, દેવરાજભાઈ સોલંકી, મનસુખભાઈ ચૌહાણ, બાબુભાઈ ઠાકોર, જયંતિભાઈ કાછડિયા, વિપુલભાઈ પરમાર, મયુરભાઈ જોષી, જીતેન્દ્રભાઈ કુંવર તથા અન્ય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.મહાપ્રસાદ અને બ્લડ ડોનેશન કેમ્પનો આશરે ૪ હજાર (ચાર હજાર) લોકોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સર્વે ઉપસ્થિત ભક્તોએ મંદિર ટ્રસ્ટના પ્રમુખ હિરેનભાઈ હાપલીયા, દેવરાજભાઈ ચીખલીયા સહિત સર્વે ટ્રસ્ટી મંડળે સેવાકીય કાર્ય બિરદાવ્યું હતું.
(2:26 PM IST)










