<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

સરગમ કલબ દ્વારા જયપૂર ફૂટ કેમ્‍પઃ ૮૯ દર્દીએ લીધો લાભ

૨ાજકોટઃ સાંસ્કૃતિક, સામાજિક અને તબીબીક્ષેત્રમાં અગ્રેસર રહેનાર સરગમ ક્‍લબ શહેરમાં જયપુર ફૂટકેમ્‍પના રૂપમાં વધુ એક સેવાકેન્‍દ્ર ચલાવી રહેલ છે. સરગમ ક્‍લબ અને લંડન ‘‘મા કળપા ફાઉન્‍ડેશન'' જયંતિભાઈ ખંગ્રામના સયુંકત ઉપક્રમે ત્રણ દિવસ જયપુર કેમ્‍પ યોજાયેલ. આ કેમ્‍પમાં કુલ ૮૯ દર્દીઓ એ લાભ લીધો જેમાં કેલીપર્સ નાં દર્દી ૪૦( લેગ) પગ નાં દદી ૨૬ કેલીપર્સના અને રીપેરીંગ ૨૩ દર્દી વિનામૂલ્‍યે લાભલીધો. આ કેમ્‍પમાં  મા કળપા ફાઉન્‍ડેશન લંડન (ટ્રસ્‍ટી જયંતીભાઈ ખંગ્રામ ,રશ્‍મીભાઈ શાહ, બળજેશભાઈ મોદી નો સહયોગ મળેલ  સમગ્ર કેમ્‍પની સફળતા માટે સરગમ ક્‍લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ   જયંતિભાઈ ખંગ્રામ તથા કમાણી ફાઉન્‍ડેશનનાં માર્ગદર્શન હેઠળ દીપકભાઈ કમાણી, રશ્‍મિભાઈ કમાણી, કિશોરભાઈ પરમાર, જે.કે .સરાઠે તથા સરગમ કલબના કમિટી મેમ્‍બર અનવરભાઈ ઠેબા, કનૈયાલાલ ગજેરા, તેમજ ભાવનાબેન મહેતા, મધુરીકાબેન જાડેજા, કૈલાશબા વાળા, આશાબેન ભૂઠ્ઠા, જયશ્રીબેન વ્‍યાસ, હર્ષાબેન પીઠડીયા, શોભનાબેન સોમૈયા, સુધાબેન દોશી, નીશાબેન વડગામા, હર્ષાબેન કથ્રેચા, વગેરે જહેમત ઉઠાવી હતી, આ કેમ્‍પ માં રાજસ્‍થાનનાં ડોકટરો જગનલાલ ચોધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર વગેરે  સેવા આપેલ આવનારા તમામ દર્દી ઓને વિના મુલ્‍યે ચા પાણી આપવામાં આવેલ.આગામી કેમ્‍પ તા .૧/૫/૨૦૨૬ નાં રોજ ૩ દિવસ માટે યોજાશે તેમ સરગમ કલબની યાદીમાં જણાવાયું છે. 

 

(2:38 PM IST)