તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th April 2026
લક્ષ્મીના ઢોળા પાસે ઘરમાં ઘુસી પ્રોૈઢ મહિલા ઉપર હુમલોઃ પ્રશાંત મકવાણાની શોધખોળ

રાજકોટ તા.૪: લક્ષ્મીનારાયણ સોસાયટી, લક્ષ્મીના ઢોળા પાસે રહેતા મીનાબેન સાગરભાઇ ગોહિલ (ઉ.વ.૬૮) તા.રજીના પોતાના ઘેર સુતા હતા ત્યારે ૧૧:૩૦ થી ૧૨ વાગ્યા વચ્ચે ઘરમાં ઘુસી આવે પ્રશાંત રમેશભાઇ મકવાણા નામના શખ્સે છરી જેવા હથિયારથી ડાબા હાથ, પેટ અને ડાબી આંખ પાસે ઇજા પહોંચાડી હતી. આ સમયે મહિલાએ બુમાબુમ કરતા હુમલાખોર નાસી છુટયો હતો. હેડકોન્સટેબલ યુવરાજસિંહ જાડેજાએ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથધરી છે
(3:07 PM IST)










